December 8, 2024
Manav Garima Yojna
આ ઉપયોગી માહિતી શેર કરો.

manav garima yojna 2021-22: આ યોજના હેઠળ ધંધાના સાધનો માટેના ફોર્મ 12/07/2021 થી 31/07/2021 સુધી ભરવાના રહેશે..

માનવ ગરિમા યોજનાનો મુખ્ય હેતુ:

નાનો ધંધો કે રોજગાર કરવા માંગતા હોય તેવી વ્યક્તિઓને અથવા હાલમાં ધંધો કરતા વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ સાધનો / ટુલ કિટ્‍સ આપવામાં આવે છે.

આ યોજના લાભ તારીખ 12/07/2021 થી 31/07/2021 સુધી ફોર્મ ભરી મેળવવા નો રહેશે.

માનવ ગરિમા યોજના નો લાભ કોણ લઇ શકે:

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ
  • આર્થિક રીતે પછાત વર્ગ
  • લઘુમતી માં સમાવિષ્ટ વર્ગ
  • વિચરતી અને વિમુક્ત જાતિ ના લાભાર્થીઓ

આ યોજનાનું ફોર્મ ઓનલાઇન ભરવાની તમામ વિગત નીચે આપેલી છે.

manav garima yojna
માનવ ગરિમા યોજના જાહેર ખબર

નીચે મુજબના કુલ 28 પ્રકાર ના ધંધા માટે સાધનો / ટુલ કિટ્‍સ આપવામાં આવે છે.

  1. કડીયાકામ
  2. સેન્‍ટીંગ કામ
  3. વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  4. મોચીકામ
  5. દરજીકામ
  6. ભરતકામ
  7. કુંભારીકામ
  8. વિવિધ પ્રકારની ફેરી
  9. પ્લમ્બર
  10. બ્યુટી પાર્લર
  11. ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  12. ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
  13. સુથારીકામ
  14. ધોબીકામ
  15. સાવરણી સુપડા બનાવનાર
  16. દુધ-દહી વેચનાર
  17. માછલી વેચનાર
  18. પાપડ બનાવટ
  19. અથાણા બનાવટ
  20. ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  21. પંચર કીટ
  22. ફ્લોર મીલ
  23. મસાલા મીલ
  24. રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
  25. મોબાઇલ રીપેરીંગ
  26. પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
  27. હેર કટીંગ (વાળંદ કામ)
  28. રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)

રજુ કરવાના ડોક્યુમેન્‍ટ ની યાદી:

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી કોઈ એક)
  • અરજદારની જાતિ નો દાખલો
  • વાર્ષિક આવક નો દાખલો
  • અભ્યાસનો પુરાવો
  • જો વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો
  • બાંહેધરીપત્રક (નોટરી કરાવવું ) – સેમ્પલ માટે અહીંયા ક્લિક કરો
  • એકરારનામું – સેમ્પલ માટે અહીંયા ક્લિક કરો

ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેની વિગતવાર માહિતી:

  • માનવ ગરિમા યોજના નું ફોર્મ કોઈપણ વ્યક્તિ પોતાના મોબાઈલ અથવા લેપટોપ કે કોમ્પ્યુટર થી ફ્રી માં ઘરે બેઠા ફોર્મ ભરી શકે છે.
  • નીચે ફોર્મ કઈ રીતે ભરવાનું તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. નીચે દર્શાવેલા સ્ટેપ મુજબ ફોર્મ ભરશો તો આસાનીથી ફોર્મ ભરી શકાશે .
  • સૌપ્રથમ તમારે તમારા ફોનમાં www.esamajkalyan.gujarat.gov.in આ સરકારની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે. 
  • વેબસાઇટ ખુલ્યા બાદ જો તમે નવા અરજદાર હોવ તો તમારે પહેલા રજીસ્ટેશન કરવાનું રહેશે અને જો તમે આ વેબસાઇટ પર પહેલેથી જ રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારે લોગિન જ કરવાનું રહેશે.
manav garima yojna registration
ફોટો – 1
  • વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરવા માટે ઉપર દર્શાવેલા ફોટો – 1 મુજબ New User? Please Register Here પર ક્લિક કરવાનું છે.
ફોટો – 2
  •  હવે ઉપર દર્શાવેલા ફોટો – 2 મુજબ તમારી બધી વિગતો ભરો અને નીચે Register ( રજીસ્ટર ) લખેલું હશે એ બટન પર ક્લિક કરો. 
  • રજીસ્ટર બટન પર ક્લિક કરતાં જ તમારી Email id પર તમારી યુઝર આઇડી અને તમારો પાસવર્ડ આવી જશે. જેને યાદ રાખવા કોઈ ડાયરી માં નોંધી લો.
manav garima yojna registration -1
ફોટો – 3
  • હવે ઉપર દર્શાવેલા ફોટા – 3 પ્રમાણે તમારી યુઝર આઇડી અને પાસવર્ડ લખી વેબસાઇટ પર લોગીન કરી લો.
  • વેબસાઇટ પર લોગીન થતા જ તમે Profile Update ના પેજ પર પહોંચી જશો. Profile Update ના પેજ પર વિગતો આપેલી છે તે ભૂલ ના થાય એવી રીતે ભરવાની રહેશે.
  • ખાસ કરીને જાતિ અને પેટા જાતિ લખવામાં ધ્યાન રાખવું. વિગતો ધ્યાનથી ભરી ને અપડેટ બટન પર ક્લિક કરો એટલે તમારી પ્રોફાઈલ બની ગઈ છે.
Manav Garima Yojna -2
ફોટો – 4
  • પ્રોફાઈલ બની ગયા બાદ તુરંત જ ઉપર દર્શાવેલા ફોટો – 4 મુજબ તમારી સામે નવું ડેશબોર્ડ ખુલશે.
  • માનવ ગરિમા યોજનાનું નામ દેખાય છે ત્યાં ક્લિક કરો, ક્લિક કરતાની સાથે જ તમારી સામે ફોર્મ ખુલી જશે. 
  • ફોર્મ ખુલતાં જ તમારી સામે વ્યક્તિગત માહિતી માટેનું પેજ ખુલશે તેમાં તમારે સંપૂર્ણ માહિતી પેજમાં દર્શાવ્યા પ્રમાણે ભરવાની રહેશે. ત્યારપછી Save and Next ના બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • Save and Next બટન પર ક્લિક કરતાની સાથે જ તમે અરજીની વિગતો ના પેજ પર પહોંચી જશો.
  • અરજીની વિગત ના આ પેજમાં તમારી માહિતી ભરી ને Save and Next બટન પર ક્લિક કરવાનું રહેશે. 
  • Save and Next બટન પર ક્લિક કરતાં જ તમે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા ના પેજ પર પહોંચી જશો ત્યાં તમે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના સ્થાન પર અપલોડ કરી Save and Next બટન પર ક્લિક કરશો.
  • ત્યારબાદ એક પેજ ઓપન થશે ત્યાં તમારે ચેકબોક્સ પર ટીક કરી Submit પર ક્લીક કરશો એટલે તમારું ફોર્મ સમાજ કલ્યાણ ની ઓફિસ માં જમા થઇ જશે.

અરજી ની સ્થિતિ જાણવા લોગીન કરી View Application Status પર ક્લિક કરી અરજી નંબર અને જન્મ તારીખ લખી View Status પર ક્લિક કરો. જ્યાં સુધી યોજનાનો લાભ ના મળે ત્યાં સુધી સ્ટેટસ જોતા રહેવું.

View Application Status

આ યોજના ના નિયમો અને શરતો નીચે મુજબ દર્શાવેલ છે.

  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થગક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી અને વિમુક્ત જાતિ ના ઇસમોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • માનવ ગરિમા યોજનાનો લાભ લેવા અરજદાર ની વાર્ષિક આવક મર્યાદા ગામડામાં, રૂપિયા 1,20,000/- અને શહેરમાં રૂપિયા 1,50,000/- છે. 
  • હાલમાં માનવ ગરીમા યોજના હેઠળ રૂ.૨૫,૦૦૦ની મર્યાદામાં ટુલ કીટ્સ આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવા પાત્ર છે.
  • આ યોજના હેઠળ કુટુંબમાંથી ફક્ત એક જ વ્યજક્તને લાભ મળવાપાત્ર છે.
  • અરજદાર ની ઉંમર જાહેરાતની તારીખે 18 વર્ષ થી ઓછી નહિ અને 60 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
  • વર્ષ 2021-22 માં અરજી કરેલી હોય અને તે ડ્રો માં પસંદ થયેલ ના હોય તો નવેસરથી ફરી અરજી કરી શકાશે.
  • જે તે વ્યવસાય માટેની સરકાર માન્ય તાલીમ લીધેલી હોય તેવા અરજદારો ને પ્રાથમિકતા આપવામાં આવશે.
    માનવ ગરિમા યોજના વધારે કોઈ પણ સવાલો હોય તો અહીંયા ક્લિક કરો.

માનવ ગરિમા યોજના ના ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી મુશ્કેલી અનુભવતા હોવ અથવા અમારી પાસે આ યોજનાનું ફોર્મ ભરાવવું હોય તો અહીંયા ક્લિક કરી અમારો સંપર્ક કરો .

આ ઉપયોગી માહિતી શેર કરો.

4 thoughts on “માનવ ગરિમા યોજના : Free માં મેળવો 25000/-સુધીની તમારા ધંધાને ને લગતા સાધનોની કીટ

Leave a Reply