November 22, 2024
fraud
આ ઉપયોગી માહિતી શેર કરો.

Fraud: આજકાલ ક્યારે, કોણ, કેવી રીતે છેતરપિંડી કરી જાય છે ખબર પડતી નથી તેથી જાગૃત રહેવું જરૂરી છે.

ઘણીવાર આપણી સાથે એવા ફ્રોડ થાય છે કે આપણી નાની ભૂલથી બોવ જ મોટું નુકશાન વેઠવું પડે છે. ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા લોકો ને સાવચેત તથા સતર્ક રહેવા માટે cybercrime પોર્ટલ પર ઓડિયો ફાઈલ મુકવામાં આવી છે. આ લેખમાં નીચે એ ઓડિયો તમે સાંભળી શકો છો અથવા અહીંયા ક્લીક કરી cybercrime ના ઓફિશિયલ પોર્ટલ પર વધુ માહિતી મેળવી શકો છો.

વિદ્યાદીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને 50 હજાર રૂપિયા નો વીમો આપવમાં આવે છે.

ફ્રોડ ના પ્રકારો ( types of fraud ):

ખરેખર જોઈએ તો ફ્રોડ ના કોઈ ચોક્કસ પ્રકારો નથી કેમકે આજના જમાનામાં ક્યારે, કોની સાથે , કેવો ફ્રોડ થાય એનું કઈ નક્કી નથી. રોજે રોજ નવા નવા પ્રકારના ફ્રોડમાં લોકો ફસાતા જોવા જાણવા મળે છે.

-: નીચે આપેલા ઓડિયો સાંભળો :-

1. Online Scam or Fraud

RTE માં ધોરણ-1 થી 8 સુધી મફત શિક્ષણ મળે છે જાણો વધુ માહિતી

2. Cyber Crime

3. Identity Theft – ઓળખાણની ચોરી

4. Email Scam and Phishing

5. Cyber Bullying- સાયબર ગુંડાગીરી
છોકરીઓ સાથે ખાસ આવું થતું જોવા મળે છે

ફ્રોડ થી બચવાના ઉપાય:

ફ્રોડના બચાવ રૂપે આપણે થોડા જાગૃત બનવાની જરૂર છે. ફ્રોડ કરનારા આપણી એક ચૂક ની જ રાહ જોઈ છેતરપિંડી કરતા હોય છે. તેથી આપણે સાવચેત, સતર્ક રહેવાની જરૂર છે.

  1. સૌથી પહેલા મોબાઈલ ના વપરાશ માં ધ્યાન રાખવું જોઈએ.
  2. કોઈ ને પણ મોબાઈલ નંબર, બેન્કની વિગતો આપતા પહેલા તે વ્યક્તિ કોણ છે, શેના માટે વિગતો માંગે છે એ વિશેની ખરાઈ કરી લેવી જોઈએ. જો એ વ્યક્તિ પ્રમાણિત થાય અને યોગ્ય હોય તો જ માહિતી શેર કરવી પરંતુ પૈસાની લેવડ દેવડ માં જો OTP માંગે તો ના આપવો જોઈએ.
  3. બિન જરૂરી, અમાન્ય હોય તેવી મોબાઈલ એપ ( Mobile App ) પર વ્યક્તિગત માહિતી, ફોટો કે બેન્ક ની વિગતો મુકાવી ના જોઈએ અને આવી App નો ઉપયોગ ટાળવો જોઈએ.
  4. તમને 25 લાખ ની લોટરી ( lottery )લાગી છે એવા મેસેજ કે ફોન આવે તો એમને કોઈ માહિતી આપવી ના જોઈએ અને એવા નંબર બ્લોક કરી દેવા જોઈએ અને જરૂર લાગે પોલીસ શિકાયત પણ કરવી જોઈએ.
  5. કોઈ છોકરી કે અન્ય નો ફોન આવે અને ફોન પર રડવા માંડે કે ભૂલથી તમારા ખાતામાં મારા પૈસા આવી ગયા છે તમે OTP આવે એ આપો એટલે મને મળી જશે તો કોઈ OTP આપવો નહિ.
  6. ક્યારેય પણ અજાણી વ્યક્તિને કે કોઈ સ્કીમ વાળી કંપની( ફ્રોડ કંપની ) માં UPI થી પૈસા મોકલવા જોઈએ નહિ.
  • અજાણી વ્યક્તિ એટલે તમે એમની પાસે કઈ કામ ના કારવ્યું હોય અને તમને ફોન આવે અને એમની વાત માં લેય.
  • સ્કીમ વાળી કંપની( ફ્રોડ કંપની ): એવી કંપની જેમાં અમુક દિવસો માં અનેક ગણા રૂપિયા બનાવી આપતી હોય તથા પૈસા મંગાવે અને રસીદ ના મળતી તો એવી સ્કીમોથી દૂર રહેવું જોઈએ.

આ લેખ પાછળ નો ઉદેશ્ય એજ છે કે આ જાગૃતિની માહિતી લોકો સુધી પહોંચે અને લોકો છેતરપિંડી થી બચી શકે.

Fraud

વધુ માહિતી National Cyber Crime Reporting Portal પર મેળવો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply