May 18, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.

Anubandham Rojgar Portal। Online Registration । Benefits of Anubandham Rojgar Portal । અનુબંધમ પોર્ટલ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં નવી નોકરી ની તકો ઉભી થાય અને તમામ ને રોજગાર મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે. આ માટે Gujarat Employment Services દ્વારા Digital India પ્રોગ્રામ હેઠળ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 06/08/2021 ના રોજ અનુબંધમ પોર્ટલ ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવાર સીધા નોકરી આપનાર ની વિગતો મેળવી શકે છે. અને નોકરી માટે ઓનલાઇન અરજી પણ કરી શકે છે.

Anubandham Rojgar Portal મુજબ હાલમાં 28,619 નોકરી પ્રદાતા દ્વારા 40,093 નોકરી ની ભરતી જાહેરાતો કરવામાં આવી છે અને દરરોજ આ સંખ્યામાં વધારો થતો રહે છે.

Rojgar kacheri ના આ પોર્ટલ પર કોણ રજીસ્ટ્રેશન કરી શકે :

આ પોર્ટલ પર તમામ લોકો તેમને લાયક નોકરી માટે અરજી કરી શકે છે.

 • અભણ લોકો પણ પોતાની આવડત ધરાવતા હોય તો રજીસ્ટ્રેશન કરી શકે છે અને એમને લાયક નોકરી માટે અરજી કરી શકે છે.
 • નોકરી પ્રદાતા પોતાની ઓફિસ, કંપની વગેરે માટે જરૂરિયાત મુજબ ભરતી માટે રજીસ્ટ્રેશન કરી સારા કર્મચારી શોધી શકે છે.

વિદેશ અભ્યાસ માટે રૂ. 15 લાખ સુધીની લોન મેળવો માત્ર 4% ના વ્યાજદરે

આ યોજના વિશે વધુ જાણવા અહીંયા ક્લીક કરો

આ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ નું લિસ્ટ :

 • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઈસન્‍સ કે પાસપોર્ટ માંથી કોઈપણ એક
 • ભણતર ની વિગતો માટે માર્કશીટ
 • માંગેલી જગ્યા માટે ઉમેદવાર નો અનુભવ હોય તો અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર (Experience Certificate)
 • પાસપોર્ટ સાઈઝ ફોટો
 • જાતિનો દાખલો (જો આવશ્યકતા હોય તોજ)
 • આવકનો દાખલો (જો આવશ્યકતા હોય તોજ)

Anubandham Portal પર ઓનલાઇન અરજી કરવાની વિગતો :

આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન તથા અરજી કરવાનું ખુબ જ સરળ છે.

Anubandham Rojgar Portal માટે Directorate of Employment & Training તથા શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ‘‘અનુબંધમ એપ્લિકેશન” લોન્ચ કરવામાં આવી છે જે Google Play Store પર થી ડાઉનલોડ કરી શકો છો. પરંતુ એપ્લિકેશન માં રજીસ્ટર નું ઓપ્શન આપેલ ન હોવાથી નીચે મુજબ ની પ્રક્રિયા અનુસરી પહેલા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

Anubandham Rojgar Portal ની એપ્લિકેશન Download કરવા અહીંયા ક્લિક કરો.

 • સૌપ્રથમ તમારા ફોન અથવા લેપટોપ માં Google Chrome માં જઈ “Anubandham Portal” અથવા anubandham.gov.in ટાઈપ કરો.
Anubandham Rojgar Portal
Anubandham Rojgar Portal પર ઓનલાઇન અરજી કરવાની વિગતો
Click on Register Button
 • હવે નોકરી મેળવવા માટે “Job Seeker”  પર ક્લિક કરો અને નોકરી પ્રદાતા “Job Provider/ Employer”  પર ક્લિક કરો.
 • ત્યારબાદ Mobile લખેલું છે ત્યાં મોબાઈલ નંબર લખીને Next પર ક્લિક કરો
 • હવે તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP લખી વેરિફાઈ કરો અને જરૂરી તમામ વિગતો ભરો
 • ત્યારબાદ Sign Up બટન પર ક્લિક કરો હવે તમારું રજીસ્ટ્રેશન સફળતા પૂર્વક થઇ ગયું છે.

ત્યારબાદ Login કરો અને Profile માં જઈ જરૂરી તમામ વિગતો ભરો.

અનુબંધમ પોર્ટલની વિશેષતાઓ :

 • પોર્ટલ દ્વારા નાગરિકો રોજગાર મેળવી શકશે.
 • નોકરીદાતાઓ (કંપનીઓ) તેમના જરૂરી કૌશલ્ય મુજબની જગ્યાઓ માટે પસંદગી કરી શકશે.
 • નોકરી શોધનારાઓ તેમની યોગ્યતા અનુસાર ખાલી પડેલ જગ્યા માટે અરજી કરી શકશે.
 • ગુજરાત સરકારે યુવાનોમાં રોજગારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પોર્ટલ શરૂ કર્યું છે.
 • આ પોર્ટલ શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના રોજગાર અને તાલીમ નિર્દેશાલયની માર્ગદર્શિકા અનુસાર કાર્ય કરે છે.
 • આ પોર્ટલનો લાભ લેવા ઇચ્છુક તમામ અરજદારે પોતાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
 • હવે નાગરિકોને નોકરી માટે અરજી કરવા માટે ક્યાંય જવાની જરૂર નથી.
 • તેઓ તેમના ઘરના આરામથી નોકરી માટે અરજી કરી શકે છે.
 • આનાથી નોકરી શોધનારનો ઘણો સમય અને નાણાની બચત થશે અને સિસ્ટમમાં પારદર્શિતા પણ આવશે.

હવે તમે નોકરી માટે ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.

ઉપરોક્ત માહિતી ની યુઝર મેન્યુઅલ બુક Download કરવા અહીંયા ક્લિક કરો.

Help Line :

Directorate of Employment & Training
Address: Dr. Jivraj Mehta Bhavan, Block No.1, 3rd Floor, Old Secretariat, Gandhinagar, Gujarat – 382010

Contact Number : 06357390390

ઉપરોક્ત માહિતી anubandham.gov.in માટે કોઈપણ સવાલ હોય તો અમારો સંપર્ક કરી શકો છો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply