December 21, 2024
Srimad Bhagwad Gita Adhyay 1
આ ઉપયોગી માહિતી શેર કરો.

આપણે સૌ જાણીયે છીએ અને સાંભળીયે છીએ કે હાલના સમયમાં તમામ સમસ્યાના ઉકેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે પરંતુ સરળ ભાષામાં સમજી શકાય એવા સોર્સ સરળતાથી મળતા નથી આથી અમે આ માહિતી સરળ રીતે લોકો સુધી પહોંચી શકે એવો પ્રયાસ કરેલ છે. જો આ માહિતી તમને સારી લાગે તો તમારા સગા વ્હાલા, મિત્રો સુધી શેર કરજો.

Srimad Bhagwad Gita Adhyay 1: અર્જુનવિષાદ યોગ

મહાભારતના યુદ્ધ સમયે અર્જુને જયારે એના પરમ મિત્ર અને સારથી એવા ભગવાન શ્રી કૃષ્ણને પોતાનો રથ સેનાની વચ્ચે લઈ જવા કહ્યું જેથી એ જોઈ શકે કે શત્રુ પક્ષમાં કોણ કોણ લડવા માટે એકત્ર થયા છે ત્યારે અર્જુન એ પોતાના અતિપ્રિય એવા ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય અને આચાર્ય દ્રોણ તથા નજીકના સગા સંબંધીઓને જોયા ત્યારે એનું હૈયું કંપી ઉઠ્યું. અને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું આ બધાને હણીને રાજ્ય મેળવવું એના કરતા કરતાં તો નહી લડવું સારું.

આમ કહી પોતાના ગાંડિવનો પરિત્યાગ કરી શોકાતુર બની રથમાં બેસી ગયો. ત્યારે ભગવાને જે સંદેશ આપ્યો એ શ્રીમદ્ ભગવદ્ ગીતા ના નામે સુપ્રસિદ્ધ થયો. આથી જ શ્રીમદ્ ભગવદ્ ગીતા ના પ્રથમ અધ્યાયનું શીર્ષક યોગ્ય રીતે જ અર્જુનવિષાદયોગ આપવામાં આવ્યું છે.

પ્રથમ અધ્યાય: અર્જુનવિષાદ યોગ

રચન: વેદ વ્યાસ

અથ પ્રથમો‌உધ્યાયઃ |

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-1

ધૃતરાષ્ટ્ર બોલ્યા:
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ |
મામકાઃ પાણ્ડવાશ્ચૈવ કિમકુર્વત સંજય || ||૧||

:- હે સંજય, ધર્મક્ષેત્ર માં યુદ્ધ ની ઇચ્છા થી એકઠા થયેલા મારા અને પાંડવનાં પુત્રો શું કરે છે.

સંજય બોલ્યા:
દૃષ્ટ્વા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દૂર્યોધનસ્તદા |
આચાર્યમુપસંગમ્ય રાજા વચનમબ્રવીત || ||૨||

:- હે રાજન, પાંડવોની સેના વ્યવસ્થા જોઇ અને દુર્યોધને પોતાના આચાર્ય પાસે જઇ તેને કહ્યું.

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-3

પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ |
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા || ||૩||

:- હે આચાર્ય, આપનાં તેજસ્વી શિષ્ય દ્રુપદપુત્ર દ્વારા વ્યવસ્થિત કરેલ આ વિશાળ પાંડુ સેનાને જુઓ.

અત્ર શૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ |
યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ || ||૪||


ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન |
પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવ: || ||૫||


યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન |
સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ || ||૬||

:- તેમાં ભીમ અને અર્જુન સમાન કેટલાયે મહાન શૂરવીર યોદ્ધાઓ છે જેમકે યુયુધાન, વિરાટ અને મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બલવાન કાશિરાજ, પુરુજિત, કુન્તિભોજ તથા નરશ્રેષ્ટ વિક્રાન્ત યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજા, સુભદ્રાપુત્ર (અભિમન્યુ), અને દ્રોપદીનાં પુ્ત્રો – બધાંજ મહારથી છે.

અસ્માકં તુ વિશિષ્ટા યે તાન્નિબોધ દ્વિજોત્તમ |
નાયકા મમ સૈન્યસ્ય સંજ્ઞાર્થં તાન્બ્રવીમિ તે || ||૭||

:- હે દ્વિજોત્તમ, આપણી બાજુ પણ જે વિશિષ્ટ યોદ્ધા છે તે આપને કહું છું. આપણા સૈન્યનાં જે પ્રમુખ નાયક છે તેનાં નામ હું આપને કો કહું છું.

ભવાન્ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજયઃ |
અશ્વત્થામા વિકર્ણશ્ચ સૌમદત્તિસ્તથૈવ ચ || ||૮||

:- આપ સ્વયં, ભીષ્મ પિતામહ, કર્ણ, કૃપ, અશ્વત્થામા, વિકર્ણ તથા સૌમદત્ત (સોમદત્તનો પુત્ર) – આ બધા પ્રમુખ યોદ્ધા.

અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્તજીવિતાઃ |
નાનાશસ્ત્રપ્રહરણાઃ સર્વે યુદ્ધવિશારદા: || ||૯||

:-આપણા પક્ષમાં યુદ્ધમાં કુશળ, વિવિધ શસ્ત્રોમાં પ્રવિણ અન્ય પણ અનેક યોદ્ધા છે જે મારા માટે પોતાનું જીવન પણ ત્યાગવા તૈયાર છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-10

અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતમ |
પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતમ || ||૧૦||

:- ભીષ્મ પિતામહ દ્વારા રક્ષિત આપણી સેનાનું બળ પર્યાપ્ત નથી, પરન્તુ ભીમ દ્વારા રક્ષિત પાંડવોની સેના બલ પૂર્ણ છે.

અયનેષુ ચ સર્વેષુ યથાભાગમવસ્થિતાઃ |
ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવન્તઃ સર્વ એવ હિ || ||૧૧||

:- માટે બધા લોકો જે પણ સ્થાનો પર નિયુક્ત હો ત્યાંથી બધા દરેક પ્રકારે ભીષ્મ પિતામહની રક્ષા કરે.

તસ્ય સંજનયન્હર્ષં કુરુવૃદ્ધઃ પિતામહઃ |
સિંહનાદં વિનદ્યોચ્ચૈઃ શઙ્ખં દધ્મૌ પ્રતાપવાન્ || ||૧૨||

:- ત્યારે કુરુવૃદ્ધ પ્રતાપવાન ભીષ્મ પિતામહે દુર્યોધનના હૃદયમાં હર્ષ ઉત્પન્ન કરતા ઉચ્ચ સ્વરમાં સિંહનાદ કર્યો અને શંખ વગાડવો શરૂ કર્યો.

તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ |
સહસૈવાભ્યહન્યન્ત સ શબ્દસ્તુમુલોઽભવત્ || ||૧૩||

:- ત્યારે અનેક શંખ, નગારા, ઢોલ, શૃંગી આદિ વગડવા લાગ્યા જેનાથી ઘોર નાદ ઉત્પન્ન થયો.

તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતિ સ્યન્દને સ્થિતૌ |
માધવઃ પાણ્ડવશ્ચૈવ દિવ્યૌ શઙ્ખૌ પ્રદધ્મતુઃ || ||૧૪||

:- ત્યારે શ્વેત અશ્વો જોડેલા ભવ્ય રથમાં વિરાજમાન ભગવાન માધવ અને પાંડવ પુત્ર અર્જુને પણ પોતપોતાનાં શંખ વગાડ્યા.

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-15

પાઞ્ચજન્યં હૃષીકેશો દેવદત્તં ધનઞ્જયઃ |
પૌણ્ડ્રં દધ્મૌ મહાશઙ્ખં ભીમકર્મા વૃકોદરઃ || ||૧૫||

:- ભગવાન હૃષિકેશે પાઞ્ચજન્ય નામનો પોતાનો શંખ વગાડ્યો અને ધનંજય (અર્જુન)એ દેવદત્ત નામક શંખ વગાડ્યો. તથા ભીમ કર્મા ભીમે પોતાનો પૌણ્ડ્ર નામક મહાશંખ વગાડ્યો.

અનન્તવિજયં રાજા કુન્તીપુત્રો યુધિષ્ઠિરઃ |
નકુલઃ સહદેવશ્ચ સુઘોષમણિપુષ્પકૌ || ||૧૬||

:- કુન્તીપુત્ર રાજા યુધિષ્ઠિરે પોતાનો અનન્ત વિજય નામક શંખ, નકુલે સુઘોષ અને સહદેવે પોતાનો મણિપુષ્પક નામક શંખ વગાડ્યો.

કાશ્યશ્ચ પરમેષ્વાસઃ શિખણ્ડી ચ મહારથઃ |
ધૃષ્ટદ્યુમ્નો વિરાટશ્ચ સાત્યકિશ્ચાપરાજિતઃ || ||૧૭||
દ્રુપદો દ્રૌપદેયાશ્ચ સર્વશઃ પૃથિવીપતે|
સૌભદ્રશ્ચ મહાબાહુઃ શઙ્ખાન્દધ્મુઃ પૃથક્પૃથક્ || ||૧૮||

:- ધનુર્ધર કાશિરાજ, મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમ્ન, વિરાટ તથા અજેય સાત્યકિ, દ્રુપદ, દ્રોપદીનાં પુત્રો તથા અન્ય બધા રાજાઓએ તથા મહાબાહુ સૌભદ્ર (અભિમન્યુ) એ – બધાએ પોતપોતાનાં શંખ વગાડ્યા.

સ ઘોષો ધાર્તરાષ્ટ્રાણાં હૃદયાનિ વ્યદારયત્ |
નભશ્ચ પૃથિવીં ચૈવ તુમુલો વ્યનુનાદયન્ || ||૧૯||

:- શંખોના આ મહાધ્વનિથી આકાશ અને પૃથ્વિ ગુંજવા લાગ્યા તથા ધૃતરાષ્ટ્રનાં પુત્રોનાં હૃદય બેસી ગયા.

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-20

અથ વ્યવસ્થિતાન્દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન્કપિધ્વજઃ |
પ્રવૃત્તે શસ્ત્રસંપાતે ધનુરુદ્યમ્ય પાણ્ડવઃ || ||૨૦||
હૃષીકેશં તદા વાક્યમિદમાહ મહીપતે |

:- ત્યારે ધૃતરાષ્ટ્રનાં પુત્રોંને વ્યવસ્થિત જોઇ, કપિધ્વજ (જેમના ધ્વજ પર હનુમાનજી વિરાજમાન હતા) શ્રી અર્જુને શસ્ત્ર ઉઠાવી ભગવાન હૃષિકેશને આ વાક્ય કહ્યાં.

અર્જુન બોલ્યા:
સેનયોરુભયોર્મધ્યે રથં સ્થાપય મેઽચ્યુત || ||૨૧||
યાવદેતાન્નિરિક્ષેઽહં યોદ્‌ધુકામાનવસ્થિતાન્ |
કૈર્મયા સહ યોદ્ધવ્યમસ્મિન્ રણસમુદ્યમે || ||૨૨||

:- હે અચ્યુત, મારો રથ બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરો જેથી હું યુદ્ધની ઇચ્છા રાખવા વાળા આ યોદ્ધાઓનું નિરીક્ષણ કરી શકું જેની શાથે મારે યુદ્ધ કરવાનું છે.

યોત્સ્યમાનાનવેક્ષેઽહં ય એતેઽત્ર સમાગતાઃ |
ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર્યુદ્ધે પ્રિયચિકીર્ષવઃ || ||૨૩||

:- દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં ભલું ઇચ્છવા વાળા રાજાઓને, જે અહીં યુદ્ધ માટે એકત્રિત થયા છે, હું જોઇ લઉં.

સંજય બોલ્યા:
એવમુક્તો હૃષીકેશો ગુડાકેશેન ભારત |
સેનયોરુભયોર્મધ્યે સ્થાપયિત્વા રથોત્તમમ્ || ||૨૪||

:- હે ભારત (ધૃતરાષ્ટ્ર), ગુડાકેશનાં આ વચનો પર ભગવાન હૃષિકેશે તે ઉત્તમ રથને બન્ને સેનાઓની મધ્યમાં સ્થાપિત કરી દીધો.

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-25

ભીષ્મદ્રોણપ્રમુખતઃ સર્વેષાં ચ મહીક્ષિતામ્ |
ઉવાચ પાર્થ પશ્યૈતાન્સમવેતાન્કુરૂનિતિ || ||૨૫||

:- રથને ભીષ્મ પિતામહ, દ્રોણ તથા અન્ય બધાંજ પ્રમુખ રાજાઓની સામે (એ બન્ને સેનાઓની મધ્યમાં) સ્થાપિત કરી, કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે પાર્થ આ કુરુવંશી રાજાઓને જુઓ.

તત્રાપશ્યત્સ્થિતાન્પાર્થઃ પિતૄનથ પિતામહાન્ |
આચાર્યાન્માતુલાન્ભ્રાતૄન્પુત્રાન્પૌત્રાન્સખીંસ્તથા || ||૨૬||
શ્વશુરાન્સુહૃદશ્ચૈવ સેનયોરુભયોરપિ |
તાન્સમીક્ષ્ય સ કૌન્તેયઃ સર્વાન્બન્ધૂનવસ્થિતાન્ || ||૨૭||

:- ત્યાં પાર્થને પોતાનાં પિતાનાં ભાઈઓ, પિતામહો (દાદા), આચાર્યોં, મામાઓ, ભાઈઓ, પુત્રો, મિત્રો, પૌત્રો, શ્વશુરોં (સસુર), સંબંધીઓ બન્ને બાજુની સેનાઓમાં દેખાયા.

કૃપયા પરયાવિષ્ટો વિષીદન્નિદમબ્રવીત્ |

:- આ રીતે પોતાનાં સગા સંબંધિઓ અને મિત્રોને યુદ્ધમાં ઉપસ્થિત જોઇ અર્જુનનું મન કરુણાપૂર્ણ થઇ ઉઠ્યું અને તેણે વિષાદ પૂર્વક કૃષ્ણ ભગવાનને કહ્યું.

અર્જુન બોલ્યા:
દૃષ્ટ્વેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતમ્ || ||૨૮||

:- હે કૃષ્ણ, હું પોતાનાંજ લોકોને યુદ્ધ માટે તત્પર અહીં ઉભેલાં જોઇ રહ્યો છું.

સીદન્તિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ |
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે || ||૨૯||

:- આને જોઇને મારાં અંગો ઠંડા પડી રહ્યા છે, અને મારૂં મોં સુકાઇ રહ્યું છે, અને મારૂં શરીર કંપી રહ્યું છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-30

ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે |
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ || ||૩૦||

:- મારા હાથમાંથી ગાંડીવ ધનુષ્ય પડવામાં છે, અને મારી બધી ત્વચા માનો આગમાં સળગી ઉઠી છે. હું અવસ્થિત રહેવામાં અશક્ત થઇ ગયો છું, મારૂં મન ભ્રમિત થઇ રહ્યું છે.

નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ |
ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે || ||૩૧||

હે કેશવ, જે નિમિત્ત છે તેમાં પણ મને વિપરીતજ દેખાય રહ્યું છે, કારણકે હે કેશવ, મને પોતાનાંજ સ્વજનો ને મારવામાં કોઇ પણ પ્રકારનું કલ્યાણ દેખાતું નથી.

ન કાઙ્ક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ |
કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગૈર્જીવિતેન વા || ||૩૨||

હે કૃષ્ણ, મને વિજય, કે રાજ્ય અને સુખો ની ઇચ્છા નથી. હે ગોવિંદ, (પોતાનાં પ્રિયજનોની હત્યા કરી) આપણને રાજ્યથી, કે ભોગો્થી, ત્યાં સુધી કે જીવન થી પણ શું લાભ છે.

યેષામર્થે કાઙ્ક્ષિતં નો રાજ્યં ભોગાઃ સુખાનિ ચ |
ત ઇમેઽવસ્થિતા યુદ્ધે પ્રાણાંસ્ત્યક્ત્વા ધનાનિ ચ || ||૩૩||

જેને માટેજ આપણે રાજ્ય, ભોગ તથા સુખ અને ધનની કામના કરીએ, તે જ આ યુદ્ધમાં પોતાનાં પ્રાણોની બલિ ચઢવા માટે તૈયાર અહીં ઉપસ્થિત છે.

આચાર્યાઃ પિતરઃ પુત્રાસ્તથૈવ ચ પિતામહાઃ |
માતુલાઃ શ્વશુરાઃ પૌત્રાઃ શ્યાલાઃ સંબન્ધિનસ્તથા || ||૩૪||

ગુરુજન, પિતાજન, પુત્ર, તથા પિતામહ, માતુલ, સસુર, પૌત્ર, સાળા આદિ બધાજ સંબન્ધિ અહીં ઉપસ્થિત છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-35

એતાન્ન હન્તુમિચ્છામિ ઘ્નતોઽપિ મધુસૂદન |
અપિ ત્રૈલોક્યરાજ્યસ્ય હેતોઃ કિં નુ મહીકૃતે || ||૩૫||

હે મધુસૂદન. આને અમે ત્રૈલોક્યનાં રાજ ને માટે પણ નહી મારવા ઇચ્છીએ, તો આ ધરતીને માટે તો વાત જ શું, ભલે તે અમને મારી નાખે.

નિહત્ય ધાર્તરાષ્ટ્રાન્નઃ કા પ્રીતિઃ સ્યાજ્જનાર્દન |
પાપમેવાશ્રયેદસ્માન્હત્વૈતાનાતતાયિનઃ || ||૩૬||

ધૃતરાષ્ટ્રનાં આ પુત્રોને મારી અમને ભલા શું પ્રસન્નતા પ્રાપ્ત થશે હે જનાર્દન. ઇન આતતાયિનોં કો માર કર હમેં પાપ હી પ્રાપ્ત હોગા|

તસ્માન્નાર્હા વયં હન્તું ધાર્તરાષ્ટ્રાન્સ્વબાન્ધવાન્ |
સ્વજનં હિ કથં હત્વા સુખિનઃ સ્યામ માધવ || ||૩૭||

માટે ધૃતરાષ્ટ્રના પુત્રો તથા પોતાનાં અન્ય સંબન્ધિઓને મારવા અમારે માટે ઉચિત નથી. હે માધવ, પોતાનાજ સ્વજનોને મારીને અમને કયા પ્રકારે સુખ પ્રાપ્ત થઇ શકે?

યદ્યપ્યેતે ન પશ્યન્તિ લોભોપહતચેતસઃ |
કુલક્ષયકૃતં દોષં મિત્રદ્રોહે ચ પાતકમ્ || ||૩૮||

જો કે આ લોકો, લોભને કારણ જેમની બુદ્ધિ હરાઇ ગઇ છે, પોતાનાજ કુળનાં નાશમાં અને પોતાનાં મિત્રોની સાથે દ્રોહ કરવામાં કોઈ દોષ જોઇ શકતા નથી.

કથં ન જ્ઞેયમસ્માભિઃ પાપાદસ્માન્નિવર્તિતુમ્ |
કુલક્ષયકૃતં દોષં પ્રપશ્યદ્ભિર્જનાર્દન || ||૩૯||

પરન્તુ હે જનાર્દન, આપણે લોકો તો કુળનો નાશ કરવામાં દોષ જોઇ સક્યે છીએ, આપણે આ પાપથી નિવૃત્ત કેમ ન થવું જોઇએ? (અર્થાત આ પાપ કરવાથી બચવું જોઇએ).

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-40

કુલક્ષયે પ્રણશ્યન્તિ કુલધર્માઃ સનાતનાઃ |
ધર્મે નષ્ટે કુલં કૃત્સ્નમધર્મોઽભિભવત્યુત || ||૪૦||

કુળનો નાશ થઇ જવાથી કુળનો સનાતન (સદિયોથી ચાલી રહેલ) કુલધર્મ પણ નષ્ટ થઇ જાય છે. અને કુળનો ધર્મ નષ્ટ થવાથી બધા પ્રકારનાં અધર્મ વધવા લાગે છે.

અધર્માભિભવાત્કૃષ્ણ પ્રદુષ્યન્તિ કુલસ્ત્રિયઃ |
સ્ત્રીષુ દુષ્ટાસુ વાર્ષ્ણેય જાયતે વર્ણસંકરઃ || ||૪૧||

અધર્મ ફેલાઇ જવાથી, હે કૃષ્ણ, કુળની સ્ત્રિઓ પણ દૂષિત થઇ જાય છે. અને હે વાર્ષ્ણેય, સ્ત્રિઓનાં દૂષિત થઇ જવાથી વર્ણધર્મ નષ્ટ થઇ જાય છે.

સંકરો નરકાયૈવ કુલઘ્નાનાં કુલસ્ય ચ |
પતન્તિ પિતરો હ્યેષાં લુપ્તપિણ્ડોદકક્રિયાઃ || ||૪૨||

કુળનાં કુલઘાતી વર્ણસંકર (વર્ણધર્મનું પાલન ન કરવાથી) નરકમાં જાય છે. તેનાં પિતૃજન પણ પિંડ અને જળની પરમ્પરાઓના નષ્ટ થવાથી (શ્રાદ્ધ આદિ ન થવાથી) અધોગતિને પ્રાપ્ત થાય છે (તેમનો ઉદ્ધાર થતો નથી).

દોષૈરેતૈઃ કુલઘ્નાનાં વર્ણસંકરકારકૈઃ |
ઉત્સાદ્યન્તે જાતિધર્માઃ કુલધર્માશ્ચ શાશ્વતાઃ || ||૪૩||

આ પ્રકારે વર્ણભ્રષ્ટ કુલઘાતિયો ના દોષોથી તેનાં સનાતન કુલધર્મ અને જાતિધર્મ નષ્ટ થઇ જાય છે.

ઉત્સન્નકુલધર્માણાં મનુષ્યાણાં જનાર્દન |
નરકેનિયતં વાસો ભવતીત્યનુશુશ્રુમ || ||૪૪||

હે જનાર્દન, કુલધર્મ ભ્રષ્ટ થયેલ મનુષ્યોને અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરવો પડે છે, તેવું મેં સાંભળ્યું છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક-45

અહો બત મહત્પાપં કર્તું વ્યવસિતા વયમ્ |
યદ્રાજ્યસુખલોભેન હન્તું સ્વજનમુદ્યતાઃ || ||૪૫||

અહો ! આપણે આ મહાપાપ કરવા માટે આતુર થઇ અહીં ઉભા છીએ. રાજ્ય અને સુખનાં લોભમાં પોતાનાજ સ્વજનોને મારવા માટે વ્યાકુળ છીએ.

યદિ મામપ્રતીકારમશસ્ત્રં શસ્ત્રપાણયઃ |
ધાર્તરાષ્ટ્રા રણે હન્યુસ્તન્મે ક્ષેમતરં ભવેત્ || ||૪૬||

યદિ મારા વિરોધ રહિત રહેતા, શસ્ત્ર ઉપાડ્યા વિના પણ આ ધૃતરાષ્ટ્રનાં પુત્ર હાથોમાં શસ્ત્ર પકડી મને આ યુદ્ધ ભૂમિમાં મારી નાખે, તો તે મારા માટે (યુદ્ધ કરવાને બદલે) વધુ સારૂં હશે.

સંજય બોલ્યા:
એવમુક્ત્વાર્જુનઃ સંખ્યે રથોપસ્થ ઉપાવિશત્ |
વિસૃજ્ય સશરં ચાપં શોકસંવિગ્નમાનસઃ || ||૪૭||

આમ કહીને શોકથી ઉદ્વિગ્ન થએલા મનથી અર્જુન પોતાનાં ધનુષ બાણ છોડી રથનાં પાછલા ભાગમાં બેસી ગયા.

ઓં તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે

અર્જુનવિષાદયોગો નામ પ્રથમો‌உધ્યાયઃ ||1 ||

અર્જુનવિષાદયોગ નામનો શ્રીમદ્ ભગવદ્ ગીતા નો પ્રથમ અધ્યાય સમાપ્ત

નોંધ:-

મિત્રો આવી જ રીતે અમારા દ્વારા Srimad Bhagwad Gita ના તમામ અધ્યાય પ્રકાશિત કરવામાં આવશે તેથી જો તમે શ્રીમદ્ ભગવદ્ ગીતા ને ધ્યાનથી દરરોજ વાંચશો તો તમામ અધ્યાયનું રસપાન કરી શકશો.

Srimad Bhagwad Gita Adhyay 1 ને તમારા તમામ મિત્ર વર્તુળ, સગા સંબંધી સુધી શેર કરો

Srimad Bhagwad Gita Adhyay 1 માં જો તમને કંઈ ભૂલ જણાતી હોય તો અમારો સંપર્ક કરો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply