May 4, 2024
Kuvarbai Nu Mameru Yojana

Kuvarbai Nu Mameru Yojana

આ ઉપયોગી માહિતી શેર કરો.

Kuvarbai Nu Mameru Yojana: કુંવરબાઈનું મામેરું યોજના ના ફોર્મ વિશે…

સરકાર કન્યાઓ માટે ઘણી યોજનાઓ બહાર પાડી રહી છે. જેથી કન્યાઓ ને વધુમાં વધુ સહાય મળી રહે અને કન્યાઓ આગળ વધી, પ્રગતિ કરી શકે. એમાંની એક કુંવરબાઈ નું મામેરું યોજના છે. આ એક એવી સહાય યોજના છે કે જેમાં દીકરીઓ ને તેમના લગ્ન પછી સહાય આપવામાં આવે છે.

કુંવરબાઈ નું મામેરું યોજના હેઠળ કન્યાઓને 12,000/- રૂપિયા ચેક અથવા સીધા બેંક ખાતામાં સહાય આપવામાં આવે છે.

Kuvarbai Nu Mameru Yojana નો લાભ કોણ લઇ શકે । શું પુરાવા જોઈએ તે નીચે જાણીશું

આ યોજના નો લાભ કોણ લઇ શકે :

  • કુંવરબાઈ નું મામેરું યોજના (Kuvarbai Nu Mameru Yojana) નો લાભ અનુસૂચિત જાતિ ( SC ) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત ( SEBC / OBC ) વર્ગ ની જાતિ માં આવતી પરણીત સ્ત્રીઓ જ લાભ શકે છે.
  • આ યોજના હેઠળ પરિવારની પુખ્તવયની બે દીકરીઓ ને લગ્નપ્રસંગે લાભ આપવામાં આવે છે.
  • આ યોજના નો લાભ લેવા મેરેજ ના બે વર્ષ ની અંદર અરજી કરવાની રહેશે. 

અરજી કરવા માટે ના ડોક્યુમેન્ટ્સ નું લિસ્ટ
kuvarbai nu mameru Yojana documents list :

  1. પરણીતાનું આધારકાર્ડ
  2. પરણીતાના પિતા/ વાલીનું આધારકાર્ડ
  3. પરણીતા નો જાતિનો દાખલો
  4. વર નો જાતિ નો દાખલો ( કન્યાના મેરેજ જે યુવક સાથે થયા હોય તે )
  5. પરણીતાના પિતા નો આવકનો દાખલો અને પિતા હયાત ન હોય તો માતા નો આવકનો દાખલો
  6. રહેણાકનો પુરાવો (લાઈટ બિલ / ડ્રાઇવિંગ લાઇસન્સ/ રેશનકાર્ડ / ભાડા કરાર / ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક ની ઝેરોક્ષ )
  7. લગ્નની નોંધણી કરાવવાનું પ્રમાણપત્ર – મેરેજ સર્ટિફિકેટ ( Marriage Certificate )
  8. પરણીતા નો જન્મ તારીખનો દાખલો / શાળા છોડ્યાનો દાખલો ( L.C )
  9. પરણીતા નો જન્મ તારીખનો દાખલો દાખલો / પરણિત નો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  10. પરણીતા ના બેંકના પાસબુકની પહેલા પણ ની ઝેરોક્ષ અથવા રદ કરાયેલો ચેક ( કન્યા ના નામનો )
  11. પરણીતાના પિતા નું એકરારનામું
  12. પરણીતાના પિતા નું બાહેંદરી પત્રક
  13. જો પરણીતાના પિતા હયાત ન હોય તો મરણ નો દાખલો. 

જાણો મમતા કાર્ડ વિશે ગર્ભવતી મહિલાઓ ને મળે રૂ. 6000/- ની સહાય

નિયમો અને શરતો :

  • Kuvarbai Nu Mameru Yojana અંતર્ગત પરણીતા અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ની હોવી જરૂરી છે.
  • કન્યાના પિતા ની વાર્ષિક આવક મર્યાદા ગામડામાં રૂપિયા 1,20,000/- અને શહેરમાં રૂપિયા 1,50,000/- છે. 
  • આ યોજના માં પરિવારની ફક્ત પુખ્તવયની બે દીકરીઓ ને જ લાભ મળવાપાત્ર છે એટલે કે પરિવાર માં ચાર દીકરીઓ હોય તો ફક્ત બે જ દીકરીઓ લાભ લઇ શકશે.
  • પુનઃ લગ્નના કિસ્સામાં આ યોજનાનો લાભ મળતો નથી. 
  • આ યોજના લાભ લેવા લગ્ન વખતે કન્યાની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની હોવી જરૂરી છે.
  • આ યોજના ની અરજી તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે કરી શકો.

ટ્રાન્સપોર્ટેશન યોજના વિશે જાણો જેમાં વિદ્યાર્થીઓ નું રીક્ષા ભાડું કે બસ ભાડું મળે છે

Kuvarbai Nu Mameru Yojana ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તે જાણો :

  • Kuvarbai Nu Mameru form online કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલ ફોન / ટેબલેટ અથવા લેપટોપ કે કોમ્પ્યુટર થી ઘરે બેઠા ફ્રી માં ફોર્મ ભરી શકે છે.
  • નીચે ફોર્મ કઈ રીતે ભરવાનું તેને સંપૂર્ણ માહિતી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા લાંબી લાગશે પરંતુ જો તમે નીચે દર્શાવ્યાં સ્ટેપ મુજબ ફોર્મ ભરશો તો આસાનીથી ફોર્મ ભરી શકશો.
  • સૌપ્રથમ તમારે તમારા ફોનમાં www.esamajkalyan.gujarat.gov.in આ સરકારની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે. 
  • વેબસાઇટ ખુલ્યા બાદ જો તમે નવા અરજદાર હો તો તમારે રજીસ્ટેશન કરવાનું રહેશે અને જો તમે આ વેબસાઇટ પર પહેલેથી જ રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમારે લોગિન કરવાનું રહેશે.
Kuvarbai Nu Mameru form PDF (ST – અનુ. જનજાતિ માટે) 👉 Download
Kuvarbai Nu Mameru form PDF (SC – અનુસૂચિત જાતિ માટે)👉 Download
Kuvarbai Nu Mameru form PDF (OBC – બક્ષીપંચ માટે )👉 Download
Kuvarbai Nu Mameru Yojana Application Form official website 👉 Click Here
Kuvarbai Nu Mameru Yojana
Kuvarbai Nu Mameru Yojana ફોટો – 1
  • વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરવા માટે ઉપર દર્શાવેલા ફોટો – 1 મુજબ New User? Please Register Here પર ક્લિક કરવાનું છે. જ્યાં અમે લાલ કલર નું બોક્સ કરી સરળ રીતે સમજાય તે માટે ફોટો મુકેલા છે.
Kuvarbai Nu Mameru Yojana
કુંવરબાઈ નું મામેરું યોજના ફોટો – 2
  •  હવે ઉપર દર્શાવેલા ફોટો – 2 મુજબ તમારી બધી વિગતો ભરો અને નીચે Register ( રજીસ્ટર ) લખેલું હશે એ બટન પર ક્લિક કરો. 
  • રજીસ્ટર બટન પર ક્લિક કરતાં જ તમારી Email id પર તમારી યુઝર આઇડી અને તમારો પાસવર્ડ આવી જશે. જેને યાદ રાખવા નોંધી લો.
Kuvarbai Nu Mameru Yojana
કુંવરબાઈ નું મામેરું યોજના ફોટો – 3
  • હવે ઉપર દર્શાવેલા ફોટા – 3 પ્રમાણે તમારી યુઝર આઇડી અને પાસવર્ડ લખી વેબસાઇટ પર લોગીન કરી લો.
  • વેબસાઇટ પર લોગીન થતા જ તમે Profile Update ના પેજ પર પહોંચી જશો Profile Update ના પેજ પર વિગતો આપેલી છે તે ભૂલ ના થાય એવી રીતે ભરો.
  • ખાસ કરીને જાતિ અને પેટ જાતિ લખવામાં ધ્યાન રાખવું. વિગતો સરખી રીતે ભરી ને અપડેટ બટન પર ક્લિક કરો એટલે તમારી પ્રોફાઈલ બની ગઈ છે.
Kuvarbai Nu Mameru Yojana
Gujarat Kuvarbai Nu Mameru Yojana ફોટો – 4
  • પ્રોફાઈલ બની ગયા બાદ તુરંત જ ઉપર દર્શાવેલા ફોટો – 4 મુજબ તમારી સામે નવું ડેશબોર્ડ ખુલશે.
  • કુવરબાઈનુ મામેરુ યોજનાનું નામ દેખાય છે ત્યાં ક્લિક કરો, ક્લિક કરતાની સાથે જ તમારી સામે કુવરબાઈનુ મામેરુ યોજના નું ફોર્મ ખુલી જશે. 
  • ફોર્મ ખુલતાં જ તમારી સામે વ્યક્તિગત માહિતી માટેનું પેજ ખુલશે તેમાં તમારે પરિણીતા ની સંપૂર્ણ માહિતી પેજમાં દર્શાવ્યા પ્રમાણે ભરવાની રહેશે. ત્યારપછી Save and Next ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • Save and Next બટન પર ક્લિક કરતાની સાથે જ તમે અરજીની વિગતો ના પેજ પર પહોંચી જશો.
  • અરજીની વિગત ના આ પેજમાં તમારી માહિતી ભરી ને Save and Next બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  • Save and Next બટન પર ક્લિક કરતાં જ તમે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના પેજ પર પહોંચી જશો ત્યાં તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના સ્થાન પર અપલોડ કરી Save and Next બટન પર ક્લિક કરશો.
  • ત્યારબાદ એક પેજ ઓપન થશે ત્યાં તમારે ચેકબોક્સ પર ટીક કરી Submit પર ક્લીક કરશો એટલે તમારું ફોર્મ સમાજ કલ્યાણ ની ઓફિસ માં જમા થઇ જશે.

આવી રીતે Kuvarbai Nu Mameru form online ભરી શકો છો.

મહત્વની બાબતો :

  • પરિણીતા એ મેરેજ પછી સૌ પ્રથમ મેરેજ સર્ટિફિકેટ કઢાવવા નું રહેશે. – મેરેજ સર્ટિફિકેટ માટે લાગુ પડતી કચેરીમાં વર – વધુ બંને ના પુરાવા જમા કરવી મેળવી શકાય છે. જો સુરત શહેર માં મેરેજ સર્ટિફિકેટ બનાવવું હોય તો અમારો સંપર્ક કરી શકો છો

નોંધઃ આ યોજનાનો લાભ લેવા અરજદાર પાસે પિતા ના નામનું આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું અનિવાર્ય છે તેથી આ લાભ મેળવ્યા બાદ આધારકાર્ડ, પાનકાર્ડ અને બેન્ક એકાઉન્ટ માં નામ ચેન્જ કરાવવું જોઈએ.

  • ત્યારબાદ મેરેજ સર્ટિફિકેટ ના આધારે કન્યા ના આધારકાર્ડ માં પતિ નું નામ ઉમેરવું. આધારકાર્ડ બનાવવા નજીક ના CSC સેન્ટર પર તપાસ કરી શકો છો અથવા લાગુ પડતા નજીક ના મહાનગર પાલિકા, પોસ્ટ ઓફિસ ના આધાર કેન્દ્રો પર જઈ આધાર કાર્ડ બનાવી શકો છો.
  • આધારકાર્ડ માં નામ ચડી ગયા પછી કન્યા નું પાનકાર્ડ કઢાવવા નું રહેશે. પાનકાર્ડ માટે ફક્ત આધારકાર્ડ ની જ જરૂર પડે છે
  • પાનકાર્ડ આવી ગયા બાદ કોઈ પણ બેંક માં ખાતું ખોલાવી શકો છો.

FREE માં જન ધન યોજના ખાતું કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંક માં ખોલાવી શકો છો.

  • Kuvarbai Nu Mameru Yojana – આ યોજના ખુબ જ સારી યોજના છે આનો લાભ મેળવવા લાયક હોય એમણે અવશ્ય લાભ લેવો જોઈએ
  • Kuvarbai Nu Mameru Yojana – આ યોજના માં રૂપિયા અમારા અનુમાને એક મહિના (With in One Month) સુધીમાં બેંક માં જમા થઇ જાય છે.
  • તમારી અરજી ની કાર્યવાહી ક્યાં પહોંચી છે તેની જાણકારી માટે તમે www.esamajkalyan.gujarat.gov.in પર તમારા મેઈલ માં મળેલા યુઝર નામ અને પાસવર્ડ થી લોગીન કરી સ્ટેટ્સ જાણી શકો છો.જ્યાં સુધી તમારા બેંક ખાતા માં યોજનાં ના લાભ ના રૂપિયા જમા ના થાય ત્યાં સુધી જોતા રહેવું જોઈએ કારણ કે તમારા ડોક્યુમેન્ટ માં કઈ પણ ભૂલ હશે તો લાગુ પડતી કચેરી દ્વારા કવેરી (Query) મુકવામાં આવશે જે તમારા સ્ટેટ્સ માં તમે જોઈ શકશો.

આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા તમામ મિત્રો, સગા વહાલા સુધી શેર કરો.

ઉપરોક્ત માહિતી માં કોઈ પણ પ્રકાર ના સવાલ હોય તો નીચે Comment માં લખી શકો છો અથવા નીચે Contact Us પર ક્લીક કરી અમારો કોન્ટેક્ટ કરી શકો છો.

નીચેની યોજનાઓ વિશે પણ જાણો:

ગુજરાતમાં કુંવરબાઈ નું મામેરું યોજના

• Kuvarbai Mameru Yojna 2023
• Kuvarbai Nu Mameru Form 2023 Online Apply
• Kunwarbai Nu Mameru
• Kuvarbai Nu Mameru Yojana Details In Gujarati
• गुजरात में कुंवरबाई की मामेरू योजना
• Kuvarbai Nu Mameru Form 2021 Download
• Kuvarbai Nu Mameru Lyrics Mangalsutra Yojana Form Gujarat
• Kunwar Bai Nu Mameru Form Online
• Kuvarbai Nu Mameru Yojna 2021
• Mameru In Gujarati
• Government Scheme For Girl Marriage In Gujarat

આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા તમામ મિત્રો, સગા વહાલા સુધી શેર કરો.

અમારી વેબસાઈટ પર સરકારી યોજનાઓ જેવી કે વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ, ધંધા માટે, મહિલા માટે, વૃધ્ધો માટે સરળ ગુજરાતી ભાષામાં સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીયે છીએ. તેથી સરકારી યોજનાઓ અને યોજનાઓના ફોર્મ ભરવાની માહિતી માટે અમારા ફેસબુક પેજ ને Like અને Follow કરો જેથી આવી માહિતી તુરંત જ મળી રહે.

આ ઉપરાંત નોકરી, ધાર્મિક – આધ્યાત્મિક વાતો તથા શિક્ષણ ને લગતી માહિતી માટે પણ અમારા ફેસબુક પેજ ને Like અને Follow કરો જેથી આવી માહિતી તુરંત જ મળી રહે.

આ ઉપયોગી માહિતી શેર કરો.

1 thought on “Kuvarbai Nu Mameru Yojana : ફોર્મ કઈ રીતે ભરવું | કોણ આ ફોર્મ ભરી શકે વગેરે સંપૂર્ણ માહિતી

Leave a Reply