Table of Contents
Gujarat Vahli Dikri Yojana 2022: વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ભરવા શું શું ડોક્યુમેન્ટ જોઈએ, કઈ રીતે ભરવાનું તથા કોણ અરજી કરી શકે વગેરે જાણો માત્ર 5 મિનિટ માં….
વ્હાલી દીકરી યોજના વિશે:
ગુજરાત સરકાર દ્વારા લોક કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાત સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ (WCD) દ્વારા બેટી બચાવો-બેટી પઢાઓ અભિયાન ના ભાગરૂપે સરકારે વ્હાલી દીકરી યોજના ની તારીખ ૦૨/૦૮/૨૦૧૯ થી રાજકોટ ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરી શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના પરિવારો ના પહેલા ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
આવક નો દાખલો કઢાવવા વિશેની સંપૂર્ણ માહિતી
આ માહિતી પણ વાંચો
Vahli Dikri Yojana Form ભરવાં વિશે:
આ યોજનાનું ફોર્મ હાલમાં ઓનલાઈન Online ભરી શકાતું નથી તેથી નીચે મુજબ લાગુ પડતી કચેરી પરથી વિના મુલ્યે ફોર્મ લઈ અરજી કરવાની રહે છે. ભવિષ્યમાં ડિજિટલ ગુજરાત ના પોર્ટલ પરથી Vahli Dikri Yojana form Online ભરી શકાશે. નીચે ફોર્મ તથા ડોક્યુમેન્ટ ની તમામ માહિતી આપેલી છે.
આ ફોર્મ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત આંગણવાડીના કેન્દ્ર પરથી, તાલુકા કક્ષાએ ચાલતી સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રીની કચેરી ખાતેથી અને જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારી ની કચેરી પરથી વિના મુલ્યે ફોર્મ લઈ શકાય છે. અથવા ફોર્મ ડાઉનલોડ કરવા નીચેની Download બટન પર ક્લિક કરો. આ PDF Google Drive પર હોવાથી ફોટા પર ક્લીક કરવાથી જો ઇમેઇલ નું ઓપ્શન સિલેક્ટ કરવાનું મેસેજ આવે તો કરવું જોઈએ.
આ યોજનાનું ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ:
- માતા નું આધાર કાર્ડ
- પિતા નું આધાર કાર્ડ
- દીકરી નું આધાર કાર્ડ ની ઝેરોક્ષ (જો હોય તો)
- લાભાર્થી દીકરીના માતા-પિતા નું લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- રેશનકાર્ડની ઝેરોક્ષ
- આવકનો દાખલો ની ઝેરોક્ષ – 2,00,000/- કે તેથી ઓછી આવક મર્યાદા
- પાસબુકની ઝેરોક્ષ
- દંપતીના હયાત બધા જ બાળકોના જન્મ પ્રમાણપત્રની ઝેરોક્ષ
- દીકરીના માતા-પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મના દાખલોની ઝેરોક્ષ- L.C/ Birth Certificate (જો હોય તો)
- દીકરી નો જન્મના દાખલોની ઝેરોક્ષ -Birth Certificate (જો હોય તો)
- વ્હાલી દીકરી યોજનાનું સોગંધનામું (સરકારશ્રી ની નવી જાહેરાત ઠરાવ ક્રમાંક: મસક/132019/1181/અ(પા.ફા.), તારીખ: 04/04/2022 મુજબ આ સોગંધનામુ બનાવવા ની જરૂર નથી આ માટે ફોર્મ સાથે આપેલ સ્વ ઘોષણા (Self Declaration) પ્રમાણપત્ર આપવાનું રહેશે.)
જો જરૂર જણાય તો દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી તમામ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરી ના સહી સિક્કા કરાવી ( ટ્રુ કોપી – એટેસ્ટેડ કોપી ) તથા ઓરીજનલ પુરાવા સાથે લઈને જવા હિતાવહ રહે છે.
Vahli Dikri Yojana Douments List:
આ ફોટો ડાઉનલોડ કરવા નીચે આપેલ બટન પર ક્લિક કરો
Vahli Dikri Yojana Benefits માં શું લાભ મળે:
આ યોજના હેઠળ દીકરીઓ ને એક લાખને દસ હઝાર રૂપિયા 1,10,000/- સુધી આર્થિક સહાય કરવામાં આવે છે. આ સહાય ની રકમ ત્રણ હપ્તા માં આપવામાં આવે છે.
- દીકરીને જયારે પહેલા ધોરણમાં પ્રવેશ કરાવવામાં આવે ત્યારે પ્રથમ હપ્તો – 4,000/- રૂપિયા ની સહાય
- અને જયારે દીકરી 9 માં ધોરણ માં આવે ત્યારે બીજા હપ્તા માં – 6,000/- રૂપિયા ની સહાય
- અને 18 વર્ષની ઉંમર પુરી થયે ત્રીજા હપ્તા માં – 1,00,000/- રૂપિયા ની આર્થિક સહાય દીકરીના ઉચ્ચ ભણતર કે લગ્ન સહાય તરીકે આપવામાં આવે છે.
જો કોઈ કારણસર દીકરીનું 18 વર્ષ પહેલા આકસ્મિત મૃત્યુ થાય તો તેમને બાકીની સહાય મળવાપાત્ર છે.
આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા:
- લાભાર્થી ના પરિવાર ની વાર્ષિક આવક 2,00,000/- કે તેથી ઓછી મર્યાદામાં હોવી જોઈએ.
- જે દીકરીઓ તારીખ 02/08/2019 કે ત્યારબાદ જન્મેલ હોય તેવી દીકરીઓ ને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- દીકરી જન્મના એક વર્ષની સમયમર્યાદામાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે ત્યારબાદ અરજી સ્વીકાર કરવામાં આવતી નથી.
- હાલમાં દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- અમુક કિસ્સામાં બીજી કે ત્રીજી પ્રસુતિ વખતે એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્ય માં રહેતો હોવો જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિ પાસે બેન્કનું એકાઉન્ટ હોવું જરૂરી છે.
Vahali Dikri Yojana ની રૂપરેખા:
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના/ Vahali Dikri Yojana |
લાભાર્થીઓ | ગુજરાત ની દીકરીઓ |
લેખની ભાષા | ગુજરાતી |
યોજનાનો હેતુ | ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવવું |
મળવાપાત્ર રકમ | 1,10,000/- અંકે એક લાખને દસ હઝાર રૂપિયા |
અરજી કરવાનો સમય | દીકરી ના જન્મ પછી એક વર્ષ સુધીના સમય દરમ્યાન |
આવક મર્યાદા | બે લાખ રૂપિયા કે તેનાથી ઓછી |
સત્તાવાર વેબસાઈટ | wcd.gujarat.government |
ભવિષ્યમાં ઓનલાઈન ફોર્મ ભરવા | digitalgujarat.gov.in |
આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા તમામ મિત્રો, સગા વહાલા સુધી શેર કરો.