June 17, 2024
e shram card
આ ઉપયોગી માહિતી શેર કરો.

E Shram Card: આ લેખમાં આપણે ઈ શ્રમ કાર્ડ કઈ રીતે કઢાવવું, શું શું ડોક્યુમેન્ટ્સ જોઈએ વગેરે ચર્ચા કરીશું અને તમારા તમામ સવાલ ના જવાબ મળી રહે તેવો પ્રયાસ કરીશું.

ભારત સરકાર દ્વારા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે સંકળાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. આથી સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે ઘણી સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. આમ છતાં ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યામાં લઈને ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા શ્રમિકોને લાભ આપવા e-Shram portal ની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા શ્રમિક પોતે ઘરબેઠા ઈ શ્રમ કાર્ડ (E Shram Card) માટે અરજી કરી શકે છે અને લાભો લઇ શકે છે.  

ઈ શ્રમ કાર્ડને NDUW Card (National Database of Unorganised Workers) પણ કહેવામાં આવે છે.

E Shram Card Benefits – ઈ શ્રમ કાર્ડ ના લાભો:

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલુ કરવામાં આવેલ આ યોજના આખા દેશમાં માન્ય રહેશે. વગેરે લાભો નીચે મુજબ છે.

 • Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) યોજના હેઠળ વીમા કવરેજ મળશે.
 • અકસ્માતથી મૃત્યુ થયાના કિસ્સાઓમાં 2 લાખ રૂપિયાની સહાય અથવા સ્થાયરૂપથી વિકલાંગ થાય તો 1 લાખ રૂપિયાની સહાય મળશે.
 • સરકારની સામાજિક સુરક્ષાના લાભોનું વિતરણ ઈ-શ્રમ કાર્ડના યુનિક નંબરના આધારે કરવામાં આવશે.
 • કોરોના કે અન્ય મહામારીના સમય દરમિયાન કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડના ધારકોને પ્રથમ આપવામાં આવશે.
 • સરકારી સબસીડી અથવા સહાય ઈ-શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓના બેંક કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવશે.
 • આરોગ્યને લગતી યોજનાઓ, શિક્ષણ સહાયને લગતી યોજનાઓને ઈ-શ્રમ કાર્ડ સાથે જોડવામાં આવશે.

E Shram Card કોણ કોણ કઢાવી શકે:

જે કામદારો કે શ્રમિકો Income Tax ભરતા ન હોય તેમજ EPFO નો સભ્ય ન હોય તેમને આ લાભ મળવા પાત્ર છે. ઈ શ્રમ કાર્ડ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આપવામાં આવે છે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.

 • ખેતશ્રમિકો
 • કડીયાકામ, કલરકામ કે એને લગતા મજૂરી કામ
 • સુથાર, લુહાર, મિસ્ત્રી, મોચી, દરજી, માળી
 • આંગણવાડી, આશા વર્કર
 • વાયરમેન, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર
 • હમાલ
 • બીડી કામદારો
 • ફેરીયા
 • રસોઈયા
 • અગરિયા, આગરીયા સફાઈ
 • ગૃહ ઉદ્યોગ 
 • વાળંદ, બ્યુટી પાર્લર વર્કર
 • કુંભાર
 • કર્મકાંડ કરનાર
 • માછીમાર
 • કુલીઓ
 • માનદવેતન મેળવનાર
 • રિક્ષા ચાલક
 • પાથરણાવાળા
 • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
 • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
 • રત્ન કલાકારો વગેરે જેવા અસંગઠિત ક્ષેત્રના કામદારોને ઈ શ્રમ કાર્ડ મળવાપાત્ર છે.
આ માહિતિ પણ વાંચો

ઈ શ્રમ કાર્ડ માટે પાત્રતા -Eligibility Of e-Shram card:

 • ઉંમર 16-59 વર્ષની વચ્ચે હોવી જોઈએ
 • EPFO અથવા ESIC ના સભ્ય ન હોવા જોઈએ
 • આવકવેરો ભરનાર ન હોવો જોઈએ
 • અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતો હોવો જોઈએ

e shram card registration:

ઈ શ્રમ કાર્ડ માટે e-Shram portal પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે. e shram card online apply કરવા માટે અરજદાર પોતે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ્સના લિસ્ટ મુજબ પોતે જ રજીસ્ટ્રેશન કરી શકે છે. જો અરજદાર પોતે અરજી ના કરી શકે તો નજીકના CSC Center પર જઈ અરજી કરી શકે છે. Common Service Center (CSC) એ સરકાર માન્ય કોમન સર્વિસ સેન્ટર છે જ્યાં વિવિધ સરકારી યોજનાઓના ફોર્મ પણ ભરવામાં આવે છે. તમારા નજીકમાં સી.એસ.સી શોધવા માટે Google માં Find CSC Centre Near me સર્ચ કરો અથવા અહીંયા ક્લિક કરો.

જો લાભાર્થી જાતે જ અરજી (Self Registration) કરવા માંગતા હોવ તો નીચેના સ્ટેપને અનુસરો:

 • સૌ પ્રથમ તમારા ફોન, ટેબલેટ કે લેપટોપમાં Google માં જઈ e shram gov in સર્ચ કરો અથવા અહીંયા ક્લીક કરો એટલે eshram Portal ખુલશે, જે નીચેના ફોટા મુજબ હશે.

નોંધઃ જો તમને e shram card registration પ્રોસેસ અટપટી અને લાંબી લાગે તો તમારા નજીક CSC Centre પર જઈ અરજી કરી શકો છો. ત્યાં લગભગ ફક્ત 20/- રૂપિયા ચાર્જમાં ફોર્મ ભરી આપવામાં આવે છે.
આ કાર્ડ માટે ફોર્મ ભરવામાં મદદની જરુરુ હોય તો અમારો સંપર્ક પણ કરી શકો. અમારાથી કાર્ડ બનાવવા માં બનતી મદદ કરીશું. સુરત શહેરમાં રહેતા હોય એવા શ્રમિકોનું અમે રજીસ્ટ્રેશન કરાવી આપીશું.

E shram Portal
 • હવે ઉપરોક્ત ફોટામાં બતાવ્યા મુજબ Register on eshram લખેલું છે ત્યાં ક્લિક કરો
 • ત્યારબાદ નીચે ફોટામાં બતાવ્યા મુજબનું પેજ દેખાશે.
e shram card registration
 • હવે મિત્રો આપણે જાતે રજીસ્ટ્રેશન કરવાનું હોવાથી ઉપરોક્ત ફોટામાં બતાવ્યા મુજબ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ નંબર લખો.
 • એના નીચે કેપ્ચા કોડ લખો. ત્યારબાદ EPFO અને ESICમાં No લખેલા પર ક્લિક કરો.

નોંધઃ EPFO અને ESICના સભ્ય હોય એમને eshram card નો લાભ મળતો નથી.

 • ત્યારબાદ Send OTP પર ક્લિક કરો. તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબરમાં આવેલ OTP ને લખો. પછી Submit બટન પર ક્લિક કરો.
 • હવે આધાર કાર્ડ નંબર લખો અને સબમિટ કરો એટલે ફરીથી OTP આવશે. આ OTP લખી Verify કરો.
 • જો OTP વેરીફાય થઇ જશે તો તમારા આધાર કાર્ડ મુજબ તમારો ફોટો અને અન્ય જાણકારી બાય ડિફોલ્ટ આવી જશે.
 • હવે Confirm and Other details પર ક્લિક કરો.
 • હવે જરૂરી માહિતી અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
 • ત્યારબાદ Preview Self Declaration પર ક્લિક કરશો એટલે તમે ભરેલી તમામ વિગતો જોવા મળશે. આમાં એકવાર તમામ વિગતો બરાબર છે કે નહિ તે ચેક કરી લો. જો કોઈ ભૂલ જણાય તો સુધારો કરી શકો છો.
 • જો બધું બરાબર હોય તો Declaration ની બાજુમાં ટીક કરી Submit પર ક્લિક કરશો એટલે ફરીથી OTP આવશે.
 • OTP વેરીફાય કર્યા બાદ Confirm બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી થઇ જશે. એકવાર અરજી કન્ફોર્મ કર્યાબાદ ફોર્મ કોઈ સુધારો થઈ શકશે નહિ.

ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે e shram card download પર ક્લિક કરવાનું રહેશે. અથવા Download UAN Card ના ઓપ્શન પર ક્લિક કરો.

આ માહિતિ પણ વાંચો

Important links of E Shram Card Registration:

યોજનાE shram card
પોર્ટલનું નામ (વેબસાઈટ)E shram Portal
લાભાર્થીઓ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો
યોજનાનો ઉદેશ્ય દેશના 38 કરોડથી વધુ શ્રમિકોના ડેટાબેઝ તૈયાર કરવો,
જેથી એમને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય
E-shram Card Official Website Click Here
E Shram Card Self RegistrationClick Here
CSC LocatorClick Here
Our Website www.dailyfayda.com
મદદ માટે અમારો સંપર્ક કરોContact Us

e shram card documents list:

 • આધાર કાર્ડ
 • આધાર નંબર સાથે મોબાઈલ નંબર લિંક કરેલ હોવા જોઈએ.
 • બેંક પાસબુક
 • રેશન કાર્ડ, વીજળી બિલ (જરૂર જણાય તો આપવું)
E shram card documents
e shram card documents list

મિત્રો, અમે ઈ-શ્રમ કાર્ડ વિશે સરળ અને સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કરેલ છે. આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રો, સગા સ્નેહીજનો સાથે જરૂર શેર કરજો. જો તમને કઈ પ્રશ્ન હોય તો નીચે Comment માં લખી શકો છો. અથવા અમારો સંપર્ક કરી શકો છો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply