December 21, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.

મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના : આ યોજના હેઠળ રાજ્યનાં ખેડૂતોના કૃષિ ઉત્પાદનો ની ગુણવત્તા જાળવવા અને પાક નો સંગ્રહ કરી શકે એવા હેતુ થી ગુજરાત સરકાર દ્વારા 2020-21 માં Mukhyamantri Pak Sangrah Yojana શરુ કરવામાં આવી છે.

યોજનાની વિગતો :

સરકારશ્રી ના મતે રાજ્યના દરેક વર્ગના ખેડૂતો મેહનત કરીને સારું ઉત્પાદન મેળવતા હોવા છતાં કમોસમી વરસાદ, વાવાઝોડું, અતિવૃષ્ટી તેમજ અન્ય પરિબળો ને કારણે ખેત પેદાશોના સંગ્રહ માટેની કોઇ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે ઉત્પાદનની ગુણવત્તા પર માઠી અસર થાય છે અને પાકનો બગાડ થાય છે.

જો ખેડૂતો ને સુરક્ષિત ખેત પેદાશ સંગ્રહ ની સગવડ મળી રહે તો પાક ઉત્પાદનને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે તેથી ખેત પેદાશોની ગુણવત્તા જળવાઇ રહે અને ખેડૂત યોગ્ય સમયે ખેત પેદાશો ને સારા ભાવ માં વહેંચી શકે છે., જેથી ખેડૂતોનો આર્થિક ફાયદો થાય થવાથી ખેતી વધુ નફાકારક બની શકે છે.

આ ઉત્તમ ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા 2020-21 માં આ યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના 100% રાજ્ય સરકાર પુરસ્કૃત યોજના છે.

આ યોજનામાં કેટલો લાભ મળે અને લાભ કોણ લઇ શકે :

  • આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂત લઇ શકે છે.
  • આ યોજનાનો લાભ માથાદીઠ આજીવન એકવખત સહાય લઇ શકે છે.
  • આ યોજના હેઠળ ખેડૂત ખાતેદારોને પોતાના ખેતરમાં કે વાડીમાં ગોડાઉન બનાવવા પહેલા 30% અથવા રૂ. 30,000/- ની સહાય આપવામાં આવતી હતી હવે આ વર્ષે આ યોજનામાં કુલ ખર્ચના 50% અથવા 50,000/- રૂપિયા બે માંથી જે ઓછું હશે તે સહાય મળવાપાત્ર છે.
  • આ યોજના હેઠળ મળવાપાત્ર મદદ બે હપ્તા માં આપવામાં આવે છે.
  1. પ્લીન લેવલ સુધીની કામગીરી પુરી થયા બાદ રૂ. 25,000/- ની પ્રથમ હપ્તો અને
  2. ગોડાઉન ની સંપૂર્ણ કામગીરી પુરી થયા બાદ તેની ચકાસણી કર્યા બાદ ઠરાવની શરતોને આધારે બીજા હપ્તા ના રૂ. 25,000/- ચુકવવામાં આવશે.

સરકારી યોજનાઓ વિશે જાણવા અહીંયા ક્લિક કરો.

આ યોજનાનો લાભ લેવા પાળવા પડતા નિયમો :

  • આ યોજનાનો લાભ લેવા થયેલા સરકારી ઠરાવો મુજબના સ્પેસિફિકેશન મુજબનું ગોડાઉન બનાવવા નું રહેશે. ઠરાવો જાણવા આ પોસ્ટ ને નીચે સુધી વાંચો.
  • ગોડાઉન જમીનથી ઓછામાં ઓછો બે ફૂટ ઊંચાઈએ તૈયાર કરવાનો રહેશે. તેમાં એક દરવાજો અને એક બારી મુકવાની રહેશે.
  • સ્ટ્રક્ચરના છતની મધ્યમ ઊંચાઈ વધારેમાં વધારે ૧૨ ફૂટ અને પાયો જમીનમાં બે ફૂટ થી વધુ ઊંડો હોવો જોઈએ.
  • મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ન્યૂનતમ ૩૩૦ ચોરસ ફુટ વિસ્તારનું સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે.
mukhyamantri pak sangrah  yojana
Mukhyamantri Pak Sangrah Yojana

Mukhyamantri Pak Sangrah Yojana લાભ કેવી રીતે લેવો :

  • આ યોજનાનો લાભ લેવા દરેક ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ – ( i khedut ) વેબસાઈટ પર અરજી કરવાની રહે છે. અરજી કરવા ખેડૂત ભાઈઓ પોતે i khedut પર અરજી કરી શકે છે અથવા ગ્રામ પંચાયત ની ઓફિસે મુલાકાત કરી અરજી કરી શકાય છે અથવા ઈન્ટરનેટ સુવિધા ધરાવતી કોઈ પણ જગ્યાએથી અરજી કરી શકાય છે. અરજી કરવા અહીંયા ક્લિક કરો.
  • યોજનાકીય ઠરાવને આધીન સરકારશ્રીના ઠરાવ પ્રમાણે ખેડૂત ખાતેદારો લાભ લઇ શકે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે જે તે જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ ઉપર મૂકવામાં આવેલ છે. અધિકારીઓ નો સંપર્ક કરવા અહીંયા ક્લિક કરો.

અરજી પત્રકનો નમુનો તથા આ યોજનાનો ઠરાવ

જો આ ગોડાઉન બનાવવા ની યોજનાની ( Godown Scheme in Gujarat ) માહિતી ગમી હોય તો આ આર્ટિકલ ને લાઈક અને શેર કરો તેમજ ભારત સરકાર તેમજ ગુજરાત સરકારની દરેક સરકારી યોજનાઓની સરળ અને સંપૂર્ણ માહિતી મેળવવા માટે ડેઈલી ફાયદાનું ઓફિશ્યલ ફેસબુક પેજ લાઈક અને શેર કરો.

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply