September 14, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.

Mukhyamantri Bal Seva Yojana અંતર્ગત જેમના માતા -પિતા Covid-19 ને કારણે મૃત્યુ પામ્યા હોય એવા આધારહીન બાળકોને ભવિષ્યની કારકિર્દી માટે રૂ. 6,000/- સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના (Mukhyamantri Bal Seva Yojana)નો ઉદ્દેશ:

ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાની દ્વારા તારીખ 29 મે 2021 ના ​​રોજ મુખ્યમંત્રી બાળ સેવા યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના હેઠળ એવા બાળકોને મદદ કરવામાં આવશે જેમના માતા -પિતા નું કોરોના ને ( Covid-19 નું ) કારણે મૃત્યુ થયું હોય.

આ યોજના હેઠળ આધારહીન બાળકોને આર્થિક સહાય અને ભવિષ્યની કારકિર્દી માટે પૂરી સહાય કરવામાં આવશે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત બાળકના ઉછેર માટે બાળક અથવા તેના વાલીને રૂ. 2,000 થી  રૂ. 4,000 સુધીની આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે.

આ યોજના હેઠળ રાજ્યના 776 બાળકોને દર મહિને રૂ. ૪,૦૦૦ ની સહાય આપવામુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ એટ વન ક્લિક ૩૧.૦૪ લાખ રૂપિયા બાળકો / વાલીઓના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.

ગુજરાત સરકાર દ્વારા હવે Covid-19 સિવાય બીજા રોગોના કારણે અનાથ બાળકોને આ યોજના હેઠળ સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ કોણ લઇ શકે :

  • અરજદાર ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ.
  • જેમના માતા અથવા પિતા કે માતા-પિતા બંનેનું કોરોના ને લીધે અવસાન થયું હોય તેવા તમામ બાળકો ને આ યોજના હેઠળ લાભ મળવા પાત્ર છે.
    • આ યોજનાનો લાભ લેવા બાળકની ઉંમર 21 વર્ષથી ઓછી હોવી જોઈએ
  • પરિવારના દરેક બાળકો ( પાલક અથવા કાયદાકીય રીતે દત્તક હોય ) આ યોજનાનો લાભ મેળવી શકશે.
  • ધોરણ -10 પછી ફ્રી માં ભણી શકાય એવા કોર્સ ની માહિતી

    આ યોજનાની ​​વિગતો :

    આ યોજના માં આવક મર્યાદા ને ધ્યાનમાં લીધા વિના સીધી સહાય આપવામાં આવશે.

    • 18 વર્ષ સુધીની ઉંમર ધરાવતા બાળકો જેમના માતા અથવા પિતામાંથી કોઈ એક નું કોરોનાને કારણે અવસાન થયું હોય તો દર મહિને રૂ. 2,000/- અને
      જેમના માતા-પિતા બંને અવસાન પામ્યા હોય તેમને રૂ. 4000/- ની સહાય કરવામાં આવશે.
    • આફ્ટર કેર યોજના હેઠળ જેમના 18 વર્ષ પૂર્ણ થયા હોય અને ભણતર ચાલુ હોય તો તેવા બાળકો ને 21 વર્ષ ના થાય ત્યાંસુધી દર મહિને રૂ. 6,000/- ની સહાય આપવામાં આવશે. 21 વર્ષ પૂર્ણ થયા પછી ઉચ્ચ અભ્યાસ કરતા હોય તો 24 વર્ષની ઉંમર સુધી દર મહિને રૂ. 6,000/- ની સહાય આપવામાં આવશે.
    • રાજ્યના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, એન.ટી.ડી.એન.ટી (NTDNT) અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને આદિજાતિના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત થયેલ શિષ્યવૃત્તિ જે તે વિભાગના ઠરાવો, પરિપત્રો, નિયમોને આધીન રહીને મંજૂર કરાશે.
    • આ સિવાય શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન (Foreign Study) માટે આવા અનાથ અને નિરાધાર બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) હેઠળ સમાવી લેવામાં આવશે અને કોઇપણ જાતની આવક મર્યાદા વગર પ્રાથમિકતા આપવામાં આવશે.
    • મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ 4 વર્ષથી વધુ ઉંમર ના બાળકોને વોકેશનલ તાલીમ અને 18 વર્ષથી વધુ ઉંમર ના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ સરકારી ખર્ચે પ્રાથમિકતા ના ધોરણે અપાશે.
    • જે દીકરીઓએ માતા-પિતા ગુમાવ્યા છે તેવી આધારહીન બનેલી દીકરીઓને અભ્યાસ માટે કેન્દ્ર / રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, નિવાસી શાળાઓમાં પ્રવેશમાં પ્રાથમિકતા આપવામાં આવશે અને હોસ્ટેલ ખર્ચ પણ અપાશે. આવી નિરાધાર કન્યાઓને લગ્ન માટે કુંવરબાઈનું મામેરૂ યોજના યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે .
    Mukhyamantri Bal Seva Yojana
    Mukhyamantri Bal Seva Yojana

    Mukhyamantri Bal Seva Yojana માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ:

    • બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( L.C )  
    • પિતા અથવા માતાના મરણ નો દાખલો 
    • બાળક અથવા અરજદાર વાલીના બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક ( Cheque )
    • બાળકના અને અરજદાર પિતા/ માતા/ પાલક/ વાલી તરીકે જે હોય તેના આધાર કાર્ડની નકલ
    • બાળક હાલમાં જે ધોરણમાં ભણતું હોય તેનું પ્રમાણપત્ર ( બાળક જ્યાં ભણતું હોય ત્યાંથી મેળવવું )

    આ યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા:

    • આ યોજના નો લાભ લેવા અરજી ફોર્મ જિલ્લા બાળ સુરક્ષા ની કચેરી માં જમા કરાવવાનું રહેશે.
    • જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિ દ્વારા પાત્રતા ધરાવતા બાળકોની ઓળખ કર્યા બાદ અરજી પ્રક્રિયા પૂર્ણ થશે.

    આ સરકારી યોજના નો લાભ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચે તો અવશ્ય બાળકોના ભવિષ્ય ને બેહતર બનાવી શકાશે.

    આ ઉપયોગી માહિતી શેર કરો.

    1 thought on “મુખ્યમંત્રી બાળ સેવા યોજના

    Leave a Reply