September 14, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.

ગુજરાત સરકારે ડિજિટલ ઈન્ડિયા ની દિશામાં જાહેર કર્યું Urban WiFi Project જેમાં નિઃશુલ્ક
Wi-Fi ઈન્ટરનેટ સેવા આપવામાં આવશે ગુજરાત સરકારે Wi-Fi સુવિધા માટે 55 શહેરો ના નામ જાહેર કર્યા.

Free Urban WiFi Project ચાલુ કરવા માટે :

  • આ લાભ લેવા માટે તમારા મોબાઈલ, ટેબલેટ અથવા તમારા લેપટોપ માં Wi-Fi ચાલુ કરવાનું રહેશે
    અને Urbanwifi પર ક્લિક કરી જોડાણ કરો
  • પછી તમારા ફોન માં જે નંબર હોય તે લખવાનો રહેશે.
  • હવે તમારા મોબાઈલ નંબર પર OTP આવે એ લખવાનો રહેશે.
  • OTP લખીને Submit કરો એટલે free wifi ચાલુ થઇ જશે.

નોકરી માટે હવે સરકારી વેબસાઈટ રજીસ્ટ્રેશન કરો અને તમારા લાયક નોકરી શોધો

વધુ જાણવા અહીંયા Click કરો

આ યોજનાથી ડિજિટલ સેવા સેતુ યોજનાને પણ વેગ મળશે નીચે જાણો Digital Seva Setu Yojana વિશે.

આ સુવિધા નીચે મુજબ, રાજ્યના 55 શહેરોમાં મળવાપાત્ર છે.

અમરેલી ડભોઈ જેતપુર નડિયાદ સુરેન્દ્રનગર
આણંદ દાહોદ કડી નવસારી ઉના
અંજાર ડીસા કલોલ પાલનપુર ઉંઝા
અંકલેશ્વર ધોળકા કેશોદ પાલીતાણા ઉપલેટા
બારડોલી ધોરાજી ખંભાત પાટણ વલસાડ
ભરૂચ ધ્રાંગધ્રા મહુવા પેટલાદ વાપી
ભુજ ગાંધીધામ માંડવી પોરબંદર વેરાવળ
બીલીમોરા ગોધરા માંગરોળ સાણંદ વિજોલપોર
બોપલ ગોંડલ મહેસાણા સાવરકુંડલા વિરમગામ
બોરસદ હાલોલ મોડાસા સિદ્ધપુર વિસનગર
બોટાદ હિંમતનગર મોરબી શિહોર વઢવાણ
55 શહેરો ની યાદી

આ સુવિધા ઉપરના શહેરોના બસ સ્ટેશન, સિવિલ હોસ્પિટલ, જિલ્લા/ તાલુકા કોર્ટ, જિલ્લા/ તાલુકા ની લાઈબ્રેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને નગરપાલિકા જેવા જાહેર સ્થળો પર કુલ 323 જેટલા WiFi Hotspot પરથી Free WiFi Seva અપાય છે.

Free WiFi Seva થી ડિજિટલ સેવા સેતુ યોજના દ્વારા લોક કલ્યાણની ઓનલાઈન સેવાઓ સરળ થશે અને આમ ગ્રામજનોને તેમના ગામ ની નજીક માં જ સેવાઓ મળી રહેશે . 

ડિજિટલ સેવા સેતુ યોજના હેઠળ સરકારી વહીવટી કાર્યો/ જનકલ્યાણની સેવાઓ માટે ગ્રામ જનોને તાલુકા અથવા જિલ્લાની મુલાકાત લીધા વગર તમામ સેવાઓ ઘરઆંગણે મળી રહે તેવો પ્રયાસ છે. 

આ યોજના હેઠળ ગામડાઓ માં ગ્રામ જનોને ઘરઆંગણે સેવાઓમાં રેશનકાર્ડ, જાતિ નું પ્રમાણપત્ર, આવક નો દાખલો, સોગંદનામા, વિધવાઓ માટેનું પ્રમાણપત્ર, વગેરે ઘણી બધી સેવાઓ મળી રહે છે.

ગ્રામજનોને પોતાના ગામ માંજ નોટરીની પણ સુવિધા મળી રહે તે માટે તલાટી/મહેસુલ અધિકારીને હવે ગામડાઓમાં સોગંદનામા આપવાની સત્તા આપવામાં આવી છે

સેવાઓ ઝડપી થાય એ માટે ડિજિટલ સહીને બદલે ઇ-સહી ની પણ સુવિધા આપવામાં આવે છે

આ યોજના હેઠળ ગ્રામજનોએ 20 રૂ. જેવો નજીવો ચાર્જ ચૂકવવો પડે છે.

Urban WiFi ProjectFree WiFi Seva વિશે વધુ જાણવા અધિકૃત વેબસાઈટ ની મુલાકત લો અથવા અહીંયા Click કરો.

અધિકૃત વેબસાઈટ : https://dst.gujarat.gov.in/

કોઈપણ સરકારી યોજનાઓ ના ફોર્મ ભરવાની માહિતી મેળવવા અહીંયા Click કરો

હેલ્પલાઈન:

Helpline : Urban WiFi Project

હેલ્પડેસ્ક : 079- 23256601

Email : urbanwifi@gmail.com

urban Wifi project
urban Wifi project

અમારો સંપર્ક સાધવા માટે Contact Us

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply