December 21, 2024
Aavak no dakhlo
આ ઉપયોગી માહિતી શેર કરો.

Aavak no dakhlo: આવકનો દાખલો સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લેવા સૌથી ઉપયોગી થતો હોય છે. તેથી જે સરકારી યોજનાનો લાભ લેવા આવકનો દાખલો જરૂરી હોય તેમાં પહેલાથી જ આવકનો દાખલો (Income Certificate) કઢાવીને રાખો જેથી લાગુ પડતી યોજનાઓ ના ફોર્મ તુરંત જ ભરી શકાય.

એક વાર નીકળેલો આવકનો દાખલો ( Income Certificate ) ત્રણ વર્ષ સુધી માન્ય રહે છે. જેથી તમે ત્રણ વર્ષ સુધી કોઈપણ સરકારી યોજનાઓ ના ફોર્મ ભરી લાભ લઇ શકો છો. પરંતુ જો તમારી આવક માં વધારો-ઘટાડો થયો હોય અને તમારે કોઈ યોજનાનો લાભ લેવો હોય તો નવી આવક મુજબ નો આવક નો દાખલો આપવાનો રહે છે.

માનવ ગરિમા યોજના: જેમાં પોતાનો ધંધો કરવા 25,000/- રૂ સુધીના સાધનો ની કીટ આપવામાં આવે છે.

aavak no dakhlo document – આવકના દાખલા માટેના જરૂરી પુરાવા:

• ફોર્મ
• અરજદાર ની આધારકાર્ડની ઝેરોક્ષ
• અરજદાર ના રેશનકાર્ડની ઝેરોક્ષ ( રેશનકાર્ડ ના હોય તો સોગંદનામુ )
• અરજદાર ના લાઈટબીલ / વેરાબીલની ઝેરોક્ષ (જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર)
• 50/- રૂ. નો સ્ટેમ્પ પેપર
• 3/- રૂ. ની કોર્ટ ફી ની ટીકીટ
• અરજદાર ની આજુબાજુ રહેતા બે પાડોશી – સાક્ષી ના આધારની ઝેરોક્ષ
• મેયર / ધારાસભ્ય / કોર્પોરેટનો (કોઈ પણ એક નો) આવકનો દાખલો

દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઉપરોક્ત તમામ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી સિક્કા કરાવવા( ટ્રુ કોપી – એટેસ્ટેડ કોપી ) તથા ઓરીજનલ પુરાવા સાથે લઈને જવા.

જાતિ નો દાખલો કઢાવવા ની માહિતી માટે અહીંયા ક્લીક કરો.

Aavak no dakhlo documents
આવક ના દાખલા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ (aavak no dakhlo document)

આવક નો દાખલો કઢાવવા ની પ્રક્રિયા:

ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ ને ટ્રુ કોપી કરાવી તમારા વિસ્તાર ને લગતી મામલતદારની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલા માટેનું ફોર્મ મેળવો અથવા અહીં ક્લિક કરી ડાઉનલોડ કરો.

Avak no dakhlo Form PDF

Aavak no dakhlo form pdf
Aavak no dakhlo Form PDF (ફોર્મ PDF)

ફોર્મ ભરી ને 3 રૂપિયા ની કોર્ટ ફી ની ટિકિટ ફોર્મ ના આગળના પાને ખાલી જગ્યા હોય ત્યાં લગાવવી અને ઉપર દર્શાવ્યા મુજબના લાગુ પડતા બધા ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ તથા 50 રૂપિયાનો સ્ટેમ્પ ફોર્મ ની સાથે મૂકો.

ત્યારબાદ તમારા વિસ્તારના તલાટી સાહેબ પાસે બધા ડોક્યુમેન્ટ ની ચકાસણી કરાવવી અને સહી સિક્કા કરાવવા.
નોંધઃ તલાટી સાહેબ તમારી આવક તથા અન્ય સવાલો પૂછી શકે છે એટલે એમને વગર તકરારે જવાબ આપો અને જો તલાટી શ્રી ને જરૂર જણાય તો પંચનામુ કરવા સાક્ષીઓને રૂબરૂમાં બોલાવી શકે.

તલાટી સાહેબ ના સહી સિક્કા કરાવ્યા બાદ આવક ના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જઈ આવક ના દાખલા માટે ફોટો પડાવી નજીવી ફી (20-40 rs. ) ચૂકવી ને રસીદ અચૂક મેળવી લેવી.

રસીદ માં આવક નો દાખલો મેળવવા ની તારીખ જોઈ જે તે તારીખે તમારો આવક નો દાખલો મેળવવાનો રહેશે. આવકનો દાખલો 3 વર્ષ ( નાણાકીય વર્ષ ) સુધી માન્ય રહેતો હોવાથી સાચવીને રાખવો.

Aavak no dakhlo Online:

તમે Aavak no dakhlo Online ની અરજી ઘરે બેઠા પણ કરી શકો છો પરંતુ ઓનલાઇન અરજી કર્યાબાદ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે તેથી દાખલો મળવામાં મોડું થાય છે આમ તમારી લાગુ પડતી કચેરી એ જઈ ફોર્મ ભરવું હિતાવહ રહે છે.

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવા માટેની વિગતો:

જો આ સર્વિસ તમારા જિલ્લા માં લાગુ પડતી હોય તો જ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહે છે.

સૌ પ્રથમ ડીજીટલ ગુજરાત ની વેબસાઈટ ( www.digitalgujarat.gov.in ) પર જઈ તમારું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. જેમાં તમારો મોબાઈલ નંબર, Email Id, પાસવર્ડ લખી Save પર ક્લિક કરી પ્રોફાઈલ માં તમારી વિગતો ભરી પ્રોફાઇલ બનાવો.

ત્યારબાદ આવકના દાખલાની સર્વિસમાં જઈ અપોઈન્ટમેન્ટ મેળવવી અને અપોઈન્ટમેન્ટ ની રસીદ ડાઉનલોડ કરવી.

રસીદ ની પ્રિન્ટ કરાવી ને લાગુ પડતી કચેરી પર જઈ ઉપરોક્ત જણાવેલ આવક નો દાખલો કઢાવવા ની પ્રક્રિયા અનુસરો.

ડીજીટલ ગુજરાત ની આ (www.digitalgujarat.gov.in) વેબસાઈટ પર થી ઘણા બધા કામો ( સર્વિસો ) ની અરજી ઓનલાઇન કરી શકાય છે. પરંતુ ઓનલાઇન અરજી કરતા પહેલા લાગુ પડતી કચેરી પર જઈ જે તે સર્વિસ માટે ઓનલાઇન અરજી સ્વીકારે છે કે નહિ તે ચકાસી લેવું કારણકે જો તમે ઓનલાઇન અરજી કરો અને કામ ના થાય તો સમય વેડફાઈ જવાથી ઘણા ને યોજના માં લાભ લેવો હોય તે રહીજાય છે.

નીચેની યોજનાઓ વિશે પણ જાણો:

આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા તમામ મિત્રો, સગા વહાલા સુધી શેર કરો.

અમારા દ્વારા સરકાર ની વિવિધ યોજનાઓ, સરકારી યોજનાઓ ના ફોર્મ કઈ રીતે ભરવા, શિક્ષણ ને લગતી માહિતી વગેરે માહિતી સરળ અને સમજી શકાય એવી ભાષામાં લોકો ને મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો લોકો સુધી જરૂર શેર કરો.

Aavak no dakhlo aavak no dakhlo document anubandham gov in registration anubandham gujarat anubandham portal anubandham registration anubandham registration online anubandham rojgar anubandham rojgar portal anubandham rojgar portal gujarat daily offers daily offer zone digital gujarat scholarship Diploma freshers job e samaj kalyan manav Garima yojana ikhedut ikhedut portal i khedut portal i khedut registartion ITI freshers job ITI Job ITI Job Gujarat jati no dakhlo Lose weight manav garima yojana manav garima yojana 2021 manav garima yojana gujarat manav garima yojana in gujarati manav garima yojana kit list Manav Garima Yojana Online apply Mukhyamantri Bal Seva Yojana form Pragati Scholarship Pragati Scholarship Eligibility Pragati Scholarship Scheme rte admission last date rte form rte form last date rte form online rte gujarat rte gujarat school list rte news student loan for foreign study ગુજરાત સરકાર ખેડૂત સહાય યોજના જાતિ નો દાખલો રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ

આવક નો દાખલો (Aavak no dakhlo) વિશે કોઈપણ પ્રકાર નો સવાલ હોય તો નીચે Contact Us પર ક્લિક કરો અથવા Comment માં લખો.
Thank You.

આ ઉપયોગી માહિતી શેર કરો.

1 thought on “Aavak no dakhlo: આવકનો દાખલો માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ, ક્યાંથી કઢાવવો તથા Free માં ફોર્મ મેળવવા વિશે જાણો માત્ર 5 મિનિટ માં….

Leave a Reply