December 8, 2024
Pre Matric Scholarship Yojana

Pre Matric Scholarship Yojana

આ ઉપયોગી માહિતી શેર કરો.

Pre Matric Scholarship Yojana: કોને લાભ મળે | કેટલો લાભ મળે । કઈ રીતે અરજી કરવાની વગેરે તમામ માહિતી

Pre Matric Scholarship Yojana વિશે:

ભારત સરકાર દ્વારા દેશમાં શિક્ષણનું સ્તર વધે અને ગરીબ બાળકો અભ્યાસ કરી શકે તેવા હેતુથી દેશની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ નું પ્રમાણ વધારવા વિદ્યાર્થીઓ ને અલગ અલગ શિષ્યવૃતિ નો લાભ આપે છે. આ યોજનામાં લાભ ગુજરાત ના લાભાર્થી ઓ ઓનલાઈન અરજી કરી શકે છે.

આ યોજના ના ફોર્મ માટે વિદ્યાર્થી શાળા માં રજુઆત કરી જરૂરી ડોક્યુમેન્ટ્સ આપી શાળામાંથી જ ફોર્મ ભરી આપવામાં આવે છે.

 આ પણ વાંચો: ધોરણ -10 પછી ફ્રી માં ભણી શકાય એવા કોર્સ ની માહિતી 

Pre Matric Scholarship Yojana માં કોને લાભ મળે:

સરકારી, ગ્રાન્ટ ઈન એડ પ્રાથમિક / માધ્યમિક શાળાઓમાં ભણતા ધોરણ 1 થી 10 ના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે. પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી.

અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા પિતા અથવા વાલીના બાળકોને સરકારી અથવા ખાનગી સંસ્થાઓમાં ભણતા ધોરણ 1 થી 10 માં ભારત સરકાર શ્રી ની યોજના હેઠળ વાર્ષિક 3,000/- રૂપિયા સ્કોલરશીપ મળવાપાત્ર છે. આ યોજનામાં પણ કોઈ આવક મર્યાદા નથી.

વધુમાં ભારત સરકાર તરફથી મળતી સ્કોલરશીપ માં ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને 3,000/- રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાં આવક મર્યાદા 2.5 લાખ રૂપિયાની છે. તેમજ આ યોજનાનો લાભ ખાનગી સ્કૂલમાં પણ મળવાપાત્ર છે.

ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓને યુનિફોર્મ માટે વાર્ષિક 600/- રૂપિયા ની સહાય મળવાપાત્ર છે.
આ યોજનામાં કોઈ આવક મર્યાદા નથી.

પ્રિ-મેટ્રિક સ્કોલરશિપ યોજના માઈનોરીટીમાં આવતા વિદ્યાર્થીઓને મિનિસ્ટ્રી ઓફ માઇનોરિટી અફેર્સ દ્વારા પણ લાભ આપવામાં આવે છે.

આ યોજનાની વિશેષ માહિતી નેશનલ સ્કોલરશીપ પોર્ટલ scholarships.gov.in પર થી મેળવી શકો છો. અથવા સંબંધિત કચેરીએથી આ યોજનાની માહિતી મેળવી શકો છો.

આવક નો દાખલો કઢાવવા વિશેની સંપૂર્ણ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

Digital Gujarat Portal Website👉 અહીંયા ક્લિક કરો
Digital Gujarat Online Registration 👉 અહીંયા ક્લિક કરો
Digital Gujarat Login 👉 અહીંયા ક્લિક કરો
National Scholarship Portal👉 અહીંયા ક્લિક કરો
Digital Gujarat Contact Us Page 👉 અહીંયા ક્લિક કરો
Digital Gujarat Helpline Number 18002335500
Pre Matric Scholarship Yojana

જાતિ નો દાખલો કઢાવવા ની માહિતી માટે અહીંયા ક્લીક કરો.

Pre Matric Scholarship Yojana
Pre Matric Scholarship Yojana

Pre Matric Scholarship Yojana માં કેટલો લાભ મળે:

  • આ યોજનામાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને 500 રૂપિયા ની સહાય આપવામાં આવે છે.
  • ધોરણ 6 થી 8 ના કુમારને રૂપિયા 500/- અને કન્યાને રૂપિયા 750/- ની સહાય આપવામાં આવે છે.
  • ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓ ને 750/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે.

ઉપરોક્ત લાભ માઈનોરીટી માં આવતા વિદ્યાર્થીઓ માટે અલગ હોઈ શકે છે. માઈનોરીટી માં આવતા વિદ્યાર્થીઓ ને મળતા લાભ ની વિગતવાર માહિતી સ્કૂલ પર થી અથવા સંબંધિત કચેરીએ થી મેળવી શકો છો.

નોંધ : આ યોજના માટે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ડેટા એન્ટ્રી કરી ડીજીટલ ગુજરાત પોર્ટલ માં અરજી કરવામાં આવે છે.
અમારા દ્વારા સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવે છે છતાં વિશેષ માહિતી માટે વિદ્યાર્થીએ જે તે શાળામાં પૂછતાછ કરવી જોઈએ અથવા લાગુ પડતા સરકારી દફતરે મળવું જોઈએ.

Digital Gujarat Helpline No. – 18002335500

નીચેની યોજનાઓ વિશે પણ જાણો:

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply