PM Kisan Yojana :
પીએમ કિસાન સમ્માન નિધિ ( PM Kisan Sammna Nidhi ) યોજનામાં જમીન ધરાવતા ખેડૂતો પરીવારને ત્રણ સમાન હપ્તામાં કુલ 6000/- રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાનો લાભ તમામ ખેડૂત ને આપવામાં આવતો નથી. આ યોજનામાં એવા ખેડૂતો જે ઘણા સમૃદ્ધ છે અને જે ઈન્ક્મ ટેક્સ ભરતા હોય તેવા ખેડૂત મિત્રો ને લાભ મળવાપાત્ર નથી.
વિદ્યાદીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓ ને 50 હજાર રૂપિયા નો વીમો આપવમાં આવે છે.
ikhedut: ખેડૂતોને સ્માર્ટ ફોન/ એન્ડ્રોઇડ ફોનની ખરીદી ઉપર 40 % ની સહાય માટે ક્લિક કરો.
PM kisan 12th Instalment :
પીએમ કિસાન સમ્માન નિધિ ( PM Kisan Sammna Nidhi )નો 12 મો હપ્તો તારીખ પહેલી સપ્ટેમ્બર 2022 (૦૧/૦૯/૨૨) ના રોજ જમાં થશે. તેથી જણાવવાનું કે જે પણ ખેડૂત મિત્રોને ekyc કરાવવાનું બાકી હોય એ 31 ઓગસ્ટ 2022 (૩૧/૦૮/૨૦૨૨) સુધીમાં પોતાનું ekyc કરાવી શકે છે અને બારમા આપતા નો લાભ લઇ શકે છે.
સરકાર દ્વારા ekyc માટે ઘણી બધી વાર તારીખ એક્સટેન્ડ કરવામાં આવેલ હોવાથી 31 ઓગસ્ટ 2022 સુધીમાં ekyc કરાવી લેવું જોઈએ.
ખેડૂત મિત્રો ekyc પોતાની જાતે ઓનલાઈન કરી શકે છે અથવા નજીક ના CSC સેન્ટર ( Common Service Centre ) માં જઈ ekyc કરાવી શકે છે.
ekyc બાબતે કંઈ પણ મુંઝવતા પ્રશ્ન હોય તો અમને નિચે આપેલા બટન પર ક્લિક કરી વોટસએપ પર પુછી શકો છો.
આ લોકોને નહિ મળે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો લાભ:
- પાછલા એસેસમેન્ટ વર્ષમાં ઈન્ક્મ ટેક્સ ભરનાર તમામને આ લાભ મળશે નહિ.
- ડોક્ટર, એન્જીનીયર, આર્કિટેક્ટ, વકીલ તથા સીએ ( ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ) જેવા પ્રોફેશનલ લોકો આ લાભ મેળવી શકતા નથી.
- એવા ખેડૂતો જે હાલમાં કોઈ સંવિધાનિક પદ પર હોય કે પહેલા રહી ચુક્યા હોય.
- કેન્દ્ર/ રાજ્ય સરકારના મંત્રાલયો/ કચેરીઓ/ વિભાગો અને તેના ક્ષેત્રીય એકમો, કેન્દ્રીય અથવા રાજ્ય પીએસયુ અને સરકાર હેઠળ જોડાયેલ કચેરીઓ/ સ્વાયત્ત સંસ્થાઓ તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત કર્મચારીઓ ( મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ ચોથા વર્ગ/ ગ્રુપ ડી સિવાયના તમામ કર્મચારીઓ ) આ યોજનાનો લાભ ઉપલબ્ધ નથી.
- એવા પેંશનર્સ જેમનું પેંશન 10,000/- રૂપિયા કે તેથી વધુ પેંશન આવતું હોય ( મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ/ ચોથા વર્ગ/ ગ્રુપ ડી સિવાયના તમામ કર્મચારીઓ ).
- એવા ખેડૂતો જેમની પાસે ઇન્સ્ટિટ્યૂશનલ જમીન હોય.
- ભૂતપૂર્વ અને વર્તમાન મંત્રીઓ/ રાજ્ય મંત્રીઓ અને લોકસભા/ જનું/ રાજ્ય વિધાનસભા/ રાજ્ય વિધાન પરિષદના ભૂતપૂર્વ/ હાલના સભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનોના ભૂતપૂર્વ અને વર્તમાન મેયર, જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ અને વર્તમાન પ્રમુખો પણ આ યોજનાનો લાભ લઈ શકશે નહીં.
ઓનલાઇન છેતરપિંડી (ફ્રોડ)થી બચવા આટલું કરો
આજે જ કરી લો ekyc નહીંતર નહિ આવે 12મો હપ્તો
જો તમે ekyc પહેલા કરાવી લીધું હોય તો ફરીથી કરવાની જરૂર નથી.
જેમને પણ PM kisan ekyc સરકાર દ્વારા ekyc કરવવા માટે ઘણાં ટાઈમ થી તારીખ વધારવામાં આવી રહી છે.
iKhedut Portal : રજીસ્ટ્રેશન કરો અને લાભ મેળવો, i-ખેડૂત એપ્લિકેશન સ્થિતિ, ikhedut.gujarat.gov
PM Kisan EKYC ઓનલાઈન કેવી રીતે કરશો?
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત મિત્રો ઘરે બેઠા પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્પ્યુટર પર પણ ઈ કેવાયસી કરાવી શકશે. આ માટે ભારત સરકાર દ્વારા નવી લિંક જાહેર કરવામાં આવી છે. લિંક માટે અહિંયા ક્લિક કરો
ઓનલાઈન ઈ કેવાયસી કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ પોતાના મોબાઈલ, લેપટોપ કે કોમ્યુટરમાં ગૂગલ ક્રોમમાં PM KISAN ટાઈપ કરો. હવે આમાં PM KISAN PORTALની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો. અથવા અહિંયા ક્લિક કરો
- હવે આ વેબસાઈટમાં FARMER CORNERમાં જઈને E-KYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારપછી એક નવું પેજ ખુલશે, જેમાં OTP BASED EKYC પર ક્લિક કરો. જે ખેડૂતનો આધારકાર્ડ નંબર નાખીને Search બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે નાખવાનો રહેશે. જેમાં Aadhaar Registered Mobile નાખ્યા બાદ “Get Mobile OTP” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ રજીસ્ટર થયેલા મોબાઈલ પર OTP આવશે જેને દાખલ કરવાનો રહેશે.Aadhaar Registered Mobile નો OTP દાખલ કરો
- પછી આધાર કાર્ડ OTP વેરીફાય કરવા “Get Aadhar OTP” પર ક્લીક કરો એટલે જે મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી આધારકાર્ડ સાથે લિંક હશે તેના પર OTP આવશે, જે દાખલ કરીને Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
- એટલે EKYC is Sucessfully Submitted એવું લખેલું આવશે જે સફળતાપૂર્વક તમારું ekyc થઈ ગયું છે એવું સૂચવે છે.
PM kisan Yojana વિશે
આ આ યોજના ભારત સરકાર દ્વારા તારીખ 1/12/2018 થી શરૂ કરવામાં આવી હતી.
આ યોજના ભારત સરકાર તરફ થી 100% ભંડોળ સાથે કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
આ યોજના હેઠળ દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં લાભાર્થીને 6000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ રકમ સીધી લાભાર્થી ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.