November 21, 2024
Courses after 10th
આ ઉપયોગી માહિતી શેર કરો.

Courses after 10th : રૂપરેખા ધોરણ 10 પછી શું કરવું જોઈએ

સૌપ્રથમ આ વર્ષે પાસ થનારા તમામ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન 
વિદ્યાર્થી અને વાલી ને ધોરણ 10 પછી શું કરવું એ બધાને મૂંઝવતો પ્રશ્ન છે અને વિદ્યાર્થી અને વાલીઓ કન્ફયુઝ થતા હોય છે કે હવે આગળ શું કરીશું. તેથી આ માહિતી દ્વારા આ બાબત પર ચર્ચાઓ કરી છે અને કેવા કોર્સ કરી શકાય અને ઓછી ફી માં ભણી ભવિષ્યમાં સારો પગાર મેળવી શકાય તેવી વિગતો આપી છે.

ધોરણ 10 એ તમારા ભવિષ્યનો પાયો છે એટલે હવે ધોરણ 10 પછી જે કરશો એ તમારું ભવિષ્ય નિર્ધારિત કરશે તેથી જે પણ કોર્સ કરો ત્રણ થી છ વર્ષ સુધી મન લગાવી, ધ્યાન આપી ભણશો તો આખી જિંદગી સારી રીતે જીવી શકશો.

હવે, તમે વિદ્યાર્થી અને વાલી જે આ પોસ્ટ વાંચતા હોય તે ચિંતામુક્ત થઈ જાવ કેમ કે અહીં તમને તમારા સવાલોના જવાબ મળી જશે એવી આશા રાખીએ છીએ.

નીચે જણાવેલા તમામ કોર્સ ( Courses after 10th ) માટે Gujarat Government દ્વારા લાગુ પડતા વિદ્યાર્થીઓ ને Scholarship (શિષ્યવૃતિ) પણ મળે છે.

Courses after 10th : ધોરણ 10 પછી થતા કોર્સ ની વિગતો 

1) 11th and 12th કરી શકો છો.     
i) Science : જે વિદ્યાર્થીને એન્જિનિયરિંગ ( Mathematics – A ગ્રુપ ), ડોક્ટર, ફાર્મસી ( Biology – B ગ્રુપ ) લાઈનમાં આગળ વધવું હોય તથા બીએસસી ( B.sc ) કરવું હોય એવા વિદ્યાર્થીઓ સાયન્સ કરી શકે છે. 
     ii) Commerce : જે વિદ્યાર્થીને CA, CS, B.COM, B.B.A વગેરે માં આગળ વધવું હોય એમણે કોમર્સ લેવું જોઈએ.
     iii) Arts : જે વિદ્યાર્થીને હિસ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, વિવિધ ભાષાઓના લિટરેચર, ફાઈન આર્ટસ, યોગા, જર્નાલિઝમ વગેરેમાં આગળ વધવું હોય એમણે આર્ટસ લેવું જોઈએ.

આ માહિતી પણ વાંચો: ધોરણ-10 પછી દર વર્ષે મેળવો 24,000/- સુધીની શિષ્યવૃતિ

ધોરણ -10 પછી નો સૌથી સારો કોર્સ

2) Diploma In Engineering કરી શકો છો. 
નીચે Diploma Courses નું List આપેલું છે.
  a) Computer Or IT Engineering
b) Chemical Engineering
c) Mechanical Engineering     
d) Electrical Engineering     
e) Civil Engineering     
f) Agriculture or Environmental Engineering વગેરે બીજી ઘણી બધી બ્રાંચો માં ડિપ્લોમા કરી શકો છો.

આવક નો દાખલો ( Income Certificate ) કઢાવવા માટે અહીં ક્લિક કરો.

વિદ્યાર્થી અને વાલી ને જણાવવા નું કે તમને ડિપ્લોમા વિશે ખબર હશે પરંતુ એની વિશેષતા જાણવી જરૂરી છે. નીચેની વિગતો વાંચી જાણો આ Diploma Courses after 10th in gujarat ની વિશેષતા

અમે વિદ્યાર્થી મિત્રોને એન્જિનિયરિંગ કરવાનું સજેસ્ટ (સલાહ) કરીએ છીએ કેમકે આપણા દેશમાં એન્જિનિયરિંગ ની કંપનીઓ ઘણી બધી છે અને નોકરીની પણ ઉજ્જવળ તકો છે અને વિદેશમાં પણ એન્જિનિયરની ખૂબ જ માંગ રહેતી હોય છે. પરંતુ આપણા દેશમાં એન્જિનિયરિંગ પ્રત્યેની ખરાબ છાપ ઊભી થયેલી છે પરંતુ અમારા મતે જે વિદ્યાર્થી ધોરણ 10 પછી 6 વર્ષ મન લગાવી, ધ્યાન દઈને ભણી લે છે એવા વિદ્યાર્થી નું ભવિષ્ય ખુબજ ઉજળું હોય છે શરત એટલી જ કે 3 થી 6 વર્ષ સુધી ધ્યાન લગાવી ને ભણવું પડે.

વિદ્યાર્થીઓ એડમિશન લેવામાં શું ભૂલ કરતા હોય છે જાણો.. 

આપણા વિદ્યાર્થીઓ પાસે ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવાની ઉત્તમ તક હોય છે છતાં પણ વિદ્યાર્થીઓ 11th અને 12th કરીને એન્જિનિયરિંગ કરે છે હવે આ બંનેમાં શું ફર્ક છે એ સમજીએ.

ફર્ક – 1 : ધોરણ 10માં સારી ટકાવારી હોય તો ડિપ્લોમા ઈન એન્જિનિયરિંગમાં સારી કોલેજમાં અને જે બ્રાંચમાં તમારે એડમિશન લેવું હોય એમાં એડમિશન લઈ શકો છો અને સરકારી કોલેજમાં ફ્રી માં અને પ્રાઇવેટ કોલેજમાં પણ TFWS સીટ હેઠળ ફ્રી માં ભણી શકાય છે.
જ્યારે ધોરણ 12 પછી એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવું વધારે મુશ્કેલ હોય છે કેમકે ધાર્યા પ્રમાણે પરિણામ ના આવે તો સારી કોલેજમાં, સારી બ્રાન્ચમાં એડમીશન મળી શકતું નથી અને પ્રાઇવેટ કોલેજમાં વધારે ફી ભરી ને પણ ભણવું પડે છે.

ફર્ક – 2 : ડિપ્લોમા કોર્સમાં જો સારી કોલેજમાં એડમિશન લીધેલું હોય અને જો ધ્યાન આપીને ભણેલા હોવ તો તમને સારી કંપનીઓ દ્વારા ડાયરેક્ટ કોલેજમાંથી જ કેમ્પસ ઇન્ટરવ્યુ દ્વારા સિલેક્ટ કરી નોકરી આપવામાં આવતી હોય છે. માટે ધોરણ 10 પછી ૩ વર્ષમાં તમને આવક મળવાનું ચાલુ થઇ જશે અને તમારે ડિગ્રી ( Degree ) કરવું હોય તો ડિગ્રી પણ કરી શકો છો.
જ્યારે ધોરણ 11th અને 12th વાળા વિદ્યાર્થીઓને ડિગ્રી ( Degree ) કર્યા બાદ જ આવક મળે છે.

આથી, ધોરણ 10 પછી ડિપ્લોમા ( ના 3 વર્ષ ) કરીને ડિગ્રી (ના 3 વર્ષ ) કરો અને ધોરણ 11th અને 12th ( ના 2 વર્ષ ) કરીને ડિગ્રી (ના 4 વર્ષ ) કરો તો બંને રીતે 6 વર્ષ જ ભણવાનું થાય છે.

ડિપ્લોમા ઈન એન્જિનિયરિંગ કરીને સરકારી નોકરી ની પણ વિશેષ તકો મળે છે અને સરકારી કંપનીઓમાં સૌથી વધારે ભરતી આ કોર્સ કરેલા વિદ્યાર્થીઓ ની થતી જાણવાનું મળેલ છે.

ઘણા વિધાર્થીઓ આજે આ કોર્સ કરી સારી સરકારી, અર્ધસરકારી, વિદેશી કંપનીઓ માં સારી સેલેરી (પગાર) મેળવે છે અને ઘણા વિધાર્થીઓ તો વિદેશ માં જઈ લાખો ( 5 – 10 લાખ) રૂપિયા ની સેલેરી મેળવે છે.

આથી, ધોરણ 10 પછી Diploma in Engineering કરવું હિતાવહ રહે છે.  

what next after 10th
courses after 10th
ધોરણ 10 પછી શું
Courses after 10th
Courses After 10th

આવક નો દાખલો ( Income Certificate ) કઢાવવા માટે અહીં ક્લિક કરો.

જાતિ નો દાખલો ( Caste Certificate ) કઢાવવા માટે અહીં ક્લિક કરો.

3) ITI ( Industrial Training Institute )કરી શકો છો.     
a) Welder     
b) Fitter     
c) Turner     
d) Electrician વગેરે બીજી ઘણી બધી બ્રાંચો માં આઇટીઆઈ (ITI) કરી શકો છો.

સામાન્ય રીતે ધોરણ 10 માં ઓછી ટકાવારી આવી હોય અથવા બે વર્ષમાં જોબ મેળવવી હોય એવા વિદ્યાર્થીઓ ITI કરે છે પરંતુ આ કોર્સ કર્યા બાદ આગળ વધવામાં ઘણા વર્ષ લાગી જતા હોવાથી અમે સલાહ આપવાનું પસંદ કરતાં નથી.

જે વિદ્યાર્થી તથા વાલી મિત્રો ને Diploma Courses વિષે વધારે માહિતી મેળવવી હોય અથવા કંઈપણ પ્રશ્નો હોય તો મોબાઈલ નંબર 9664509229 પર સંપર્ક કરી શકો છો.

હજી પણ જે વિદ્યાર્થી અને વાલીઓ ને Courses after 10th લેખ માં કંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો અમારો સંપર્ક કરી શકો છો અમારા દ્વારા યોગ્ય માર્ગદર્શન અને મદદ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

ધોરણ 10 પછી શું
courses after 10th
Course Options After 10th in Gujarat
Course Options After 10th
  • Courses after 10th: 11th અને 12th થઇ શકે.
  • Courses after 10th: Diploma Courses થઈ શકે.
  • Courses after 10th: ITI કરી શકાય.
આ ઉપયોગી માહિતી શેર કરો.

5 thoughts on “Courses after 10th – ધોરણ 10 પછી શું? : Free માં ભણવા અને પાંચ લાખનો પગાર મેળવવા ધ્યાનથી વાંચો આ માહિતી…

  1. જાણવા જેવું, પૈસા બચે એવા ભણતર ની માહિતી આપવા બદલ આભાર
    informative

  2. મારે ડિપ્લોમા કરવું છે કયો કોર્સ કરવો જોઈએ
    મહેરબાની કરી જણાવશો સરજી

  3. Mara son ne sabhalvano problem che te machin thi sabhale che to 10 pachi kayo course karavi shakay te janavsho

    1. emne kai field ma interest che e jovo ane future ma emne e field ma kam karvama problem na thay evo course karvo joie

      jo emne engineering karvu hoy to Diploma in computer, It Engineering kari shakay

Leave a Reply