September 14, 2024
RTE Admission
આ ઉપયોગી માહિતી શેર કરો.

RTE Admission 2021: ફોર્મ કઈ રીતે ભરવું, ડોક્યુમેન્ટ નું લિસ્ટ, સ્કૂલ નું લિસ્ટ વગેરે માહિતી

RTE Admission કઈ રીતે મળે છે તથા RTE શું છે?. જાણો નીચે સંપૂર્ણ વિગત:
RTE એક એવો કાયદો જે 2009 માં THE RIGHT OF CHILDREN TO FREE & COMPULSORY EDUCATION ACT, 2009 અંતર્ગત ફ્રી અને ફરજીયાત ભણતર એ બાળક નો અધિકાર છે એવો કાયદો 1st day of April, 2010 ના રોજ થી ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો.

આ અધિનિયમ 2009 અને 2012 ના કાયદામુજબ હેઠળ ગુજરાત ની કાયદા હેઠળ સમાવેશ તમામ પ્રાઇવેટ પ્રાથમિક શાળાઓ માં પહેલા ધોરણ ની કુલ સંખ્યાના 25% અનામત રાખી RTE પોર્ટલ દ્વારા એડમિશન આપવામાં આવે છે.

આ યોજના હેઠળ બાળક ને મફત પ્રવેશ આપવામાં આવે છે અને વિધાર્થીઓ ને દર વર્ષે સ્કૂલ ડ્રેસ, બુટ, બેગ, પુસ્તકો, સ્કૂલે આવવા – જવા વગેરે ના ખર્ચ પેટે 3000/- રૂપિયા સીધા વાલી અથવા વિદ્યાર્થી ના ખાતા માં જમાં કરવામાં આવે છે.

RTE Admission નું ફોર્મ કોણ ભરી શકે છે એના વિશે જાણો.

આ યોજના હેઠળ વંચિત અને નબળા જૂથ ના નીચે મુજબ ના બાળકોને બિન અનુદાનિત પ્રાથમિક શાળાઓ માં નિ:શૂલ્ક પ્રવેશ આપવામાં આવે છે.

  1. અનુસૂચિત જાતિ ( Schedule Cast – SC )અને અનુસૂચિત જન – જાતિ ( Schedule Tribe – ST ) ના બાળકો.
  2. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિ ના બાળકો.
  3. સામાન્ય કેટેગરી ( જનરલ કેટેગરી ) બિન અનામત વર્ગ ના બાળકો.
  4. અનાથ બાળકો.
  5. જે માતા – પિતા ને સંતાન માં માત્ર એક જ દીકરી હોય તેવી દીકરીઓ.
  6. રાજ્ય સરકાર હસ્તક ની સરકારી આંગણવાડી માં ભણતા બાળકો.
  7. બાળગૃહ ના બાળકો.
  8. સંભાળ અને સંરક્ષણ ની જરૂરીયાત વાળા બાળકો.
  9. બાળ મજુર / સ્થળાંતરીત મજુર ના બાળકો.
  10. 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી ( SC, ST, SEBC, જનરલ તથા અન્ય કેટેગરી ) ના તમામ BPL કાર્ડ ધારક ના બાળકો.
  11. લશ્કરી / અર્ધ લશ્કરી કે પોલીસદળ ના ફરજ દરમિયાન શહિદ જવાનો ના બાળકો.
  12. એન્ટી – રેટ્રોવાયરલ થેરાપી ( ART ) ની સારવાર લેતા બાળકો.
  13. મંદબુદ્ધિ / સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને દિવ્યાંગ તથા ખાસ જરુરુયાત વાળા બાળકો.

    ઉપરોક્ત સમાવેશ તમામ બાળકો ના ફોર્મ ભરી શકાય છે.

RTE Admission નું ફોર્મ ઓનલાઇન કેવી રીતે ભરવામાં આવે છે તેની વિગતો જાણવા અહીં ક્લીક કરો.

RTE Document :

RTE ADMISSION
RTE Document List
Download
RTE ડોક્યુમેન્ટનું લિસ્ટ ડાઉનલોડ કરો

RTE ડોક્યુમેન્ટ નું લિસ્ટ : વિગતવાર

ડોક્યુમેન્ટ નો પ્રકાર માન્ય ડોક્યુમેન્ટ
અડ્રેસ પ્રુફ – રહેઠાણ નો પુરાવો આધાર કાર્ડ, લાઈટ બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ તથા રજિસ્ટર્ડ ભાડા કરાર પૈકી કોઈ પણ એક.
( નોટરાઇઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહિ )
કાસ્ટ સર્ટિફિકેટ- વાલીનો જાતિ નો દાખલોલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી જેવા કે મામલતદાર, સમાજ કલ્યાણ અધિકારી વગેરે નું પ્રમાણપત્ર.જનરલ કેટેગરી માં આવતા વાલી
ઈન્ક્મ સર્ટિફિકેટ- વાલી નો આવક નો દાખલોલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી જેવા કે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે નું પ્રમાણપત્ર. આવક નો દાખલો ત્રણ થી જૂનો ના હોવો જોઈએ.
બર્થ સર્ટિફિકેટ- જન્મ તારીખ નો દાખલોલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નું પ્રમાણપત્ર અથવા માતા – પિતા કે વાલી નું સોગંધનામુ.
ફોટોપાસપોર્ટ સાઈઝ નો ફોટો.
BPL માં આવતા લોકો 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી ના BPL ધારકો એ લાગુ પડતા અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર આપવાનું રહેશે. BPL રેશન કાર્ડ ને BPL તરીકે આધારભૂત ગણવામાં આવશે નહિ.
બાળક નું આધાર કાર્ડ બાળક ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
વાલી નું આધાર કાર્ડ વાલી ના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
બેંક નો પુરાવો બાળક અથવા વાલી ની બેંક ખાતા ની પાસબુક ની ઝેરોક્ષ.
સંતાન માં માત્ર એક જ દીકરી હોય લાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નો સિંગલ ગર્લ ચાઈલ્ડ(માત્ર એક જ દીકરી) હોવાનો દાખલો / પ્રમાણપત્ર
વિચરતી અને વિમુક્ત જન જાતિલાગુ પડતી કચેરી થી લાગુ પડતા અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર
અનાથ બાળકોલાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર
સંભાળ અને સંરક્ષણ ની જરૂરીયાત વાળા બાળકો લાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર
બાળગૃહ ના બાળકોલાગુ પડતા જિલ્લા ના ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ( CWC ) નું પ્રમાણપત્ર
બાળ મજુર / સ્થળાંતરીત મજુર ના બાળકોલાગુ પડતા જિલ્લા ના લેબર અને રોજગાર વિભાગ ના લેબર અધિકારી નો દાખલો.
સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકોસિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર
ખાસ જરુરુયાત વાળા દિવ્યાંગ બાળકોસિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર ( 40% મિનિમમ )
એન્ટી – રેટ્રોવાયરલ થેરાપી ની ની સારવાર લેતા બાળકો.સિવિલ સર્જન નો દાખલો / પ્રમાણપત્ર
શહિદ થયેલા જવાન ના બાળકો લાગુ પડતા સક્ષમ અધિકારી નો દાખલો / પ્રમાણપત્ર
RTE Document | RTE ડોક્યુમેન્ટ નું લિસ્ટ

RTE Document pdf મેળવવા અહીં ક્લિક કરો. ( Download )

જાણો RTE એડમિશન ની પ્રાથમિકતા કોને આપવામાં આવે છે.

  1. અનાથ બાળકો.
  2. સંભાળ અને સંરક્ષણ ની જરૂરીયાત વાળા બાળકો.
  3. બાળગૃહ ના બાળકો.
  4. બાળ મજુર / સ્થળાંતરીત મજુર ના બાળકો.
  5. મંદબુદ્ધિ / સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને દિવ્યાંગ તથા ખાસ જરુરુયાત વાળા બાળકો.
  6. એન્ટી – રેટ્રોવાયરલ થેરાપી ( ART ) ની સારવાર લેતા બાળકો
  7. લશ્કરી / અર્ધ લશ્કરી કે પોલીસદળ ના ફરજ દરમિયાન શહિદ જવાનો ના બાળકો.
  8. જે માતા – પિતા ને સંતાન માં માત્ર એક જ દીકરી હોય તેવી દીકરીઓ.
  9. રાજ્ય સરકાર હસ્તક ની સરકારી આંગણવાડી માં ભણતા બાળકો.
  10. 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી ( SC, ST, SEBC, જનરલ તથા અન્ય કેટેગરી ) ના તમામ BPL કાર્ડ ધારક ના બાળકો.
  11. અનુસૂચિત જાતિ ( Schedule Cast – SC )અને અનુસૂચિત જન – જાતિ ( Schedule Tribe – ST ) ના બાળકો.
  12. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ / અન્ય પછાત વર્ગ / વિચરતી અને વિમુક્ત જાતિ ના બાળકો.
  13. સામાન્ય કેટેગરી ( જનરલ કેટેગરી ) બિન અનામત વર્ગ ના બાળકો.

ખાસ નોંધ લેવા જેવી બાબતો તથા મૂંઝવતા પ્રશ્નો:

  • આ યોજના માં ફોર્મ ભરવા તમારા બાળકે જુનિયર કે.જી કે સિનિયર કે.જી માં ભણેલા ના હોય તો પણ ફોર્મ ભરી શકાય છે.
  • જનરલ કેટેગરી માં આવતા વાલીઓ જાતિ નો દાખલો ના હોય તો પણ RTE નું ફોર્મ ભરી શકો છો. પરંતુ EBC નું સર્ટિફિકેટ હિતાવહ રહે છે.
  • RTE કાયદા હેઠળ ધોરણ -1 માં એડમિશન લેવા માંગતા બાળક ના એડમિશન ની તારીખે 6 વર્ષ પુરા થયેલા હોવા જોઈએ નહીંતર એડમિશન મળી શકશે નહિ.પરંતુ જે વર્ષે એડમિશન લેવાનું હોય એ વર્ષે ની પહેલી જૂને 5 વર્ષ પૂર્ણ થયા હોય એમને એડમિશન મળી શકે છે.
  • શાળાઓ ની યાદી જોવા https://rte.orpgujarat.com/ વેબ પોર્ટલ માં શાળા ઓ ની યાદી માં જઈ તમારો જિલ્લો, એરયો વગેરે લખી સર્ચ કરો. અથવા શાળાઓ ની યાદી જોવા ( RTE Gujarat School List ) અહીં ક્લિક કરો.
  • આ ફોર્મ ઓનલાઇન – ONLINE ભરવામાં આવે છે. આ ફોર્મ કોઈપણ પોતાની જાતે જ ફોન, ટેબ્લેટ, લેપટોપ – કોમ્પ્યુટર વગેરે દ્વારા ભરી શકે છે.

RTE Form Online – ONLINE ફોર્મ કઈ રીતે ભરાય તેની વિગતો માટે અહીં ક્લિક કરો.

જાતિ નું લિસ્ટ નીચે મુજબ ક્લિક કરી જોવો.

વધારે માં કંઈ પણ પ્રશ્નો હોય તો RTE ની ઓફિશ્યિલ વેબસાઈટ પરના વારંવાર પુછાતા પ્રશ્નો વાંચો. વારંવાર પુછાતા પ્રશ્નો વાંચવા અહીં ક્લિક કરો.

RTE Admission નું ફોર્મ ઓનલાઇન ભરવાની માહિતી માટે અહીં ક્લીક કરો.

RTE હેલ્પલાઈન નંબર:

RTE Helpline Number: 079-41057851
સવારે 11:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી ( કામકાજ ના દિવસ દરમિયાન )

ઉપરોક્ત તમામ માહિતી સાચી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. છતાં કોઈ ને પણ RTE Admission ની માહિતી વિશે કોઈ પણ સવાલ હોય તો નીચે Comment માં લખી શકો છો અથવા અમને અહીં ક્લિક કરી કોન્ટેક્ટ કરી શકો છો.

RTE News : RTE વિશેની લેટેસ્ટ જાણકારી માટે અમારું ફેસબુક પેજ Follow કરો.

આ યોજનાની માહિતી ફક્ત ગુજરાત રાજ્ય ના લાભાર્થીઓ માટે જ છે.

Aavak no dakhlo aavak no dakhlo document anubandham gov in registration anubandham gujarat anubandham portal anubandham registration anubandham registration online anubandham rojgar anubandham rojgar portal anubandham rojgar portal gujarat daily offers daily offer zone digital gujarat scholarship Diploma freshers job e samaj kalyan manav Garima yojana ikhedut ikhedut portal i khedut portal i khedut registartion ITI freshers job ITI Job ITI Job Gujarat jati no dakhlo Lose weight manav garima yojana manav garima yojana 2021 manav garima yojana gujarat manav garima yojana in gujarati manav garima yojana kit list Manav Garima Yojana Online apply Mukhyamantri Bal Seva Yojana form Pragati Scholarship Pragati Scholarship Eligibility Pragati Scholarship Scheme rte admission last date rte form rte form last date rte form online rte gujarat rte gujarat school list rte news student loan for foreign study ગુજરાત સરકાર ખેડૂત સહાય યોજના જાતિ નો દાખલો રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ

આ ઉપયોગી માહિતી શેર કરો.

1 thought on “RTE Admission 2021 Full Details: પ્રાયવેટ સ્કૂલ માં બાળક ને Free માં ભણાવી શકાય છે. જાણો સંપૂર્ણ વિગત.

Leave a Reply