May 3, 2024
Navodaya Vidyalaya Admission 2022

Navodaya Vidyalaya Admission 2022

આ ઉપયોગી માહિતી શેર કરો.

Navodaya Vidyalaya Admission 2022 । નવોદય વિદ્યાલય ફોર્મ કઈ રીતે ભરવું | કોણ આ ફોર્મ ભરી શકે વગેરે સંપૂર્ણ માહિતી

નવોદય વિદ્યાલય યોજના વિશે:

ભારત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર જવાહર નવોદય વિદ્યાલય (JNV) ની શરૂઆત 1986 માં કરેલી.

વર્તમાનમાં 661 વિદ્યાલયો છે. આ તમામ વિદ્યાલય શિક્ષણ આપતી આવાસીય વિદ્યાલય છે જેની સંપૂર્ણ આર્થિક જવાબદારી ભારત સરકાર દ્વારા સંચાલિત સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ સંભાળે છે.

આ વિદ્યાલયોમાં પ્રવેશ ‘જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા’ (JNVST) દ્વારા છઠ્ઠા ધોરણ (6th Std) થી અપાય છે. જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓની ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE), નવી દિલ્હી દ્વારા લેવામાં આવે છે.

જાતિ નો દાખલો કઢાવવા ની માહિતી માટે અહીંયા ક્લીક કરો.

માનવ ગરિમા યોજના: જેમાં પોતાનો ધંધો કરવા 25,000/- રૂ સુધીના સાધનો ની કીટ આપવામાં આવે છે.

નવોદય વિદ્યાલયમાં શિક્ષણ ઉપરાંત રહેવાનું, જમવાનું, યુનિફોર્મ તેમજ પુસ્તકો નિ:શુલ્ક આપવામાં આવે છે ફક્ત ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ની 600/- રૂપિયા માસિક ફી વિદ્યાલય વિકાસ નિધિના રૂપમાં લેવામાં આવે છે અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), બધી જ વિદ્યાર્થીનીઓ(કન્યાઓ) તથા ગરીબી રેખા નીચે આવતા પરિવાર (બી.પી.એલ) ના વિદ્યાર્થીઓની ફી માફ કરવામાં આવે છે.

આ યોજનાના ઉદ્દેશ્યો:

1) ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી આવતા પ્રતિભાવાન બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તા યુક્ત તથા આધુનિક શિક્ષણ પૂરું પાડવું, સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યોનો વિકાસ કરવો, પર્યાવરણ જાગૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ સાથે શારીરિક શિક્ષણ પૂરું પાડવું

2) વિદ્યાર્થીઓ ત્રણ ભાષાઓમાં કુશળતા પ્રાપ્ત કરે તે નક્કી કરવું

3) રાષ્ટ્રીય એકતા અને મજબૂત કરવા હિન્દીભાષી રાજયોના વિદ્યાર્થીઓને અહિન્દીભાષી રાજ્યોમાં અને અહિન્દીભાષી રાજ્યના વિદ્યાર્થીઓને હિન્દીભાષી રાજ્યોમાં સ્થળાંતર કરવા

4) અનુભવો અને સુવિધાઓ ના માધ્યમથી દરેક જિલ્લામાં શાળા શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે સેવાઓ પૂરી પાડવી.

કુંવરબાઈ નું મામેરું યોજના : જેમાં પરિણીત સ્ત્રીઓ ને 12,000/- ની સહાય અપાય છે.

જવાહર નવોદય વિદ્યાલય માં એડમિશન 2022 માટે:

ધોરણ 6 માટે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા શનિવાર, 30 એપ્રિલ 2022 ના રોજ સવારે 11:30 વાગ્યે એક જ તબક્કામાં તમામ વિદ્યાલયો માટે યોજાશે. 

ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2021.

જે વિદ્યાર્થી નો જન્મ તારીખ 1 મે 2009 પહેલા અને તારીખ 30 એપ્રિલ 2013 પછી થયેલ હોય તે વિદ્યાર્થી આ યોજનામાં લાભ લઈ શકશે નહી.

નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે વિદ્યાર્થી નો ધોરણ 5 માં, આ વર્ષ ૨૦૨૧-૨૨ માં અભ્યાસ ચાલુ હોવો જોઈએ જે વિદ્યાર્થી અગાઉના વર્ષોમાં ધોરણ 5 પાસ કરેલ છે તે વિદ્યાર્થી આ પરીક્ષા આપી શકશે નહિ.

હાલમાં એટલે કે વર્ષ 2021-22 માં અભ્યાસ કરતા ધોરણ 5 ના ઉમેદવારે ધોરણ 5 સફળતાપૂર્વક પાસ કરેલ હશે તો જ નવોદય વિદ્યાલય ફોર્મ ભરી શકાશે.

જે વિદ્યાર્થીએ 15 સપ્ટેમ્બર 2021 પહેલા ધોરણ 5 માં પ્રવેશ મેળવેલ નથી તેને અરજી કરવા માટે અયોગ્ય ગણવામાં આવશે.

કોઈપણ વિદ્યાર્થીને કોઈપણ સંજોગોમાં બીજી વખત પ્રવેશ પરીક્ષા આપવાની તક આપવામાં આવતી નથી.

જરૂરી ડોક્યુમેન્ટ:

પ્રવેશ માટે પ્રાયોગિક ધોરણે પસંદગી પામેલ વિદ્યાર્થીઓના વાલીઓએ ચકાસણી વખતે રજુ કરવાના પુરાવાઓ નીચે મુજબ છે.

1) જન્મ તારીખ નું પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ)

2) નવોદય વિદ્યાલય સમિતિ ની શરતો પ્રમાણે ના લાયકાતના પુરાવાઓ

3) ગ્રામીણ અનામત જગ્યા પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીના વાલીએ સક્ષમ અધિકારીનું ગ્રામીણ ક્ષેત્ર નું પ્રમાણપત્ર આપવાનું રહેશે જે દર્શાવતું હશે કે વિદ્યાર્થી ગ્રામીણ વિસ્તારમાં આવેલી શાળામાં ભણે છે

4) NIOS( National Institute of Open Schooling ) શાળા ના વિદ્યાર્થીઓને યોગ્ય ફોર્મેટમાં રહેઠાણ નું પ્રમાણ પત્ર લાવવાનું રહેશે

 5) અન્ય જરૂરી દસ્તાવેજો.

આવક નો દાખલો કઢાવવા વિશેની સંપૂર્ણ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી:

  • આ ફોર્મ લેપટોપ, મોબાઈલ ફોન, ટેબલેટ જેવા ઉપકરણો ના માધ્યમથી જાતેજ ભરી શકાય છે. પરંતુ વિધાર્થીએ હાલમાં જે શાળા માં ભણતા હો તે શાળા ના શિક્ષક ની મદદ લેવી જોઈએ અથવા 

    વિદ્યાર્થી અને વાલીઓની સહાયતા માટે દરેક નવોદય વિદ્યાલય માં એક સહાયતા કેન્દ્ર ઉપલબ્ધ હોય છે. જ્યાં વાલીગણ જરૂરી દસ્તાવેજો જેવા કે આચાર્યની સહી વાળુ પ્રમાણપત્ર, ફોટોગ્રાફ અને મોબાઈલ ફોન ( જેમાં રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પ્રાપ્ત થઈ શકે ) લઈ જઈને રજીસ્ટ્રેશન કાર્ય કરાવી શકે છે.
  • પ્રવેશ પરીક્ષા માટે અરજી કરવાની રીત સરળ અને સંપુર્ણ ઓનલાઇન પદ્ધતિથી થાય છે. જેમાં વિદ્યાર્થીનું રજિસ્ટ્રેશન નવોદય વિદ્યાલયના એડમિશન પોર્ટલ www.navodaya.gov.in પણ તદ્દન ફ્રી માં થાય છે.
Navodaya Vidyalaya Admission ( ઓનલાઇન ફોર્મ ભરવા માટે ) 👉 Apply Online
  • ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે ક્લિક કરી સર્ટીફીકેટ ડાઉનલોડ કરો👇👇અને એમાં વિધાર્થી તથા વાલીની સહી કરી, તમામ વિગતો ભરીને તથા ફોટો લગાવીને JPG ફોર્મેટમાં 10 થી 100 Kb સુધીની સાઇઝમાં સર્ટિફિકેટને સ્કેન કરીને ઓનલાઇન અપલોડ કરવાનું રહેશે.
નવોદય વિદ્યાલય ફોર્મ
નવોદય વિદ્યાલય ફોર્મ માટે સર્ટિફિકેટ
  • NIOS ના ઉમેદવારોએ B સર્ટીફીકેટ👇👇 તથા જે-તે જિલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે જિલ્લાનું નિવાસી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
NIOS ના ઉમેદવારો માટેનું B સર્ટીફીકેટ
NIOS ના ઉમેદવારો માટેનું B સર્ટીફીકેટ

પરીક્ષા માટે ખાસ બાબતો:

પ્રવેશપત્ર:

વિદ્યાર્થીએ નવોદય વિદ્યાલય ની વેબસાઈટ www.navodaya.gov.in પર નિર્ધારિત તારીખથી એડમિશનના પોર્ટલ પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનું રહેશે.

પ્રવેશ પત્ર માં દર્શાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્ર પર દરેક વિદ્યાર્થીએ ઉપસ્થિત થવાનું રહેશે કોઈપણ વિદ્યાર્થીને તેના પ્રવેશ પત્ર માં દર્શાવ્યા સિવાયના પરીક્ષા કેન્દ્ર પરીક્ષા આપવાની પરવાનગી આપવામાં આવતી નથી તેમ જ પરીક્ષા કેન્દ્ર બદલી આપવાની કોઈ પણ વિનંતી ધ્યાનમાં લેવામાં આવતી નથી નિયત પ્રવેશ પત્ર વગર કોઈપણ વિદ્યાર્થીને પરીક્ષા આપવા દેવામાં આવતી નથી જેની ખાસ નોંધ લેવી.

પરીક્ષાની ભાષા:

ગુજરાતમાં વિદ્યાર્થી ગુજરાતી હિન્દી મરાઠી અને અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપી શકે છે.
નોંધ: ઉમેદવારે અરજી પત્રકમાં જે ભાષા દર્શાવેલા છે તે ભાષામાં જ ટેસ્ટ બુકલેટ (પેપર) આપવામાં આવે છે.

પરીક્ષાનું માળખું: 

પરીક્ષાનો સમય સવારના 11:30 થી 1:30 સુધી (બે કલાક) નો હોય છે. વિદ્યાર્થીએ પ્રવેશ ખંડમાં 11 વાગ્યા સુધીમાં પહોંચવાનું રહેશે.
પરીક્ષા ત્રણ વિભાગમાં હોય છે અને તે દરેક વિભાગમાં ફક્ત બહુવિકલ્પ (OMR- હેતુલક્ષી) પ્રશ્નો ના કુલ 100 ગુણના 80 પ્રશ્નો હશે.

Navodaya Vidyalaya Admission
Navodaya Vidyalaya Admission

OMR શીટ માં જવાબ ચોક્કસાઈ થી લખવા કેમકે પરીક્ષાનું પરિણામ કોમ્પ્યુટર દ્વારા તૈયાર થાય છે તેથી ઉત્તરવહીની ફેર તપાસણી કે કુળની ફેર તપાસણી કરવામાં આવતી નથી.

પરીક્ષાનું પરિણામ ( Exam Result ):

જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા-2022 નું પરિણામ જૂન, 2022માં જાહેર થઈ શકે છે.

પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ સફળ ઉમેદવારોના સમિતિ દ્વારા નક્કી કરાયેલ ધારાધોરણ મુજબ રહેઠાણ, ઉંમર અને લાયકાતના પુરાવાઓની ચોકસાઈથી અને વિગતવાર ચકાસણી કરવામાં આવે છે.

વિદ્યાર્થીને પરિણામ અંગેની જાણકારી એડમિશન પોર્ટલ www.navodaya.gov.in પરથી મેળવી શકાશે.

પરિણામ નીચે જણાવેલ કચેરીના બોર્ડ ઉપર પણ લગાવવામાં આવે છે.
1) જવાહર નવોદય વિદ્યાલય
2) કલેકટર કચેરી
3) મા.જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી
4) નાયબ કમિશનર શ્રી નવોદય વિદ્યાલય સમિતિ પ્રાદેશિક કચેરી

તથા સંબંધિત જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય દ્વારા પસંદ થયેલા ઉમેદવારોને નોંધણી કરાયેલા મોબાઈલ નંબર પર સંદેશ દ્વારા તથા સ્પીડ પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવે છે.

જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ જાય છે એમના ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ ગયા પછી એડમિશન કન્ફોર્મ થયા પછી જ હાલની શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવવું.

ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:

અરજી અપલોડ કરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર 2021 છે.

  1. ફોર્મ ભારત પહેલા માહિતી પત્રક તથા અરજીપત્રક ધ્યાનથી વાંચો અને તમારી જન્મતારીખ 1.5.2009 થી 30.4.2013ની વચ્ચે છે તે ખાતરી કર્યા પછી જ અરજી પત્રક ભરો.
    તમે જે શાળામાં ધોરણ 3, 4 અને 5 ભણ્યા હોવ તે શાળા સરકારી, સરકાર અનુદાનિત, સરકાર માન્ય, અધિકૃત સંસ્થા કે NIOS ( National Institute of Open Schooling )છે કે કેમ તેની ખાતરી કરી લો.

2) અરજીપત્રક અપલોડ કરવા ઘોષણાપત્ર સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ બરાબર ખાતરી કર્યા પછી જ ભરવું. દા.ત. SC, ST, OBC કે દિવ્યાંગ ઉમેદવાર હોય તો સ્પષ્ટ લખવું.
જો પ્રવેશ સમયે ઉમેદવારે ખોટી માહિતી લખેલી હશે તો પ્રવેશ રદ ગણવામાં આવશે. એટલે તમામ વિગતો સાચી અને સ્પષ્ટ લખવી.

3) પ્રમાણપત્રક માં જન્મતારીખ અંકોમાં શબ્દોમાં લખવી તથા શાળાના રેકોર્ડમાં દર્શાવ્યા પ્રમાણેની જ લખવી. જો શાળાના રેકોર્ડ માં બતાવેલી જન્મતારીખ કરતા જુદી તારીખ હશે તો તેવા વિદ્યાર્થીનો પ્રવેશ રદ થવાને પાત્ર રહેશે

4) યોગ્ય કાયમી ઓળખ ચિન્હ (શરીર પરના) અરજીપત્રકમાં સ્પષ્ટ લખવા લખવાનું રહેશે.

5) વિદ્યાર્થી અને તેમના માતા / પિતા કે વાલી એ અરજી કરતી વખતે પોતાની સહી અપલોડ કરવાની રહેશે.

ખાસ ધ્યાન માં રાખવાની બાબત: 

અરજી પત્રક માં કોઈપણ કોલમ પડવાની રહી ગઈ હશે તો અરજીપત્રક રદ કરવામાં આવશે.

અરજદારે પ્રવેશ માટે બધી જ યોગ્યતાની ખાતરી કરી લેવી જેવી કે શિક્ષણ, ઉંમર, જાતિ( અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ વગેરે ), શહેરી અથવા ગ્રામીણ, દિવ્યાંગ વગેરે કોઈ પણ માહિતી ખોટી સાબિત થશે તો પ્રવેશ રદ કરવામાં આવશે. આ બાબતે જવાહર નવોદય વિદ્યાલયનો નિર્ણય આખરી અને બંધનકર્તા ગણાશે. તેમજ જ્યાં સુધી વિદ્યાર્થી શાળામાં હાજર રહ્યો હોય ત્યાં સુધીનો ખર્ચ તેની પાસેથી વસૂલ કરવામાં આવશે અને આ વિષયમાં કોઇ પણ પત્ર વ્યવહાર ઉપર ધ્યાન અપાશે નહીં કોઈ પણ જાતના અર્થઘટન કે વિવાદ વખતે આ માહિતી પુસ્તિકા નો અંગ્રેજી સંસ્કરણ જ માન્ય ગણાશે.

મહત્વની તારીખો અને લીન્કો:

Navodaya Vidyalaya Admission Last Date/
Navodaya Vidyalaya form last Date
15 ડિસેમ્બર, 2022
Navodaya Vidyalaya, 2022 Result Date જૂન, 2022
Official Websitewww.navodaya.gov.in
ઓનલાઈન ફોર્મ ભરવા માટે 👉 Apply Online
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે આ ફોર્મ અપલોડ કરવાનું રહેશે Download
NIOS ના ઉમેદવારો માટે રહેઠાણનું પ્રમાણપત્ર Download
ફોર્મ ભરવાની તારીખ લંબાવવા નું નોટિફિકેશન Click Here
વિગતવાર માહિતી ( PROSPECTUS )Click Here
Navodaya vidyalaya admission

નીચેની યોજનાઓ વિશે પણ જાણો:

Navodaya Vidyalaya Admission 2022
Navodaya Vidyalaya Admission 2022
આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા તમામ મિત્રો, સગા વહાલા સુધી શેર કરો.
આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply