સાધન સહાય યોજના : આ યોજના હેઠળ અમુક કેટેગરી ના વિદ્યાર્થીઓ ને અભ્યાસક્રમને અનુરૂપ સાધનો ખરીદવાની સહાય આપવામાં આવે છે.
Sadhan Sahay Yojna નો લાભ કોને મળે :
આ યોજનાનો લાભ મેડિકલ એન્જિનિયરિંગ તથા ડિપ્લોમા માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમને અનુરૂપ સાધનો ખરીદી શકે એ હેતુ થી સહાય આપવામાં આવે છે.
ધોરણ -10 પછીના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ યોજના ની માહિતી
આ યોજનાની મર્યાદાઓ :
- આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી ના પરિવારની વાર્ષિક આવક મર્યાદા 4.5 લાખ રૂપિયાની છે.
- આ યોજનાનો લાભ વિદ્યાર્થીઓને ફક્ત પ્રથમ વર્ષમાં જ આપવામાં આવે છે.
આ યોજનામાં કેટલો લાભ મળે :
- મેડિકલના વિદ્યાર્થીઓને રૂપિયા 10,000/- આપવામાં આવે છે.
- ડીગ્રી એન્જીનીયરીંગ ના વિદ્યાર્થીઓને રૂપિયા 5,000/- આપવામાં આવે છે.
- ડીપ્લોમાં ના વિદ્યાર્થીઓને રૂપિયા 3,000/- આપવામાં આવે છે.
Sadhan Sahay Yojna નો લાભ ક્યાંથી મળે :
આ યોજનાનો લાભ પોસ્ટ એસ.એસ.સી યોજના હેઠળ ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફત અરજી કરવાની રહે છે.