May 18, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.

Pragati Scholarship Scheme નો હેતુ :

Pragati Scholarship યોજના નો હેતુ હોશિયાર વિદ્યાર્થીઓ માટે નાણાકીય સહાય / શિષ્યવૃત્તિ આપી ભણતર માં મદદ મળી રહે.

રાષ્ટ્રના સામાજીક તેમજ આર્થિક વિકાસ માટે મહિલાઓ અને પૃરુષો બંને ફાળો મળવો જરૂરી છે. જો દરેક ક્ષેત્રમાં મહિલા અને પુરુષનો એક સમાન વિકાસ થાય તો જ કોઈ પણ દેશ ઝડપથી સામાજીક તેમજ આર્થિક વિકાસ સાધી શકે છે.

મહિલા સશકિતકરણ, મહિલાઓની સુરક્ષા, મહિલાઓ સામાજીક ક્ષેત્રે સન્માન પૂર્વક જીવન જીવવા માટે તથા શિક્ષણનો વ્યાપ વધારવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અવનવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે.
જેમ કે, મહિલા સ્વાવલંબન યોજના, વન સ્ટોપ સેન્‍ટર, 181 મહિલા હેલ્પલાઈન, વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના, છોકરીઓને વિનામૂલ્યે શિક્ષણ, વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ વગેરે ઘણીબધી સરકારી યોજનાઓ કાર્યરત છે.

Pragati Scholarship Yojana :

ટેકનીકલ શિક્ષણનો વ્યાપ વધારવા માટે ઘણી બધી યોજનાઓ અને સ્કોલરશીપ વિધાર્થીઓ ને આપવામાં આવતી હોય છે. આવી જ એક Pragati Scholarship Scheme નામની યોજના શરુ કરવામાં આવી છે. આ યોજનાને કારણે મહિલાઓ માં ટેકનીકલ શિક્ષણનો વ્યાપ વઘી શકશે.

આ યોજના મીનીસ્ટ્રી ઓફ હ્યુમન રીસોર્ચ ડેવલોપમેન્ટ ( MHRD ), કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આ યોજનાને AICTE ( All India Council for Technical Education ) દ્વારા અમલ માં મુકવામાં આવી છે. આવી યોજનાઓના કારણે મહિલાઓ માં શિક્ષણનો વ્યાપ વધારી શકાય છે. પ્રગતિ સ્કોલરશીપ યોજનાનો ઉદ્દેશ છોકરીઓમાં ટેકનીકલ શિક્ષણ નો વ્યાપ વધારી સ્કીલ વધારવા તથા સારું ભવિષ્ય બનાવવાનો છે.

Pragati Scholarship

Pragati Scholarship scheme નો મુખ્ય ઉદ્દેશ :

આપણા દેશમાં નારી સશકિતકરણ માટે ભણતર ખુબ જ જરૂરી છે. જેમાં ટેકનિકલ શિક્ષણ થકી મહિલાઓ દ્વારા પણ દેશના વિકાસમાં સારું યોગદાન મળી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને ભારત સરકારશ્રી દ્વારા Pragati Scholarship Yojana અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ડિપ્લોમા તથા ડિગ્રીનો અભ્યાસ કરતી વિધાર્થીનીઓને આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી છોકરીઓ માં ટેકનિકલ શિક્ષણ નો વ્યાપ વધારી તેઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાય.

આ યોજનાનો લાભ કોને મળે : 

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા માન્ય કોલેજોમાં ડિપ્લોમા (Diploma) તથા ડિગ્રી (Degree)કોર્સમાં અભ્યાસ કરતી છોકરીઓ ને જ આ યોજના હેઠળ લાભ આપવામાં આવે છે. આ યોજના માટે નીચે મુજબ કેટલાક ધારા-ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.

 • આ સ્કોલરશીપ યોજનાનો લાભ ફક્ત મહિલાઓને / છોકરીઓને જ આપવામાં આવે છે.
 • ડિગ્રી અથવા ડિપ્લોમાના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનીઓને આ લાભ મળવાપાત્ર છે અથવા લેટરલ એન્ટ્રી (Lateral Entry) એટલે કે ITI પછી Diploma કે Diploma પછી Degree  ના બીજા વર્ષમાં એડમિશન મેળવ્યું હોય તો પણ આ લાભ મળવાપાત્ર છે.
 • આ યોજનાનો લાભ પરિવારની વધુમાં વધુ 2 છોકરીઓને મળવા પાત્ર છે.
 • પરિવારની વાર્ષિક આવક મર્યાદા 8 લાખ રૂપિયા થી ઓછી હોવી જોઈએ.

આ યોજના હેઠળ અનામત નો લાભ :

અનામત નો લાભ ભારત સરકારના વર્તમાન નિયમો અનુસાર આપવામાં આવશે.

 • અનામતની જોગવાઈ કેન્‍દ્ર સરકાર (Government of India) ના નિયમો પ્રમાણે SC, ST અને OBC ઉમેદવારો માટે અનુક્રમે 15%, 7.5% અને 27% અનામત છે
 • જો કોઈપણ અનામત કેટેગરી ( ST/ ST/ OBC ) માં ખાલી જગ્યા હોય તો તે જગ્યાને જનરલ કેટેગરીમાં આવતા વિદ્યાર્તીઓ ને આપવામાં આવશે.

જાતિ નો દાખલો ઓનલાઇન કઢાવવા ની માહિતી માટે અહીંયા ક્લિક કરો.

નિયમો અને પસંદગી માટેના ધારા ધોરણો :

ડિપ્લોમા અને ડિગ્રીમાં ભણતી વિદ્યાર્થીનીઓને જ Pragati Scholarship યોજના નો લાભ મળવા પાત્ર છે.

 • ઉમેદવારોની પંસદગી મેરીટના આધારે કરી સ્કોલરશીપ આપવામાં આવશે.
 • સ્કોલરશીપની વહેંચણી તેમજ મેરીટ લિસ્ટ રાજ્યો દ્વારા તૈયાર કરવામાં આવશે.
 • જો એક કરતાં વધારે ઉમેદવારોના ક્વોલિફિકેશન માર્કસ સરખા થાય તો પસંદગીની પ્રક્રિયા ઉંમર ( જે ઉંમર માં નાના હશે તેના ) ના આધારે કરવામાં આવશે.
 • જો ઉંમર માં અને મેરીટ બંને માં સમાનતા હોય તો કુટુંબની વાર્ષિક આવકને ધ્યાનમાં લેવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ્સ ની યાદી :

 • આધારકાર્ડ
 • જાતિ નો દાખલો
 • આવકનો દાખલો ( મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીથી ઉપરના અધિકારીનો દાખલો )
 • લાગુ પડતી માર્કશીટો
 • પ્રવેશ પત્ર ( એડમિશન લેટર )
 • ટ્યુશન ફીની રસીદ
 • બેંક પાસબુક ( બેંક એકાઉન્ટ આધારકાર્ડ સાથે લિંક હોવું જોઈએ.)
 • માતા-પિતાનું ડિક્લેરેશન

આવક નો દાખલો ઓનલાઇન કઢાવવા ની માહિતી માટે અહીંયા ક્લિક કરો.

કેટલો લાભ મળવા પાત્ર છે ?

આ યોજના હેઠળ ડિપ્લોમા (Diploma) કોર્સ માટે દર વર્ષે રૂ. 50,000/- લેખે ત્રણ વર્ષ માટે 1.5 લાખ રૂપિયા અને ડિગ્રી (Degree) કોર્સ માટે દર વર્ષે રૂ. 50,000/- લેખે ચાર વર્ષ માટે 2 લાખ રૂપિયા ની શિષ્યવૃતિ આપવામાં આવશે.

આ યોજના હેઠળ સહાયની રકમ DBT (Direct Benefit Transfer) દ્વારા સીધા વિધાર્થીનીઓના ખાતામાં જમા કરવામાં આવે છે.

 • વિધાર્થીનીઓને ટેકનિકલ શિક્ષણ માટે કોલેજ ફી, પરીક્ષા ફી, પુસ્તકો, સાધનો, વાહન, કોમ્પ્યુટર , દૃષ્ટિહીન માટે સોફ્ટવેર ખરીદવા વગેરેની કુલ રકમ તરીકે શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે. હોસ્ટેલ ફી કે રહેવા માટે આ સહાય આપવામાં આવતી નથી.

અરજી કેવી રીતે કરવી :

 • સૌ પ્રથમ વિદ્યાર્થીઓએ નેશનલ સ્કોલરશીપ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • રજીસ્ટ્રેશન કરવા માટે નેશનલ સ્કોલરશીપ પોર્ટલ @ scholarship.gov.in પર જઈ New Registration પર ક્લિક કરો.
national scholarship portal registration
નેશનલ સ્કોલરશીપ પોર્ટલ રજીસ્ટ્રેશન
 • ત્યારબાદ બધી સૂચનાઓ અને વિગતો વાંચી ડીક્લેરેશન પર ટિક કરો અને પછી Continue પર ક્લિક કરો
 • હવે લાગુ પડતી તમામ જરૂરીયાત મુજબ ની તમામ વિગતો ભરો અને પછી કેપ્ચા કોડ લખી અને રજીસ્ટર પર ક્લિક કરો
 • ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP અને એપ્લિકેશન ID મોકલવામાં આવશે.
 • OTP વેરીફાઈ થયા પછી ફોર્મ ની બધી વિગતો ચકાસીલો અને સબમિટ પર ક્લિક કરો.
 • હવે ફ્યુચર રેફરન્સ માટે આ અરજી ની પ્રિન્ટઆઉટ નીકાળી લો.

હવે પછી અરજી ની સ્થિતિ જાણવા AICTE પોર્ટલ પર જઈ Login કરો.

આ યોજનાની ઓફિશ્યિલ વેબસાઈટ www.aicte-pragati-saksham-gov.in પર તમામ વિગતો વાંચો.

Pragati Scholarship Scheme ની ઓફિશિયલ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

Pragati Scholarship માટેની હેલ્પલાઇન

આ યોજના બાબતે કોઈ પણ સવાલો કે સમસ્યા હોય તો હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો અથવા ઇમેઇલ પણ કરી શકો છો.

 • National Scholarship Portal Helpline – 0120-6619540
 • Scholarship Queries – helpdesk@nsp.gov.in
આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply