December 8, 2024
NMMS Scholarship New Registration
આ ઉપયોગી માહિતી શેર કરો.

NMMS: National Means Cum Merit Scholarship Scheme। ફોર્મ કઈ રીતે ભરવાનું। ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે । અગત્યની તારીખો। કોણ આ ફોર્મ ભરી શકે વગેરે સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

આ યોજનામાં દર મહિને 1000/- રૂપિયા આપવામાં આવે છે. એટલે દર વર્ષે 12000/- રૂપિયા મળવાપાત્ર છે.

NMMS નું ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો :

Sr.No.વિગતતારીખ
1જાહેરનામું બહાર પડ્યું28/12/2021
2ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળો31/12/2021 થી 19/01/2022
3પરીક્ષા માટે ફી ભરવાનો સમયગાળો 31/12/2021 થી 20/01/2022
4શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા શિક્ષણાધિકારી/ શાસનાધિકારી ની કચેરીમાં જમા
કરાવવાની અંતિમ તારીખ
25/01/2022
5 DPEO કચેરી દ્વારા અરજી અપ્રુવ કરવાની અંતિમ તારીખ 28/01/2022
6DPEO કચેરી દ્વારા શાળામાંથી આવેલ આવેદનપત્રો રા.પ.બોર્ડ માં
જમા કરાવવાની અંતિમ તારીખ
31/01/2022
7પરીક્ષાની તારીખફેબ્રુઆરી મહિનામાં ( સંભવિત )

NMMS Eligibility : આ યોજના માં કોણ ફોર્મ ભરી શકે

ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ( MHRD ) , ન્યુ દિલ્હીના તારીખ- 22/12/2021 પત્રના મુદ્દા નં .5 માં દર્શાવેલ જોગવાઇ મુજબ COVID – 19 ની પરિસ્થિતીને કારણે જે વિધાર્થીઓ ધોરણ -8 માં પ્રમોટ કરવામાં આવેલ છે તેઓ ખાસ કિસ્સામાં લઘુત્તમ માર્ક્સને ધ્યાને લીધા વગર NMMS Scholarship માટેની પરીક્ષા -2021 માં ભાગ લઇ શકશે.

વિદ્યાદીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને 50 હજાર રૂપિયા નો વીમો આપવમાં આવે છે.

આ પણ વાંચો

જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ -8 માં સરકારી પ્રાથમિક શાળાઓ , લોકલ બોડી શાળાઓમાં ( જિલ્લા પંચાયત / મહાનગરપાલિકા / નગરપાલિકાની શાળા ) તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ N.M.M.S ની પરીક્ષા આપી શકશે.

ખાનગી શાળાઓ ( પ્રાઇવેટ શાળા / સેલ્ફ ફાઇનાન્સ શાળા ) , કેન્દ્રીય વિદ્યાલય , જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા , જમવા અને અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળાના વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આવેદનપત્ર ભરી શકશે નહિ . 

જરૂરી ડોક્યુમેન્ટ્સ નું લિસ્ટ :

NMMS Documents list
NMMS Documents list

આવક મર્યાદા :

NMMS ની પરીક્ષા માટે નક્કી થયા મુજબ ઉમેદવારના વાલીની વાર્ષિક આવક 1,50,000/ -થી વધારે ના હોવી જોઇએ . વિદ્યાર્થીના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણીત નકલ અવશ્ય જોડવાની રહેશે , ( સરકારા દ્વારા અધિકૃત કરેલ અધિકારીશ્રીનો દાખલો જોડવાનો રહેશે ). 

NMMS ના પ્રશ્નપત્ર વિશે :

પ્રકારપ્રશ્નો માર્કસ (ગુણ)સમય
સ્ટેજ -1, મેન્ટલ એબિલિટી ટેસ્ટ (MAT) 909090 મિનિટ ( 1.5 કલાક )
સ્ટેજ -2,સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT) 
ગણિત-20, વિજ્ઞાન-40, સામાજિક વિજ્ઞાન-40
9090 90 મિનિટ ( 1.5 કલાક )
કસોટી નું માળખું

અભ્યાસક્રમ :

આ પરીક્ષા માટે વિદ્યાર્થી ગુજરાતી અથવા અંગ્રેજી માંથી કોઈ પણ એક ભાષા પસંદ કરી કરી પરીક્ષા આપી શકે છે.

આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની ( MCQ ) રહેશે.

MAT (બૌધ્ધિક યોગ્યતા કસોટી) ના 90 પ્રશ્નો શાબ્દીક અને અશાબ્દીક તાર્કીક ગણતરીના રહેશે . આ પ્રશ્નોમાં સાદ્રશ્ય ( Analogy ) , વર્ગીકરણ Classification ) , સંખ્યાત્મક શ્રેણી ( Numerical Series ) , પેર્ટન ( Pattern Perception ) , છુપાયેલી આકૃતિ ( Hidden Figure ) વિગેરેનો સમાવેશ થશે. 

SAT (શૈક્ષણિક યોગ્યતા કસોટી) ના 90 પ્રશ્નોમાં ધોરણ -7 અને ધોરણ -8 ના ગણિત , વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ થશે .

  • ધોરણ -7 માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે . 
  • ધોરણ -8 માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો પ્રથમ સત્રનો અભ્યાસક્રમ રહેશે.

ક્વૉલિફાઇંગ માટે:

  • આ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ (Open), ઓબીસી (SEBC-OBC) અને EWS કેટેગરી ના વિદ્યાર્થીઓ એ 40% અને
    એસ.સી (Schedule Cast-SC), એસ.ટી (Schedule Tribe-ST) કેટેગરીના વિદ્યાર્થીઓ એ પાસ થવા માટે 32% સાથે ઉતીર્ણ થવાનું રહેશે.
  • આ પરીક્ષા માં દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. અને કોઈપણ ખોટા જવાબ ના માર્ક્સ બાદ કરવામાં આવશે નહિ.
  •  ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર – કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ઠરશે.
  • અંધ વિદ્યાર્થીઓને બંને કસોટીમાં 30-30 મિનિટ નો વધારાનો સમય આપવામાં આવશે.

ફિઝિકલી હેન્ડીકેપ (PH) કેટેગરી ના વિદ્યાર્થીઓ માટે:

પી.એચ. કેટેગરીનું નીચે દર્શાવેલ અલગ અલગ સબકેટેગરીમાં વર્ગીકરણ રહેશે

 1 ) Blindness and Low Vision ( BLV )

2 ) Deaf and hard of hearing ( DH ) 

3 ) Locomotor disability including cerebral palsy, leprosy cured, dwarfism, acid attack_victims and muscular dystrophy ( LD ) 

4 ) Autism, intellectual disabilities, specific learning disability, and mental illness ( AID )

5 ) Multiple disabilities from amongst persons under clauses ( a ) to ( d ) including deaf – blindless in the posts identified for each disabilities ( MD)

શાળા એ કરવાની કાર્યવાહી :

વિદ્યાર્થીઓ ને આ પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળા ની રહે છે તેથી વિદ્યાર્થી એ શાળામાં જ ફોર્મ ભરાવવું જોઈએ.

શાળાએ ભરેલા ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી તેના ઉપર આચાર્યશ્રી ના સહી સિક્કા કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે નિયત તારીખ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં જમા કરાવવા ના રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી :

how to fill up nmms form online
nmms form online
nmms form registration guidance

ફોર્મ ભરવા માટે અહીંયા ક્લીક કરો.

પરીક્ષા ફી :

  • જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ એ માત્ર 70/-રૂ. પરીક્ષા ફી ભરવાની રહે છે. અને અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ એ માત્ર 50/-રૂ. પરીક્ષા ફી ભરવાની રહે છે.
  • ઓનલાઇન પેમેન્ટ કરવામાં સર્વિસ ચાર્જ લાગી શકે છે જે અલગથી ભરવાનું રહે છે.
  • કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત મળી શકશે નહિ.

ફી સ્વીકારકેન્દ્રઃ 

ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા ATM CARD / NET BANKING થી પણ પરીક્ષા ફી ભરી શકશે . ઓનલાઇન ફી જમા કરાવવા માટે “ Print Application / Challan ” ઉપર ક્લીક કરવું અને વિગતો ભરવી . ત્યારબાદ “ Online Payment ” ઉપર ક્લીક કરવું . ત્યારબાદ આપેલ વિકલ્પોમાં “ Net Banking of fee” અથવા “ Other Payment Mode” ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો અને આગળની વિગતો ભરવી . ફી જમા થયા બાદ આપને આપની ફી જમા થઇ ગઇ છે તેવું screen પર લખાયેલું આવશે અને e – receipt મળશે જેની પ્રિન્ટ કાઢી લેવી . જો પ્રક્રિયામાં કોઇ ખામી હશે તો Screen પર આપની ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે .

ઓનલાઇન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ 24 કલાકમાં e – receipt જનરેટ ન થઇ હોય તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો ઇ-મેલથી સંપર્ક કરવાનો રહેશે.

મહત્વની સૂચનાઓ :

ઓનલાઇન ભરેલા આવેદનપત્રો જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં જમા કરાવવા ના રહેશે અને જો સીધા રાજ્ય પરીક્ષા બોર્ડ માં મોકલવામાં આવશે તો અરજી રદ ગણવામાં આવશે.

આ ફોર્મ શાળા દ્વારા ભરવામાં આવે છે.

ફોર્મ ચોક્કસાઈ પૂર્વક ઓનલાઇન ભરવાનું રહેશે કેમકે પછીથી કોઈ સુધારો કરી શકતો નથી.

OBC કેટેગરીના વિદ્યાર્થીઓ એ જાતિ નો દાખલો અને નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ તથા SC, ST, EWS અને PH કેટેગરીના વિદ્યાર્થીઓ એ લાગુ પડતું સર્ટિફિકેટ ઓનલાઇન અપલોડ (Upload) કરવા ફરજીયાત છે.

ઈમ્પોર્ટન્ટ લિંક :

NMMS પરીક્ષા જાહેરનામું Click Here
ઓનલાઇન ફોર્મ ભરવાની વેબસાઈટ Apply Here
ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતીClick Here

Helplines :

રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (state Examination Board) , ગાંધીનગર

Technical Help Line :
079 – 23256592
Administrative Help Line:
079- 232 48461
(10:30 am to 6:00 pm
Working days only)

NMMS વિશે વધુ વિગતો માટે નીચેની લિંક ની મુલાકાત લો:

રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (state Examination Board) , ગાંધીનગરhttp://sebexam.org/

Aavak no dakhlo aavak no dakhlo document anubandham gov in registration anubandham gujarat anubandham portal anubandham registration anubandham registration online anubandham rojgar anubandham rojgar portal anubandham rojgar portal gujarat daily offers daily offer zone digital gujarat scholarship Diploma freshers job e samaj kalyan manav Garima yojana ikhedut ikhedut portal i khedut portal i khedut registartion ITI freshers job ITI Job ITI Job Gujarat jati no dakhlo Lose weight manav garima yojana manav garima yojana 2021 manav garima yojana gujarat manav garima yojana in gujarati manav garima yojana kit list Manav Garima Yojana Online apply Mukhyamantri Bal Seva Yojana form Pragati Scholarship Pragati Scholarship Eligibility Pragati Scholarship Scheme rte admission last date rte form rte form last date rte form online rte gujarat rte gujarat school list rte news student loan for foreign study ગુજરાત સરકાર ખેડૂત સહાય યોજના જાતિ નો દાખલો રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ

આ ઉપયોગી માહિતી શેર કરો.

1 thought on “નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ યોજના (NMMS)

Leave a Reply