ખેડૂતોને હાલના ટેકનોલોજીકલ યુગમાં ટેકનોલોજી દ્વારા દુનિયા સાથે જોડવા માટે ગુજરાત સરકારે નવા સ્માર્ટ ફોન ખરીદી ઉપર સહાય વધારીને ૪૦ ટકા સહાયની યોજના જાહેર કરી છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ આઈ-ખેડૂત પોર્ટલ (ikhedut portal) ઉપર ભરી શકાય છે.
Table of Contents
ikhedut Portal ઉપર ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજનાનો હેતુ
ગુજરાત સરકાર હસ્તકના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઘણી બધી યોજનાઓ અમલમાં મુકાતી હોય છે. ગુજરાતના ખેડૂતો પોતાના હિતને લક્ષી વિવિધ યોજનાઓનો સરળતા પૂર્વક લાભ પ્રાપ્ત કરી શકે એ માટે ગુજરાત સરકાર દ્વારા i-khedut portal બનાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારની આ ઓફિશ્યલ વેબસાઈટ ઉપર ખેતીવાડીની વિવિધ યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓ વગેરે યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે. સરકાર દ્વારા ડિજીટલ સેવાઓનો વ્યાપ વધારવા માટે ગુજરાત રાજ્યના કોઈપણ ખેડૂત દ્વારા સ્માર્ટ ફોન/એન્ડ્રોઇડ ફોનની ખરીદી કરવામાં આવે તો ૪૦ % (ટકા) કે રૂ.૬,૦૦૦ ની સહાય આપવામાં આવશે. ખેડૂત મોબાઈલ સહાય યોજનાની (Farmer Smartphone Scheme Yojana 2022) જાહેરાત ગુજરાત સરકાર દ્વારા તા.૨૦/૧૧/૨૦૨૧ ના રોજ સરકારી ઠરાવમાં કરવામાં આવી છે.
આ અગાઉ પણ ગુજરાત સરકારે ખેડૂતોને ટેકનોલોજી સાથે જોડવા માટે ખેડૂ સહાય યોજના જાહેર કરી હતી પણ આ યોજના અંતર્ગત સહાય પેટે ફોનની કિંમતના માંડ ૧૦ % (ટકા) ચૂકવાતા હોવાથી ખુબ જ ઓછી રકમ સહાય રૂપે મળતી હતી. આથી ખેડૂતોમાં નારાજગી ફેલાયી હતી જેના પગલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે એક કાર્યક્રમમાં ખેડૂતોને સ્માર્ટ ફોન ખરીદવા માટે ૪૦ ટકા સહાય આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
Navodaya Vidyalaya Admission 2022: ધોરણ-6 થી 12 સુધી બાળકોનું ફ્રી માં શિક્ષણ વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો.
ખેડૂત સ્માર્ટ ફોન/એન્ડ્રોઇડ ફોન સહાય યોજનાનો લાભ કોને મળી શકે?
ગુજરાત રાજ્યના ખેડૂતોને મોબાઈલ ફોન સહાય માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યના હોવા જોઈએ (Farmer of the state).
- લાભાર્થી ખેડૂત જમીન ધરાવતા હોવા જોઈએ.
- ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો માત્ર એકવાર સહાય મળવા પાત્ર છે.
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં ખેડૂતોને 8-અ માં દર્શાવેલ ખાતેદારો પૈકી એક જ ખાતેદારને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- આ સહાય માત્ર સ્માર્ટ ફોન/એન્ડ્રોઇડ ફોનની ખરીદી માટે રહેશે.
ખેડૂત મોબાઈલ સહાય યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય
ખેડૂત સ્માર્ટ ફોન/એન્ડ્રોઇડ ફોન સહાય યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના ખેડૂતોને ફોનની કિંમતના ૪૦ % કે રૂ.૬,૦૦૦/- બંને માંથી જે ઓછું હશે તે મળવા પાત્ર છે.
- ખેડૂતો દ્વારા રૂ.૧૫,૦૦૦ /- સુધીની કિંમતના સ્માર્ટ ફોન/એન્ડ્રોઇડ ફોનમાં સહાય મળવા પાત્ર છે.
- દાખલા તરીકે કોઈ ખેડૂત રૂ.૯,૦૦૦ /- ની કિંમતનો ફોન ખરીદે તો ખરીદ કિંમતના ૪૦ % પ્રમાણે રૂ.૩૬,૦૦/- સહાય મળવા પાત્ર છે.
- અથવા જો કોઈ ખેડૂત રૂ.૧૮,૦૦૦ /- ની કિંમતનો ફોન ખરીદે તો ખરીદ કિંમતના ૪૦ % લેખે રૂ.૭૨,૦૦/- થાય પરંતુ નિયમ મુજબ રૂ.૬,૦૦૦ /- સહાય મળવા પાત્ર છે.
- આ સહાય માત્ર સ્માર્ટ ફોન/એન્ડ્રોઇડ ફોનની ખરીદી માટે છે.
- સ્માર્ટ ફોન સિવાય બીજી એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ, ઈયર ફોન, ચાર્જર વગેરેનો સમાવેશ થશે નહીં.
ઓનલાઈન ફોર્મ ભરવાની ઓફિશ્યલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21/03/2021 |
અરજીની પ્રિન્ટ કાઢવા માટે | અહિયાં ક્લિક કરો. |
અરજીની સ્થિતિ જાણવા માટે | અહિયાં ક્લિક કરો. |
i-khedut portal ઉપર આ યોજના અંતર્ગત લાભ લેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ (Khedut Smartphone Sahay Yojana Required Documents)
આ યોજના ગુજરાત સરકાર હસ્તકના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત કોઈપણ ખેડૂતને લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ (i-khedut portal) ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે પ્રમાણે છે :
- જે તે ખેડૂત ખાતેદારના આધાર કાર્ડની નકલ
- બેંક એકાઉન્ટની (Bank Account) પાસબુકના પહેલા પાનાની નકલ
- સ્માર્ટ ફોન/એન્ડ્રોઇડ ફોન ખરીદી અંગેનું GST નંબર વાળું પાક્કું બિલ
- ખરીદી કરેલ મોબાઈલનો IMEI નંબર
- જે તે ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ્સ
- જમીનની 8-અ ની નકલ (તમારી જમીનના ડોક્યુમેન્ટ્સ જોવા/ ડાઉનલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો.)