December 21, 2024
Loan For Foreign Study

વિદેશ અભ્યાસ લોન યોજના

આ ઉપયોગી માહિતી શેર કરો.

Loan For Foreign Study 2021 : વિદેશ અભ્યાસ માટે સરકારની લોન સહાય યોજના ના ફોર્મ ભરાવા ના ચાલુ હોવાથી નીચેની વિગતો અનુસારો

Loan For Foreign Study યોજના વિશે :

ગુજરાત સરકાર દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ જે આર્થિક પરિસ્થિતિ ને કારણે ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ નહિ જઈ શકતા હોવાથી વિદ્યાર્થી ની કારકિર્દી પર ખરાબ અસર થતી હોય છે. પરંતુ જો વિદ્યાર્થી ને જો વિદેશ અભ્યાસ લોન મળી રહે તો વિદ્યાર્થી એમનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે.

આ હેતુ થી ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે આ યોજના હેઠળ લક્ષ્યાંક મુજબ અરજી મંગાવે છે.

આ યોજનાનો લાભ ઘણા વિદ્યાર્થીઓ મેળવે છે. તેથી તમે પણ નીચે મુજબ જાણો આ યોજના વિશે અને ફોર્મ ભરવાની વિગતો સાથે લાભ મેળવો.

અહીંયા આ પોસ્ટ માં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ના વિદ્યાર્થીઓ માટે આ યોજના માહિતી આપેલી છે.

અનુસૂચિત જાતીના વિધાર્થીઓ માહિતી માટે અહીંયા ક્લિક જાણો.

બિન અનામત ( OPEN ) માં આવતા વિધાર્થીઓ માહિતી માટે અહીંયા ક્લિક જાણો.

Loan For Foreign Study યોજના નો લાભ કોને મળે :

આ યોજનાનો લાભ અનુસૂચિત જાતી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC) અને આર્થિક રીતે પછાત વર્ગ (EBC) ના વિદ્યાર્થીઓ ને આ યોજનાનો લાભ મળે છે.

  • SEBC ના વિદ્યાર્થીઓ માટે – ધોરણ-૧૨ પછી ડિપ્લોમા / સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે
  • SEBC ના વિદ્યાર્થીઓ માટે – સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે
  • EBC ના વિદ્યાર્થીઓ માટે – સ્નાતક (બેચલર ડિગ્રી) પછી અનુસ્નાતક કક્ષાના (Post Graduate) અભ્યાસક્રમ માટે

વિદેશ જતા વિદ્યાર્થીઓ ને ધોરણ – 12 માં ઓછા માં ઓછા 65% હોવા જોઈએ અને NT/DNT, વધુ પછાત, અતિ પછાત જાતિ ના વિદ્યાર્થી ઓ માટે 55% હોવા જોઈએ.

SEBC ના અનુસ્નાતક – માસ્ટર ડિગ્રી ( Post Graduation )કરવા જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક – બેચલર ડિગ્રી માં ઓછા માં ઓછા 60% હોવા જોઈએ અને NT/DNT, વધુ પછાત, અતિ પછાત જાતિ ના વિદ્યાર્થી ઓ માટે 50% હોવા જોઈએ.

EBC ( આર્થિક રીતે પછાત ) ના અનુસ્નાતક – માસ્ટર ડિગ્રી ( Post Graduation )કરવા જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક – બેચલર ડિગ્રી માં ઓછા માં ઓછા 60% હોવા જોઈએ

આવકનો દાખલો કઢાવવા અહીંયા click કરો.

Loan For Foreign Study યોજનાના ધારા ધોરણો :

  • આ યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ વિદેશ જતા પહેલા અરજી જમાં કરવાની રહેશે.
  • લોન મંજૂર થયા પછી વિદ્યાર્થીના વાલી અથવા જામીનદારે લોનની રકમ કરતા વધુ રકમની મિલકત સરકારના પક્ષે રજીસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે.
  • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ માટે આવક મર્યાદા 10 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • આર્થિક રીતે પછાત વર્ગ માટે આવક મર્યાદા 4.50 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
  • લોન નું રિપેમેન્ટ વિદ્યાર્થીનો અભ્યાસ પૂરો થયાના એક વર્ષ બાદ માસિક / ત્રિમાસિક ના હપ્તામાં અનુકૂળતા મુજબ ભરી શકે છે. લોનના વ્યાજ ની રકમ 2 વર્ષ અને લોનની રકમ મહત્તમ 10 વર્ષમાં ભરવાની રહે છે.

આ યોજના હેઠળ કુલ 15 લાખ રૂપિયાની (પંદર લાખ) મર્યાદામાં 4% સાદા વ્યાજે લોન મળવાપાત્ર છે. જો નિયમિત લોન પરત કરવામાં ના આવે તો 2.5% વ્યાજ દંડ ભરવું પડી શકે છે.

Loan For Foreign Study
વિદેશ અભ્યાસ લોન યોજના
Videsh abhyas loan Documents

વિદેશ અભ્યાસ લોન યોજના માટેના ડોક્યુમેન્ટ્સ :

  • આધારકાર્ડની ઝેરોક્ષ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • ધોરણ 10 પછીની તમામ માર્કશીટ્સ અને ડિગ્રી સર્ટિફિકેટ
  • શાળા છોડ્યાનો દાખલો ( School L.C )
  • એડમિશન લેટર / ઓફરલેટર / I–20 / Letter of Acceptence
  • પાસપોર્ટની ઝેરોક્ષ
  • વીઝાની ઝેરોક્ષ
  • એર ટીકીટની ઝેરોક્ષ
  • અરજદારની બેંક પાસબુક ના પ્રથમ પેજ ની ઝેરોક્ષ અને પાંચ (5) ચેક ( પોસ્ટ ડેટેડ )
  • દર વર્ષે ભરવાની થતી ફી(Fees) / ભરેલ ફી નો પુરાવો
  • મિલકતનો વેલ્યુએશન રીપોર્ટ

વિદેશ અભ્યાસ લોન માટે અરજી ક્યાં કરવી

વિદેશ અભ્યાસ લોન લેવા માટે વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા સરકારી વેબસાઈટ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઇન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્‍ટ વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે.

અનુસૂચિત જાતીના વિધાર્થીઓ ફોર્મ ભરવા અહીંયા click કરો.

બિન અનામત ( OPEN ) માં આવતા વિધાર્થીઓ ફોર્મ ભરવા અહીંયા click કરો.

વિદેશ અભ્યાસ લોન માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા SBI માંથી પણ 20 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે આ માટે વિદ્યાર્થીએ નજીક ની SBI બ્રાન્ચ નો સંપર્ક કરવો જોઈએ sbi student loan for foreign study.

Aavak no dakhlo aavak no dakhlo document anubandham gov in registration anubandham gujarat anubandham portal anubandham registration anubandham registration online anubandham rojgar anubandham rojgar portal anubandham rojgar portal gujarat daily offers daily offer zone digital gujarat scholarship Diploma freshers job e samaj kalyan manav Garima yojana ikhedut ikhedut portal i khedut portal i khedut registartion ITI freshers job ITI Job ITI Job Gujarat jati no dakhlo Lose weight manav garima yojana manav garima yojana 2021 manav garima yojana gujarat manav garima yojana in gujarati manav garima yojana kit list Manav Garima Yojana Online apply Mukhyamantri Bal Seva Yojana form Pragati Scholarship Pragati Scholarship Eligibility Pragati Scholarship Scheme rte admission last date rte form rte form last date rte form online rte gujarat rte gujarat school list rte news student loan for foreign study ગુજરાત સરકાર ખેડૂત સહાય યોજના જાતિ નો દાખલો રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ

આ ઉપયોગી માહિતી શેર કરો.

1 thought on “વિદેશ અભ્યાસ લોન : વિદેશમાં અભ્યાસ માટે સરકારી લોન સહાય યોજના

Leave a Reply