May 18, 2024
Manav Garima Yojana
આ ઉપયોગી માહિતી શેર કરો.

કોઈપણ સરકાર હંમેશા રાજ્યના લોકો માટે લાભદાયી યોજનાઓ લાગુ કરતી હોય છે. આ દરેક યોજના દરેક વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક નીવડતી હોય છે. ગુજરાત રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહિત કરવા અને રાજ્યમાં રોજગાર ક્ષમતામાં સુધારો કરવા માટે માનવ ગરિમા યોજના (Manav Garima Yojana Gujarat 2022) શરૂ કરી છે. આ યોજના દ્વારા ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતીમાં સમાવિષ્ટ વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિ વગેરે સમુદાયના લોકો તેમના વ્યવસાય શરૂ કરી શકે છે અને આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરીને સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક મદદ મેળવી શકે છે.

માનવ ગરિમા યોજના (Manav Garima Yojana) હેઠળ રાજ્યના લોકોને પોતાનો વ્યવસાય/ધંધો સ્થાપવા માટે રાજ્ય સરકાર તરફથી આર્થિક મદદ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારે નક્કી કરેલ નિયમો અને શરતોને ધ્યાનમાં રાખીને અરજી કરવાની રહેશે. અહીંયા આ લેખમાં અમે તમને યોજના સંબંધિત તમામ નિયમો, શરતો અને અરજી ક્યાં કેવી રીતે કરવી વગેરે વિશે વિગતવાર જણાવીશું, જેના માટે તમારે આ લેખને અંત સુધી ધ્યાનપૂર્વક વાંચવો પડશે.

માનવ ગરિમા યોજના (Manav Garima Yojana 2022)નો ઉદ્દેશ

ગુજરાત રાજ્યના જે લોકો નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવા વ્યક્તિઓને સ્વરોજગારી માટે નિયમોઅનુસાર જુદા જુદા ધંધા- રોજગાર અનુરૂપ સાધનો/કિટ્‍સ આપવામાં આવે છે.

આપણે બધા કોરોના રોગચાળાના કારણે દરેક ધંધા/વ્યવસાય/રોજગાર સાથે જોડાયેલ લોકોની આર્થિક પરિસ્થિતિથી વાકેફ છીએ, જેમાં ખાસ કરીને નાના ધંધા/વ્યવસાય/રોજગાર સાથે સંકળાયેલા લોકોને ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. ગુજરાત રાજ્ય સરકાર આ યોજના અંતર્ગત આ લોકોને મદદ કરવા જઈ રહ્યી છે. ખાસ કરીને માત્ર નાના ધંધા/વ્યવસાય/રોજગાર સાથે જોડાયેલા લોકો આ યોજના માટે અરજી કરવા પાત્ર છે. 

આ યોજનામાં સમાવિષ્ટ ધંધા/વ્યવસાયનું લિસ્ટ

આ યોજના અંતર્ગત કુલ –૨૮ પ્રકારના વ્યવસાય/ધંધા માટે સાધનો/ટૂલ કિટ્સ આપવામાં આવે છે. જેની યાદી નીચે મુજબ છે.

 • કડીયાકામ
 • સેન્‍ટીંગ કામ
 • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
 • મોચીકામ
 • દરજીકામ
 • ભરતકામ
 • કુંભારીકામ
 • વિવિધ પ્રકારની ફેરી
 • પ્લમ્બર
 • બ્યુટી પાર્લર
 • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
 • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
 • સુથારીકામ
 • ધોબીકામ
 • સાવરણી સુપડા બનાવનાર
 • દુધ-દહી વેચનાર
 • માછલી વેચનાર
 • પાપડ બનાવટ
 • અથાણા બનાવટ
 • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
 • પંચર કીટ
 • ફ્લોર મીલ
 • મસાલા મીલ
 • મોબાઇલ રીપેરીંગ
 • હેર કટીંગ (વાળંદ કામ)

યોજના માટે પાત્રતા માપદંડ/નિયમો/શરતો

 • આ યોજનાનો લાભ જે અરજદારની ઉંમર મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
 • અરજદારના કુટુંબની આવક વાર્ષિક મર્યાદા ગ્રામ્યવિસ્તારમાં ₹ ૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં ₹. ૧,૫૦,૦૦૦ થી વધારે ન હોવી જોઈએ..
 • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિ, લઘુમતિ જાતિ અને વિચરતી વિમુક્ત જાતિ પૈકી અતિપછાત જાતિઓ માટે કોઇ આવક મર્યાદા નથી.
 • અરજદાર દ્વારા અથવા અરજદારના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો ફરીથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.

માનવ ગરિમા યોજનામાં અરજી માટેના દસ્તાવેજો

તમે આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માંગતા હોવ તો નીચે દર્શાવેલ પુરાવાઓ/ડોક્યુમેન્ટ્સ ફરજિયાત જોઈશે.

Manav Garima Yojana Apply: Using Online Form PDF

ઓનલાઈન ફોર્મ પીડીએફનો ઉપયોગ કરીને યોજના માટે અરજી કરવા માટે તમારે તેનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે, ફોર્મ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલ છે.

સૌ પ્રથમ, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. વેબસાઇટ પર જવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

Department of Social Justice and Empowerment 

અહીં ક્લિક કરવાથી તેનું હોમ પેજ તમારી સામે ખુલશે. જ્યાં તમારે “Online Form” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. નીચે બતાવ્યા પ્રમાણે –

ફોર્મ પર ક્લિક કર્યા પછી તમારી સામે એક પેજ ખુલશે. આ પેજ પર નીચે તમે “Manav Garima Yojana Application Form” નો વિકલ્પ જોશો.
ફોર્મ ડાઉનલોડ કરવા માટે આ વિકલ્પ પર ક્લિક કરો. અથવા તમે નીચે આપેલ લિંક દ્વારા પણ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો.

Gujarat Manav Garima Yojana Registration Form PDF Download

હવે ફોર્મ ડાઉનલોડ કર્યા પછી, તમારે તેમાં પૂછવામાં આવેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરવાની રહેશે, જરૂરી દસ્તાવેજો જોડવા પડશે અને તેને સંબંધિત વિભાગની ઓફિસમાં જમા કરાવવા પડશે.
ફોર્મ સબમિટ કર્યા પછી, સંબંધિત અધિકારીઓ દ્વારા તમારી અરજીની તપાસ કરવામાં આવશે. જો તમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તપાસમાં સાચી હશે તો જ તમને યોજનાનો લાભ આપવામાં આવશે.

RTE Gujarat Admission 2022 : ધોરણ-1 થી 8 સુધી ફ્રીમાં બીજા રાઉન્ડમાં એડમિશન કેવી રીતે મળે?

Manav Garima Yojana Online Registration કરવાની પ્રક્રિયા

Gujarat Manav Garima Yojana માટે ઓનલાઈન અરજી કરવા માટે, (Online Apply) તમારે નીચેના પગલાંઓનું પાલન કરવું પડશે.

 • સૌ પ્રથમ તમારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
 • હવે તમારી સામે હોમ પેજ ખુલશે. અહીં હોમ પેજ પર, તમારે “Please Register Here” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
Manav Garima Yojana Online Apply
Manav Garima Yojana Online Apply
 • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. આ નવા પેજ પર તમારે તમારું નામ, લિંગ, જન્મ તારીખ, દાખલ કરવાની રહેશે.
 • આધાર કાર્ડ, નંબર ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાસવર્ડ, કેપ્ચા કોડ વગેરે જેવી યુઝર રજીસ્ટ્રેશન વિગતો દાખલ કરવાની રહેશે.
 • હવે તમારે Register પર ક્લિક કરવાનું રહેશે. નીચે બતાવ્યા પ્રમાણે.
Manav Garima Yojana 2022
Manav Garima Yojana 2022
 • તે પછી, તમારે હોમપેજ પર પાછા જવું પડશે અને “Login” પર ક્લિક કરવું પડશે.
 • હવે તમારે તમારું યુઝરનેમ, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. તે પછી Login પર ક્લિક કરો.
 • તે પછી તમારે તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની જરૂર છે પછી તમારે માનવ ગરિમા યોજના યોજના પસંદ કરવી પડશે. તે પછી, તમારે તમારી અરજી સબમિટ કરવી પડશે.
 • તમે આ પ્રક્રિયાને અનુસરીને માનવ ગરિમા યોજના માટે ઑનલાઇન અરજી કરી શકો છો.

યોજનાની એપ્લિકેશન સ્થિતિ તપાસવાની પ્રક્રિયા

જો તમારે તમારી અરજીની સ્થિતિ તપાસવાની જરૂર હોય, તો તમે નીચે આપેલા પગલાઓ દ્વારા સરળતાથી એપ્લિકેશનની સ્થિતિ ચકાસી શકો છો.

 • સૌ પ્રથમ તમારે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે.
 • અહીં તમારે હોમ પેજ પર “You Application Status” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
e Samaj Kalyan Manav Garima Yojana
e Samaj Kalyan Manav Garima Yojana
 • ક્લિક કરતાં જ તમારી સામે એક પેજ ખુલશે. નીચે બતાવ્યા પ્રમાણે –
Manav Garima Yojana Application Status
Manav Garima Yojana Application Status
 • અહીં તમારે તમારો એપ્લિકેશન નંબર અને જન્મની તારીખ દાખલ કરવી પડશે, તે પછી, તમારે “વ્યૂ સ્ટેટસ” પર ક્લિક કરવાનું રહેશે.
 • ક્લિક કરતાં જ તમારી અરજીનું સ્ટેટસ તમારી સામે ખુલશે.

આ યોજના અંતર્ગત કોઈપણ માહિતી મેળવવા સંપર્ક કરવા અહીં ક્લિક કરો(Gujarat Manav Garima Yojana Helpline Number Or Contact Details).

આ યોજનાના ફોર્મ ભરવા માટે જરૂરી વિડીયો દ્વારા માહિતી માટે અહીંયા ક્લિક કરો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

1 thought on “Manav Garima Yojana 2022 (માનવ ગરિમા યોજના)

Leave a Reply