Ganpatidada Mantra: હિન્દૂ ધર્મમાં કોઈપણ શુભકાર્ય ના પ્રારંભ પહેલા ગણેશ સ્થાપના, પૂજા કરવામાં આવે છે.
ગણપતિદાદા વિઘ્નહર્તા છે તેથી આપણે કોઈપણ કાર્ય ની શરઆત કરીયે અને ગણપતિદાદા ને સમરીએ તો આપણું કાર્ય કોઈપણ વિઘ્નો વગર પાર પડે છે. આમ, કોઈપણ કાર્ય ના પ્રારંભ પહેલા ગણપતિદાદા નું સ્મરણ કરવામાં આવે છે.
શ્રી ગણેશજી ના જન્મની કથા લગભગ બધાએ સાંભળી જ હશે એમાં જયારે ભોળાનાથ ગણપતિ દાદા ને સજીવન કરે છે ત્યારે માતા પાર્વતી પ્રતિ અતૂટ ભક્તિ જોઈ મહાદેવ અને બધા દેવી દેવતા શ્રી ગણેશજી ને આશીર્વાદ આપે છે.
મહાદેવે આપેલા પ્રથમ પૂજ્ય ના આશીર્વાદ થી બધા દેવી દેવતા પ્રથમ ગણપતિ બાપ્પા નું સ્મરણ કરવામાં આવે છે.
પ્રથમ પુજ્ય ના મહાદેવના આશીર્વાદથી નારાજ થયેલા દેવતા ભગવાન વિષ્ણુ પાસે જઈ સાથે મહાદેવ પાસે પહોંચે છે ત્યારે ભોળાનાથ ના સુજાવ મુજબ જે સૌથી પહેલા આખા બ્રહ્મહાંડની પરિક્રમા કરીને આવશે તેને પ્રથમ પૂજ્ય ગણવામાં આવશે ત્યારે કુમાર કાર્તિકેય, દેવરાજ ઇન્દ્ર તથા બીજા ઘણા દેવતા પરિક્રમા કરવા ગયા ત્યારે ભગવાન ગણેશે પિતા મહાદેવ અને માતા પાર્વતીને સાથે બેસાડી એમની પરિક્રમા કરી કેમકે માતા-પિતા જ સંસાર છે. બધાની પહેલા પરિક્રમા કરીને પહેલા આવી ગયા એટલે આ કહાની સાંભળ્યા પછી તમામ દેવતાઓ એ પ્રથમ પૂજય માન્યા.
શ્રી ગણેશ બુદ્ધિ , પ્રગતિ અને જ્ઞાન ના દેવતા છે.
શ્રી ગણેશાયને લોકો ગણપતિદાદા, ગણપતિ બાપ્પા, વિઘ્નહર્તા, વિનાયક, ગૌરી નંદન વગેરે નામોથી શ્રદ્ધા ભાવથી પૂજા કરે છે.
Ganpatidada Mantra : વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભઃ નિર્વિઘન્મ કુરૂમે દેવ સર્વકાર્યેષુ સર્વદા
કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા આ મંત્ર બોલવાથી તે કાર્ય માં આવતા વિઘ્નો દૂર થાય છે. અને આપણું કાર્ય સફળ થાય છે.
અમે પણ આ લેખ લખી ધાર્મિક-આધ્યાત્મિક વાતો લખવાની શરૂઆત કરીયે છીએ જો આવી વાતો તમે જાણવા માંગતા હોવ કે રસ હોય તો અમારા ફેસબુક પેજ ને Like અને Follow કરો.
નોંધઃ આ લેખ માં કઈ સુધારો કરવાની જરૂર હોય તો અમારો સંપર્ક કરો.