Table of Contents
RTE Form: Online RTE નું ફોર્મ ની સંપૂર્ણ વિગત
RTE Form ભરતા પહેલા થોડું RTE વિશે…
સૌ પ્રથમ તમે અમારી પોસ્ટ વાંચવામાં રસ લીધો એ બદલ અમે તમારો ખુબ આભાર માનીયે છીએ.
RTE કાયદા હેઠળ ધોરણ -1 માં ફ્રી માં પ્રવેશ આપવામાં આવે છે. અને વિદ્યાર્થીને દર વર્ષે સ્કૂલ ને લગતા ખર્ચ માટે રૂપિયા 3000/- સીધા વિદ્યાર્થી અથવા વાલી ના ખાતા માં જમા કરવામાં આવે છે. પરંતુ તેના ઘણા નિયમો છે તેની વિગતો નીચે મુજબ છે.
નિયમો:
- આ યોજનાનો લાભ લેવા બાળકના એક જૂને ( 1st June ) છ વર્ષ (6 Year ) પુરા થયેલા હોવા જોઈએ જો છ વર્ષ પુરા થયા ના હોય તો સામાન્ય રીતે એડમિશન આપવામાં આવતું નથી. પરંતુ જો કોઈ બાળક ના પાંચ વર્ષ પુરા થયે એડમિશન લેવું હોય તો એક જૂને ( 1st June ) પાંચ વર્ષ (5 Year ) પુરા થયેલા હોવા જોઈએ તો તેને એડમિશન મળી શકે છે.
- વાલી પાસે જરૂરી ડોક્યુમેંટ હોવા જોઈએ. જેવાકે જાતિનો દાખલો, આવક નો દાખલો ,બેંક એકાઉન્ટ, આધારકાર્ડ વગેરે ડોક્યુમેન્ટ હોવા જોઈએ. શું શું ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી માટે અહીંયા ક્લીક કરો.
- આવક મર્યાદા: ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000/- રૂપિયા અને શહેરી વિસ્તાર માટે 1,50,000/- રૂપિયા. જે સૌથી ઓછી આવક વાળા પરિવાર હશે તેને પહેલા એડમિશન આપવામાં આવે છે.
RTE નું FORM ONLINE કઈ રીતે ભરવું તેના વિશે વિગતવાર માહિતી
RTE Form ભરવા નીચે મુજબ ના સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરો.
- સૌ પ્રથમ તમારા ફોન,ટેબ્લેટ,લેપ્ટોપ અથવા કોમ્પ્યુટર માં Google Chrome માં www.rte.orpgujarat.com ખોલો. અથવા અહીંયા ક્લિક કરો.
- વેબસાઈટ ખુલતાંજ ઉપર ફોટો – 1 માં બતાવ્યા મુજબ ત્રણ લાઈન દેખાય છે ત્યાં ક્લિક કરો.
- ત્યારબાદ ઉપર ફોટો – 2 માં બતાવ્યા મુજબ ઓનલાઇન અરજી લખેલા પર ક્લિક કરો. હવે, જે પેજ ખુલ્યું છે તેમાં સ્ટેપ પ્રમાણે કાળજીપૂર્વક વિગતો ભરો અને પછી બધી વિગતો બરાબર છે કે નહિ તે જોયલો.
- ત્યારબાદ માંગેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- જો બધું બરાબર હોય તો જ Register / Submit લખેલા પર ક્લિક કરો. એકવાર ફોર્મ સબમિટ થઇ ગયા બાદ કોઈપણ પ્રકાર નો ફેરફાર કરી શકશો નહિ જેની ખાસ નોંધ લેવી.
- રજિસ્ટ્રેશન થતા તમને મોબાઈલ નંબર પર રજિસ્ટ્રેશન નંબર મળશે. જેને તમારે સાચવીને રાખવાનો રહેશે.
- હવે, તમારે ફોર્મ ની પ્રોસેસ ( સ્ટેટ્સ ) ક્યાં પહોંચી છે એ જાણવા માટે તમારે લોગીન કરવું પડશે. એના માટે Birthdate ( જન્મ તારીખ ) અને તમારા મોબાઈલ નંબર પર આવેલા Registration No. ( રજિસ્ટ્રેશન નંબર ) લખી Login પર ક્લિક કરી સ્ટેટ્સ જોઈ શકો છો.
જો તમારો નંબર લાગી જશે તો મોબાઇલ પર જાણ માટે મેસેજ પણ મળે છે અથવા તમે www.rte.orpgujarat.com પર જઈ લોગીન કરી સ્ટેટ્સ જોઈ શકો છો. જે સ્કૂલ માં તમારો નંબર લાગ્યો હોય એ સ્કૂલ માં તમારા ડોક્યુમેન્ટ જમા કરાવી એડમિશન મેળવવા નું રહેશે.
દરેક વર્ષે ફોર્મ ભરાઈ ગયા પછી ની પ્રોસેસ અલગ અલગ હોય છે તેથી અમારા ફેકબુક પેજ ને લાઈક કરી જોઈન કરી શકો જેથી તમને નવી અપડેટેડ માહિતી મળતી રહે.
RTE માં એડમિશન માટે કોને પ્રાથમિકતા આપવામાં આવે છે. એ જાણવા અહીં ક્લીક કરો.
ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:
- RTE Form ભરતી વખતે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો તે ડોક્યુમેન્ટ માં બધું બરાબર દેખાય છે કે નહિ તે જોય ને પછી જ અપલોડ કરો. જો ડોક્યુમેન્ટ ઝાંખા અપલોડ કરેલા હશે તો અરજી કેન્સલ કરવામાં આવે છે.
- ડોકમેન્ટ JPG / JPEG ફોર્મેટ માં હોવા જોઈએ અને ફોટો ની સાઈઝ 450kb કરતા ઓછી હોવી જોઈએ. સામાન્ય રીતે મોબાઈલ માં પાડેલો ફોટો JPG / JPEG ફોર્મેટ માં હોય છે. ફોટાની સાઈઝ નાની તથા મોટી કરવા અહીં ક્લિક કરો.
- જો ભાડે રહેતા હોય તો રજીસ્ટર્ડ ભાડા કરાર ( નોટરાઇઝડ ભાડા કરાર ચાલશે નહિ ) ના દરેક પેજ ની PDF બનાવી અપલોડ કરવાની રહશે.PDF ની સાઈઝ 5MB થી નાની હોવી જોઈએ.
- PDF બનાવવા માટે પહેલા ભાડા કરાર ના ફોટા પાડો અને પછી PDF બનાવવા અહીંયા ક્લીક કરો અથવા એક Adobe Reader નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં પણ PDF બનાવી શકો છો.
આ વર્ષ 2021 ના RTE Form ભરાવા ના ચાલુ નથી થયા તેથી ખોટી અફવાહો થી દૂર રહી ઑફિશિયલ વેબસાઈટ www.rte.orpgujarat.com પર જોતા રહો.
અથવા અમારા દ્વારા લેટેસ્ટ માહિતી મેળવવા વોટ્સએપ પર મેસેજ કરો અને અમારા ફેસબુક પેજ ને લાઈક કરી જોઈન કરો. જેથી તમને સચોટ માહિતી ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. આ માટે નીચે ના બટન પર ક્લિક કરો.
અમારા દ્વારા સાચી માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આમ, છતાં અમારા થી કોઈપણ ભૂલ થઇ હોય એવું જણાય તો નીચે Comment માં લખો અથવા અમારો સંપર્ક કરો. અમારો સંપર્ક કરવા અહીં ક્લિક કરો.
RTE Form હેલ્પલાઈન નંબર:
Helpline Number: 079-41057851
11:00 am થી 5:00 pm વાગ્યા સુધી ( કામકાજ ના દિવસ દરમિયાન )