May 18, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.

પોસ્ટ એસ.એસ.સી ( S.S.C ) શિષ્યવૃત્તિ યોજના : આ યોજના માં ધોરણ 10 પછીના અભ્યાસક્રમ માટે જુદા જુદા ગ્રૂપ A, B, C અને D મુજબ ટ્યુશન ફી તથા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

Post SSC Scholarship Yojana યોજનાનો લાભ કોને મળે :

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને એસ.એસ.સી એટલે કે ધોરણ – 10 પછીના અભ્યાસક્રમો માટે વાર્ષિક રૂપિયા 2,300/- થી 12,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ જુદા જુદા ગ્રૂપ A, B, C અને D મુજબ ટ્યુશન ફી તથા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે.

ગ્રૂપ હોસ્ટેલર – હોસ્ટેલ માં રહેતા ( વાર્ષિક ) ડેસ્કોલર – રૂમ રાખીને ભાડે રહેતા ( વાર્ષિક )
A  રૂ. 12,000/- રૂ. 5,500/-
B રૂ. 8,200/- રૂ. 5,300/-
Cરૂ. 5,700/-રૂ. 3000/-
રૂ. 3,800/-રૂ. 2,300/-
Post SSC Scholarship Yojana હેઠળ મળતા લાભ ની વિગત

ઉપરોક્ત લાભ લેવા માટે કુમાર માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 250000 ની છે અને કન્યાઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6,00,000/- સુધીની છે જ્યારે વાર્ષિક આવક રૂપિયા 6,00,000/- લાખથી વધારે આવક ધરાવતી કન્યાઓને માત્ર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

ધોરણ -10 પછી ફ્રી માં ભણી શકાય એવા કોર્સ ની માહિતી

આ યોજનાનો લાભ ક્યાંથી મળે :

  • નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી પર થી
  • સેલ્ફ ફાઈનાન્સ સંસ્થાઓ એટલે કે પ્રાઇવેટ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પૂરેપૂરી શિક્ષણ ફી મળવાપાત્ર છે.
  • Freeship Card – ‘ફી માફી કાર્ડ’ દ્વારા કોઈપણ ફી ભર્યા વગર પ્રવેશ આપવાની યોજના અમલમાં છે Freeship Card – ફી માફી કાર્ડ લાગુ પડતી કચેરીએ થી મેળવી શકો છો.
Post SSC Scholarship Yojana
Post SSC Scholarship Yojana

ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ યોજના વિશે જાણો

જરૂરી પુરાવા ની યાદી :

નોંધ : આ યોજનાનું ફોર્મ ડીજીટલ ગુજરાત પોર્ટલwww.digitalgujarat.gov.in માં સ્કુલ દ્વારા વિદ્યાર્થી ની ડેટા એન્ટ્રી કરી ભરવામાં આવે છે.

વધારે માહિતી માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર Register કરી જાતિ મુજબ લાગુ પડતી યોજનાનો લાભ લઇ શકાય છે.

Digital Gujarat Helpline No. – 18002335500

ઉપરોક્ત Post SSC Scholarship Yojana માહિતી ની પુષ્ટિ કરવા ઓફિશિયલ વેબસાઈટ પરથી, સંબંધીત શાળા અથવા લાગુ પડતી કચેરી નો સંપર્ક સાધવો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply