May 17, 2024
Rti
આ ઉપયોગી માહિતી શેર કરો.

RTI Act-2005 in Gujarati : મિત્રો તમે દરેક લોકોએ સમચાર પત્રો, ન્યુઝ ચેનલો તથા કોઈ અન્ય માધ્યમથી RTI Act-2005 વિશે વારંવાર સાંભળ્યું હશે. આ એક એવો કાયદો છે જેમાં તમે સરકાર પાસેથી કોઈપણ સરકારી યોજના કે કામો વિશે સાચી માહિતી મેળવી શકો છો. તો આજે આપણે આ લેખ દ્વારા આ મહત્વના કાયદા વિશે માહિતી મેળવીશું.

શું છે આ RTI Act-2005 કાયદો?

Rti

આ કાયદાનું પૂરું નામ “માહિતી અધિકાર અધિનિયમ-2005″ (Right To Information Act-2005) છે. આ અધિનિયમ 12 મી ઓકટોબર 2005 ના રોજ બનાવવામાં આવ્યો હતો. 15 મી જૂન 2005 ના રોજ તેના ઘડતરથી 120 માં દિવસે અમલમાં આવ્યો હતો. ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘના કાર્યકાળ દરમિયાન વર્ષ 2005 માં સૌપ્રથમ આ કાયદો બનાવવામાં આવ્યો હતો.

આ કાયદાને ટુંકમાં આર. ટી. આઈ. એક્ટ-2005 (RTI Act-2005) તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા/અધિનિયમની જોગવાઈ મુજબ ભારતનો દરેક નાગરિક ભારતની કોઈપણ સરકારી કચેરીમાંથી RTI દ્વારા જોઈતી જરૂરી માહિતી માંગી શકે છે.

માનવ ગરિમા યોજના : Free માં મેળવો 25000/-સુધીની તમારા ધંધાને ને લગતા સાધનોની કીટ

માહિતી અધિકાર અધિનિયમ-2005 (Right To Information Act-2005)

આ કાયદો કોને લાગુ પડે ?

ભારત દેશની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ, સરકાર પાસેથી અનુદાન મેળવતી સરકારી કે બિન સરકારી સંગઠન સંસ્થાઓનો સમાવેશ આ કાયદા અંતર્ગત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત વિભાગોને લગતી કોઈપણ જરૂરી માહિતી આ કાયદાના ઉપયોગ દ્વારા મેળવી શકો છો.

આ કાયદા અંતર્ગત માહિતી કેવી રીતે મેળવી શકાય ?

જે માહિતી માંગવા માંગતા હોય તે સંબધિત કચેરીમાં રૂબરૂ જઈને સાદા કાગળ ઉપર લેખિત અરજીથી અથવા ટાઈપ કરેલી અરજીથી અથવા ટપાલ દ્વારા અથવા ઇ-મેઈલ દ્વારા અથવા રેકોર્ડના રૂબરૂ નિરીક્ષણથી પ્રાપ્ત કરી શકો છો. RTI અરજી સાદા કાગળમાં નિયત “ક” નમૂનામાં કરી શકાય. આ અરજી સાથે રૂ.20 ફી રોકડા/ ડિમાંડ ડ્રાફ્ટ/ પે ઓર્ડર/ નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ/ ફ્રેન્કિંગ/ કોર્ટ ફી/ ઇન્ડિયન પોસ્ટલ ઓર્ડર/ રેવન્યુ સ્ટેમ્પ વગેરે દ્વારા ભરી શકો છો.

વિદ્યાદીપ યોજના: આ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને 50 હજાર રૂપિયા નો વીમો વધું જાણો……

RTI અરજી દ્વારા માંગેલી માહિતી કેટલા દિવસમાં મળી રહે ?

જે તે કચેરીમાં જાહેર માહિતી અધિકારીને અરજી મળ્યાથી 30 દિવસમાં મળવાપાત્ર છે. કોઈ ત્રાહિત પક્ષકારને લગતી માહિતી 40 દિવસમાં મળવાપાત્ર છે. જો કોઈ વ્યક્તિના જીવન અને સ્વાતંત્ર્યને લગતી માહિતી હોય તો 48 કલાકમાં મળવા પાત્ર છે.

RTI અરજી દ્વારા માંગેલી માહિતી મેળવા માટે ફીના દર :

  • માહિતીના એક પાના દીઠ 2/- રૂપિયા.
  • રેકર્ડ ઈન્સ્પેકશન માટે પ્રથમ અર્ધો કલાક વિના મૂલ્યે.
  • ત્યાર પછીના દર અર્ધો કલાકના 20/- રૂપિયા મુજબ ( પ્રમાણિત BPL લાભાર્થી માટે ફી-મુક્તિ )

RTI અરજી દ્વારા માંગેલી માહિતી ના મળે તો શું કરવું ?

આરટીઆઈ અરજી કર્યા બાદ જેતે કચેરીમાં અરજી મળ્યાના 30 દિવસમાં કોઈ જવાબ ના મળે તો અથવા ખોટી કે અધૂરી માહિતી મળે અથવા મળેલ માહિતીથી આપ સંતુષ્ટ ના હોવ તો પ્રથમ અપીલ જે તે સતાધિકારીને કરી શકાય. જો તેમ છતાં પણ યોગ્ય માહિતી કે ન્યાય ના મળે તો બીજી અપીલ ગુજરાત રાજ્ય માહિતી આયોગને(Gujarat information commission) કરી શકાય. અપીલ કરવા માટેની સમય મર્યાદા પ્રથમ અપીલ માટે 30 દિવસ અને બીજી અપીલ માટે 90 દિવસની સમય મર્યાદા આપવામાં આવેલ છે. બીજી અપીલ કરવાની હોય તો ગુજરાત રાજ્ય માહિતી આયોગ વિભાગમાં કરવાની રહશે જેનું સરનામું નીચે મુજબ છે.

બીજી અપીલ કરવા માટે સરનામું નીચે મુજબ છે :

Gujarat information commission,
Karmayogi Bhavan, Block No. 1,
Second Floor, sector-10 A,
Gandhinagar, Gujarat

RTI અરજી કરવા માટે અરજીનો નમુનો મેળવવા માટે અહિયાં ક્લિક કરો.

RTI Act-2005 (માહિતી અધિકાર અધિનિયમ-2005)ની નકલ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.

આ કાયદા દ્વારા દેશના કોઈ પણ નાગરિક સરકારી યોજના કે કામોમાં કોઈ સંદેહ હોય કે માહિતી મેળવવી હોય તો સંપૂર્ણ અધિકાર આપવામાં આવે છે. દેશમાં ઘણા ડીપાર્ટમેન્ટના કામોમાં ભ્રષ્ટાચાર થતો જોવા મળે છે. આ ભ્રષ્ટાચાર અટકાવવા માટે દરેક નાગરિકે જાગૃત બનવાની જરૂર છે. કોઈપણ અધિકારી ને ભ્રષ્ટાચાર કરવામાં આપણે નાગરિકોનો પણ ફાળો ગણી શકાય કેમકે આજે સરકાર ભ્રષ્ટાચાર ના થાય એવા પગલાં લેતી હોય છે ત્યારે આપણે નાગરિકોએ પોતાનો ભાગ ભજવવો જોઈએ. જો આપણે આ કાયદા વિશે સંપૂર્ણ જાણી લઈએ તો આપણે ખોટા અન્યાય કે ભ્રષ્ટાચાર સામે લડી શકીયે છીએ.

દેશની ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ તેમજ અન્ય કોઈપણ સરકારી ખાતાઓમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચારના કેન્દ્ર બની ગયા છે. દેશના દરેક નાગરિકના ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે અને નાગરિકો હાથ ઉપર હાથ રાખીને બેઠા છે.પરંતુ ભારતના ભવિષ્યને સુધારવા તથા ભારતને આ ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા કાયદાકીય જાગૃતિ આવે એ મહત્વનું પરિબળ છે. જો દેશના નાગરિકો જાગૃત બને તો ભ્રષ્ટાચાર હોય કે કોઈપણ પ્રકારના અન્યાય માંથી દેશ તથા નાગરિક બંનેને મુક્તિ મળે છે.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply