Table of Contents
MYSY (Mukhyamantri yuva swavalamban yojana ) યોજનાનો હેતુ :
MYSY યોજના, શૈક્ષણિક વર્ષ 2015-16 થી શરુ કરવામાં આવી છે. આ યોજના દ્વારા રાજ્યના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ને ઉચ્ચ શિક્ષણ ની સાથે રહેવા, જમવા તથા પુસ્તકો અને સાધનો મળી રહે એવા હેતુથી આ યોજના નો લાભ આપવામાં આવે છે.
MYSY Scheme નો લાભ કોણ લઇ શકે છે ?
આ યોજનાનો લાભ નીચે મુજબની શરતોને આધીન મળવાપાત્ર છે.
1) a) ધોરણ-10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ હોય તો ડિપ્લોમાં અભ્યાસક્રમ માટે
b) ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહ ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ હોય તો સ્નાતક અભ્યાસક્રમો માટે
c) ડીપ્લોમાં ટુ ડીગ્રી – D2D – DIPLOMA TO DEGREE માટે ડિપ્લોમા અભ્યાસક્રમ ની પરીક્ષા માં 65 ટકા કે તેથી વધુ ટકાવારી હોય તો ડીગ્રી અભ્યાસક્રમ માટે
2) લાભાર્થી ના કુટુંબ અથવા વાલી ની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેથી ઓછી હોય તો જ લાભ મળી શકે છે
નોંધ: આ યોજનાનો લાભ Master Degree – અનુસ્નાતક અભ્યાસક્રમ માટે મળતો નથી.
MYSY યોજનામાં સહાય ની રકમ કેટલી મળે ?
આ યોજના માં સહાય ની રકમ 3 રીતે આપવામાં આવે છે.
1) કોલેજની ફી – ટ્યુશન ફી સહાય:
અભ્યાસક્રમ | મહત્તમ મળતી રકમ |
મેડિકલ અને ડેન્ટલ | રૂ. 2 લાખ |
એનિજીન્યરીંગ / ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રિકલ્ચર, આયુર્વેદ, હોમીઓપેથી, ફિઝીયોથેરાપી, નર્સિંગ, પેરામેડિકલ, વેટરનરી | રૂ. 50 હજાર |
ડિપ્લોમા – Diploma Courses | રૂ. 25 હજાર |
બી.એ – B.A , બી.કોમ – B.COM, બી.એસ.સી – B.Sc, બી.બી.એ – BBA બી.સી.એ – BCA | રૂ. 10 હજાર |
2) રહેવા અને જમવા માટે સહાય:
- MYSY યોજના હેઠળ પાત્રતા ધરાવતા અને રહેઠાણના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
- સરકારી હોસ્ટેલ માં પ્રવેશ નહી મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓ
આવા વિદ્યાર્થીઓ ને રહેવા અને જમવાની સહાય પેટે રૂ.1,200/- પ્રતિ માસ પ્રમાણે 10 માસ લેખે વર્ષે કુલ રૂ.12,000/- મળવાપાત્ર રહેશે.
આવા વિદ્યાર્થીઓએ પોતાન પ્રવર્તમાન રહેઠાણના તાલુકાથી બહાર પ્રવેશ / અભ્યાસ અંગેનું તથા સરકારી હોસ્ટેલ માં પ્રવેશ નહી મળ્યા બાબતનું એકરારનામું આપવું પડે છે.
3) પુસ્તકો અને સાધનો માટેની સહાયઃ
- સરકારી અને પ્રાયવેટ કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને આ લાભ મળે છે.
- પુસ્તકો અને સાધનો માટેની સહાય અભ્યાસક્રમની અવધિ દરમ્યાન ફક્ત એક જ વાર મળવાપાત્ર છે.
અભ્યાસક્રમ | મહત્તમ મળતી રકમ |
મેડિકલ અને ડેન્ટલ | રૂ. 10 હજાર |
એનિજીન્યરીંગ / ટેક્નોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રિકલ્ચર, આયુર્વેદ, હોમીઓપેથી, ફિઝીયોથેરાપી, નર્સિંગ, પેરામેડિકલ, વેટરનરી | રૂ. 5 હજાર |
ડિપ્લોમા – Diploma Courses | રૂ. 3 હજાર |
MYSY યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ: Mysy Documents List
- વિદ્યાર્થી ના આધારકાર્ડ ની ઝેરોક્ષ
- ધોરણ10 અથવા ધોરણ 12 પાસ કર્યા ની માર્કશીટ ની ઝેરોક્ષ
- ડિપ્લોમા અથવા ડિગ્રીમાં અભ્યાસક્રમ મા પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિ નો એડમિશન ની ઝેરોક્ષ
- ટ્યુશન ફી ભર્યાની તમામ રસીદ ની ઝેરોક્ષવાલીના આવક ના દાખલા (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારી નું) ની ઝેરોક્ષ
આવક નો દાખલો કઢાવવા અહીંયા ક્લિક કરી જાણો. - સેલ્ફ ડિક્લેરેશન ઓરીજનલ આપવાનું રહેશે.આ સેલ્ફ ડિક્લેરેશન ના ફોર્મેટ – સેમ્પલ જોવા માટે અહીંયા ક્લિક કરો.
- કોલેજના પ્રિન્સિપાલનું, કોલેજના લેટરહેડ પર ઓરીજનલ પ્રમાણપત્ર આપવું
- હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની રસીદ ની ઝેરોક્ષબેંકના બચત ખાતાની પાસબુક ના પ્રથમ પાનાની ઝેરોક્ષ
- ઇન્કમટેક્ષ રિટર્ન ભર્યાની ઝેરોક્ષ અથવા આવકવેરો ભરવાપાત્ર ના હો તો તે અંગેનું સેલ્ફ ડિક્લેરેશન. આ સેલ્ફ ડિક્લેરેશન ના ફોર્મેટ સેમ્પલ માટે અહીંયા ક્લિક કરો.
- Income tax return forms જેવા કે ITR 1 (sahaj), ITR 2, ITR 3, ITR 4 (sugam). આ ફોર્મ ના ફોર્મેટ – સેમ્પલ ને જોવા અહીંયા ક્લિક કરો.
નોંધ: ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ ને સ્વ- પ્રમાણિત એટલે કે ઝેરોક્ષ માં નીચે સહી કરીને જમાં કરવાના રહેશે અને ઓરીજનલ માં સ્વ- પ્રમાણિત કરવાનું રહેતું નથી.
ઉપરોક્ત ડોક્યુમેન્ટ ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અહીં ક્લિક કરી અમારો સંપર્ક કરો.
MYSY યોજના ના મૂંઝવતા પ્રશ્નો
- આ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થી એ O nline Application કરવાની રહેશે. અરજી કરવા www.mysy.guj.nic.in પર જઈ રજીસ્ટ્રેશન કરીને લોગીન કરવાનું રહેશે. અરજી કરવા અહીંયા ક્લિક કરો.
- ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિની વિવિધ યોજના ઓ પૈકી કોઈ પણ એક જ યોજના નો લાભ લઇ શકાય છે. એટલે કે વિદ્યાર્થી એક સાથે એક થી વધારે યોજના માટે અરજી કરી શકે નહિ.
- માનનીય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના – CMSS હેઠળ દર્શાવેલ 7 કેટેગરીમાં આવતા અને કૌટુંબિક વાર્ષિક આવક 4.5 લાખ કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા વિદ્યાર્થીઓને મેરીટના આધારે લાભ આપવા ઠરાવવામાં આવેલ છે. MYSY યોજનાનો લાભ લેતા વિદ્યાર્થીઓ CMSS ( Chief Minister scholarship Scheme ) યોજનાનો પણ લાભ લઇ શકે છે. CMSS નો લાભ લેવા અહીંયા ક્લિક કરો અથવા www.scholarships.gujarat.gov.in પર લોગીન કરો.
આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓ ને દર વર્ષે આપવામાં આવે છે તેથી દર વર્ષે અરજી કરી લાભ મેળવવો.
જે વર્ષે એડમિશન લીધું હોય એ વર્ષે લાભ લેવાનો બાકી રહી ગયો હોય તો Delayed અરજી કરી લાભ લઇ શકો છો.
MYSY યોજનાની સહાય ની રકમ વિદ્યાર્થી દ્વારા અરજી કર્યાના 2 મહિના સુધીમાં વિદ્યાર્થી ના બેંક ખાતામાં જમા થાય છે. આ માટે વિદ્યાર્થીના બેંક ખાતા સાથે આધારકાર્ડ લિંક હોવું જરૂરી છે.
MYSY યોજનાનો હેલ્પ લાઈન નંબર:
Helpline Number : 079 – 26566000 / 7043333181
ઉપરોક્ત માહિતી ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે Comment માં લખો અથવા અહીં ક્લિક કરી અમારો સંપર્ક કરો.