December 21, 2024
Flax Seed in Gujarati
આ ઉપયોગી માહિતી શેર કરો.

Flax Seed in Gujarati : અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરનો સારો સ્ત્રોત છે. અળસીના સેવનથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે. અળસી ના ફાયદા (Benefits of Flax Seeds) વિશે અહીંયા વાત કરીશું.

અમે તમને આ ફિટનેસ સેક્શનમાં વિવિધ પ્રકારના ખોરાકના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવીએ છીએ. આજે અમે તમારા માટે અળસી ખાવા ના ફાયદા લઈને આવ્યા છીએ. અળસીને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ (Flax Seeds) તરીકે ઓળખાય છે જયારે તેલગુ (Telgu), હિન્દી (Hindi) વગેરે ભાષામાં અલસી (alsi) તરીકે ઓળખાય છે.

અળસીના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમના નિયમિત સેવનથી તમે તમારા શરીરને ઘણી સામાન્યથી લઈને ગંભીર બીમારીઓથી બચાવી શકો છો (અળસી ના ફાયદા). અળસીના બીજ વજનને નિયંત્રણમાં રાખે છે, તે ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરનો ખૂબ સારો સ્ત્રોત છે. અળસીના બીજ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે તથા ચહેરાની ત્વચા માટે પણ ખુબ જ સારી (good for skin) એટલા માટે તમારે તમારા આહારમાં અલસીનો સમાવેશ કરવો જ જોઈએ. અળસી ખાવાની રીત (the best way to eat flax seeds) વિવિધ પ્રકારે છે જેમકે અળસી નો મુખવાસ બનાવી શકાય, અળસી નુ તેલ (Flaxseed oil) ખાવામાં વાપરી શકાય તેમજ અળસીને શેકીને (roasted flax seeds)પણ જમ્યા પછી ખાય શકાય છે.

અળસીના બીજમાં રહેલ પોષક તત્ત્વ (Flex seeds nutrition value) :

અળસીના બીજ પોષક તત્વોથી સમૃદ્ધ છે (Benefits of Flex Seeds in Gujarati ). અળસીના બીજમાં હેલ્ધી ફેટ, સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં જોવા મળે છે. આ સાથે અળસીના બીજમાં (Flax Seeds Benefits) કાર્બોહાઇડ્રેટ્સ, ડાયેટરી ફાઇબર, પ્રોટીન અને કેલ્શિયમ પણ સારી માત્રામાં હોય છે. શણના બીજ આયર્ન, ઓમેગા 3-ફેટી એસિડ અને વિટામીન B6 નો પણ સારો સ્ત્રોત છે.

Read : Haldi is helpful in weight loss, know 4 ways to consume it

અળસી ખાવાના ફાયદા (Benefits of Flax seed in Gujarati):

1. ઓમેગા-3 ફેટી એસિડથી સમૃદ્ધ છે અળસી :

અળસીના બીજ આલ્ફા-લિનોલેનિક એસિડ (ALA) ના શ્રેષ્ઠ સ્ત્રોતોમાંથી એક છે. તે ઓમેગા-3 ફેટી એસિડનો એક પ્રકાર છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ફ્લેક્સસીડમાં હાજર ALA સોજો ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયની રક્ત વાહિનીઓમાં કોલેસ્ટ્રોલને ભેગું થતું અટકાવે છે.

Flax Seed in Gujarati
Flax Seed in Gujarati for heart

2. ફાઇબરથી ભરપૂર અળસી  (Fiber in Flax Seeds):

અળસી ફાઇબરનો ખૂબ સારો સ્ત્રોત છે. માત્ર 7 ગ્રામ ફ્લેક્સસીડમાં લગભગ 2 ગ્રામ ફાઈબર જોવા મળે છે. અળસીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર બંને હોય છે. દ્રાવ્ય ફાઇબર આંતરડામાં પાણી શોષી લે છે અને પાચન ધીમું કરે છે. જે બ્લડ શુગર લેવલ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે અદ્રાવ્ય ફાઇબર મળ ત્યાગની પ્રક્રિયાને સરળ બનાવે છે જેથી કબજિયાતના પ્રૉબ્લેમ માંથી છૂટકારો મળે છે.

3. વજન ઘટાડવા માટે અળસી ઉપયોગી (Flex seeds for weight loss):

અળસીના બીજ વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ છે. વાસ્તવમાં, શણના બીજ ફાઇબરથી ભરપૂર હોય છે (health benefits of flax seed in gujarati). ફાઈબરથી પેટ ભરેલું લાગે છે, ભૂખ ઘટાડે છે અને વજન નિયંત્રણમાં રાખે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં અળસીનો સમાવેશ કરી શકો છો. આ તમારા વજન, BMI અને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરશે.

Flax Seed in Gujarati
Flax Seed in Gujarati for Weight Loss

4. ડાયાબિટીસમાં ફાયદાકારક છે અળસી (Flax seeds for diabetes in gujarati):

ફ્લેક્સસીડ બ્લડ સુગર લેવલને કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે. આખા ફ્લેક્સસીડ બ્લડ સુગરને ઘટાડી શકે છે અને ઇન્સ્યુલિન પ્રતિકાર અટકાવે છે. અળસીના બીજમાં દ્રાવ્ય ફાઇબર હોય છે, જે બ્લડ સુગરને ઘટાડવામાં અસરકારક તરીકે ઓળખાય છે. ટાઇપ 2 ડાયાબિટીસમાં ફ્લેક્સસીડ ખાવાથી ફાયદો થાય છે. ફ્લેક્સસીડ એ બ્લડ સુગરને નિયંત્રિત કરવાની સારી રીત છે.

Flax Seed in Gujarati
Flax seed in Gujarati for diabetes

5. હાઈપરટેન્સિવ દર્દીઓ માટે ફાયદાકારક છે અળસી (Flaxseed for high blood pressure):

અળસીમાં બ્લડ પ્રેશર ઘટાડવાની ક્ષમતા હોય છે. આ બીજ હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે. જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો, તો તમે ડૉક્ટરની સલાહ પર ફ્લેક્સસીડનું સેવન કરી શકો છો. જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે ફ્લેક્સસીડ ખાવાનું ટાળવું જોઈએ. આ સાથે અળસીના બીજ હાઈ કોલેસ્ટ્રોલને  (flaxseed for high cholesterol) ઘટાડવામાં પણ મદદરૂપ છે.

અળસી ખાવાની રીત (the best way to eat flax seeds):

અળસીના બીજનું (Flax Seed in Gujarati) સેવન ઘણી રીતે કરી શકાય છે. અળસીના બીજ અને અળસીનુ તેલ બંને વાપરવા માટે સરળ છે. બંનેને વિવિધ વાનગીઓમાં ઉપયોગ કરી શકાય છે. પરંતુ અમે તમને અળસીના બીજનું સેવન કરવાની રીત જણાવી રહ્યા છીએ :

  • ફ્લેક્સ સીડ પાવડરને સ્મૂધીમાં મિક્સ કરી શકાય છે.
  • ફ્લેક્સ સીડ પાવડરનો ઉપયોગ સલાડ ડ્રેસિંગ માટે કરી શકાય છે.
  • તમારા ખોરાકમાં ફાઇબર અને સ્વાદ વધારવા માટે, તમે ખોરાકની ઉપર ફ્લેક્સસીડ ઉમેરી શકો છો.
  • દહીંને અળસીના બીજ સાથે ભેળવીને ખાઈ શકાય છે.
  • અળસીના બીજને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પાણીને સવારે ખાલી પેટ પીવો અને ફ્લેક્સસીડના બીજને ચાવો.

અળસીની તાસીર ખૂબ જ ગરમ અસર ધરાવે છે, તેથી તમારે તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવું જોઈએ કારણ કે વધારે પડતા સેવનથી ક્યારેક નુકશાન (the side effects of flaxseed) પણ થઇ શકે છે. પિત્ત પ્રકૃતિના લોકોએ ફ્લેક્સસીડ ખાવાનું ટાળવું જોઈએ.

Jati no dakhlo : જાતિ નો દાખલો ક્યાંથી કઢાવવો, શું શું ડોક્યુમેન્ટ જોઈએ તથા ફોર્મ Free માં મેળવવા જાણો માત્ર 5 મિનિટ માં….

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply