Vidhyadip yojana મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી.
26 જાન્યુઆરી 2001 ના ભૂકંપમાં થયેલા વિદ્યાર્થીઓની યાદમાં વિદ્યાદીપ યોજના રજૂ કરવામાં આવી છે.
વિદ્યાદીપ વીમા યોજનાનો ઉદ્દેશ એવા માતા -પિતાને નાણાંકીય સહાય પૂરી પાડવાનો છે જેમના ભણતા બાળક નું અવસાન થયું હોય.
આ યોજના સરકારી પ્રાથમિક શાળા, ગ્રાન્ટ ઈન અઇડ પ્રાથમિક શાળા, આશ્રમ શાળા, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કે કોલેજો માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા કવચ પૂરું પાડે છે.
આ યોજના હેઠળ માતાપિતા અથવા વાલીને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનું પ્રીમિયમ સરકાર દ્વારા યોજનાના લાભ તરીકે ચૂકવવામાં આવે છે.
શાળા કે કોલેજમાં અભ્યાસ કરતો દરેક વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઇ શકે છે. યોજનાનો લાભ મેળવવા માટે, માતાપિતા અથવા વાલીઓ નજીકના શિક્ષણ વિભાગ અથવા શાળા અથવા કોલેજના આચાર્યનો સંપર્ક કરી શકે છે.
પરિણીત સ્ત્રીઓ ને મળે છે રૂ. 12,000/- સીધા બેંક ખાતા માં જાણો યોજનાની સંપૂર્ણ જાણકારી.
vidhyadip yojana યોજનાના લાભો:
- આ યોજના એવા માતા -પિતાને નાણાંકીય સહાય પૂરી પાડવા માટે છે જેમના બાળકો મૃત્યુ પામ્યા છે.
- આ યોજના સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટ પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વીમા કવચ પૂરું પાડે છે.
- આ યોજનાનું પ્રીમિયમ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે
- પ્રાથમિક શાળાના વિદ્યાર્થી: રૂ. 50,000
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થી: રૂ. 50,000
ધોરણ – 10 પછી મફતમાં ભણી શકાય એવા કોર્સ ની માહિતી
વિદ્યાદીપ વીમા યોજનાનો લાભ કોને મળે:
ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ યોજના
શાળા અથવા કોલેજમાં અભ્યાસ કરતા આકસ્મિક અવસાન પામનાર કોઈપણ વિદ્યાર્થી ને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે
કેટલો લાભ મળે :
વાહન અકસ્માત, સાપ – વીંછી કરડવાથી, ડૂબી જવાથી કે વીજ શોક વગેરે આકસ્મિક રીતે થતા મૃત્યુના કિસ્સામાં 50,000/- રૂપિયાની સહાય આપવામાં આવે છે.
વિદ્યાદીપ વીમા યોજનાનો લાભ ક્યાંથી મળે :
- આ યોજનાનો લાભ વિદ્યાર્થી જે શાળામાં ભણતા હોય ત્યાંથી મેળવી શકાય છે.
- યોજનાનો લાભ મેળવવા માટે, માતાપિતા અથવા વાલીઓ નજીકના શિક્ષણ વિભાગ અથવા શાળા અથવા કોલેજના આચાર્યનો સંપર્ક કરી શકે છે.
જરૂરી પુરાવાઓ ની યાદી :
- પોસ્ટ મોર્ટમ રિપોર્ટ
- એફ.આઈ.આર ( FIR ) ની નકલ
- પંચનામું
- મરણનો દાખલો
- પેઢીનામું ઇન્ડેમનીટી બોન્ડ નો નમૂનો 300/- રૂ. સ્ટેમ્પ પેપર ઉપર
આ યોજનાની ઓફિશિયલ માહિતી માટે અહીંયા ક્લિક કરો અથવા પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ની કચેરીનો સંપર્ક કરી શકો છો.
અમારા દ્વારા આ યોજનાને લગતી તમામ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો આ માહિતી માં કોઈ ભૂલ જણાય અથવા કઈ પણ સવાલ હોય તો નીચે Comment માં લખી શકો છો અથવા ઓફિશિયલ વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો છો.
300rupiya na bond ni su vigat che……. (2)posmotam riport na hoyto su karvanu
સાહેબ વિદ્યાદીપ યોજના નો અરજી નો સમયગાળો કેટલો હોય