September 11, 2024
Gandhiji thoughts

Gandhiji thoughts

આ ઉપયોગી માહિતી શેર કરો.

Gandhiji Thoughts: ગાંધીજી ની 10 વાતો જે આજનાં આધુનિક જમાનામાં તમામ પ્રોબ્લેમનું સોલ્યુશન આપી શકે છે. આ વિચારો દુનિયા બદલી શકે છે.

ગાંધી બાપુની અમુક વાતો અને વિચારો આ લેખ દ્વારા આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ, જેને અનુસરવાથી જીવનમાં આત્મવિશ્વાસ, આત્મસન્માન અને પોઝિટિવીટી આવશે જેનાથી કોઈપણ વ્યક્તિ સારી જિંદગી જીવી શકે છે અને પોતાના જીવનનું લક્ષ્ય હાંસલ કરી શકે છે.

1. વ્યર્થ ચિંતા કરવાનું છોડો :

ગાંધીજી ની વાતો માં પહેલી વાત એવી છે જે આપણને ભવિષ્યની ચિંતા કરવાને બદલે ભવિષ્ય માટે ગઈકાલ કરતા આજે જેટલું સારું કરી શકાય એવો પ્રયાસ કરવો જોઈએ. ભવિષ્ય ને સુંદર બનાવવા અને જિંદગીને બેહતર બનાવવા કોઈપણ દિવસથી શુભ શરૂઆત કરી શકાય છે. એટલે ભવિષ્યની ચિંતા કરવાને બદલે ભવિષ્ય માટે ચિત્ત લગાવવું જોઈએ.
જો મહેનત સાચી દિશાની હશે તો ભવિષ્ય ઉજ્જળું જ હોવાનું છે. માટે વર્તમાનમાં જે કામ કરો છો તે સાચી લગનથી કરતા રહો વ્યર્થ ચિંતા કરવાનું છોડો.

ગાંધી બાપુ ક્યારેય ફાલતું ચિંતા કરતા ન હતા. તેઓ હંમેશા શાંત અને ચિંતામુક્ત રહેતા હતા. ચિંતા દૂર કરવા તેઓ હંમેશા ધ્યાન કરવાનું પસંદ કરતા હતા.

2. જીવનની દરેક ક્ષણ છેલ્લી ક્ષણની જેમ જીવો :

ગાંધીજી ની વાતો માં બીજી વાત એવી છે જેમાં જીવનના તમામ મંત્રો છે. જીવન લાબું જીવવું મહત્વનું નથી પરંતુ જીવન કેવું જીવીએ છીએ એ મહત્વનું છે. જિંદગીમાં જેટલા સારા કામો કરી શકો, જરૂરિયાત મંદો ને મદદ કરી શકો એવું કાર્ય કરવું જોઈએ કેમકે જીવનમાં કોણ કેટલું જીવવાનું છે કોઈ જાણી શકવાનું નથી. આમ પોતાને ખુશી મળે એવા સારા કામો કરવા જોઈએ

કોઈપણ સરકારી યોજનાની માહિતી જાણો સરળ ગુજરાતી ભાષામાં

અહીંયા Click કરો

3. હંમેશા પોઝિટિવ વિચારવું જોઈએ :

જ્યારે પણ નેગેટિવ વિચારો થી ઘેરાય જાવ ત્યારે ગાંધીજી ની વાતો માં આ વાત ઉપર ખાસ ધ્યાન દેવું જોઈએ “માણસ પોતાના વિચારોની ઉપજ છે, એ જે વિચારે છે તે બને છે” એટલે હંમેશા સકારાત્મક રહેવું. સકારાત્મક વિચારોથી તમામ મુશ્કેલીઓ ઘણી નાની લાગવા લાગશે.

ગાંધીજીનું લખાણ( Hand Writing ) કેવું હતું જાણવા અહીંયા Click કરો

4. આસપાસ સારું જોવો :

જ્યારે આપણે બીજાને મદદ કરીયે છીએ ત્યારે મદદ મેળવનાર અને બીજા ઘણા લોકો પણ લોકો ની મદદ કરવા માટે પ્રેરિત થતા હોય છે. આમ કરવાથી પોઝિટિવ ઉર્જાની શૃંખલા બને છે. જ્યારે પણ આપણે કોઈપણ સારું કામ કરીયે તો આનંદની અનુભૂતિ થાય છે. આપણે જેવું જોઈએ તેવા વિચારો આવે છે તેથી સારું જોવું જોઈએ.

5. વિનમ્ર બનો :

કોઈપણને જે આપણાથી ઉંમરમાં નાના હોય એમને પણ માન આપીને બોલાવવા જોઈએ એ આપણા સંસ્કાર છે. ક્યારેય કોઈપણ ની સાથે ઝઘડો કરવો જોઈએ નહિ કેમકે શું ખબર ક્યારે, કોની સાથે કામ કરવાનો વારો આવી પડે.

આપણે ગમે તેટલા મોટુ વ્યક્તિત્વ હોઈએ પણ લોકોને આદર, સમ્માન આપવું જોઈએ. આમ કોઈપણ માણસે વિનમ્ર બનવું જોઈએ.

6. માફ કરતા શીખો :

Gandhiji thoughts : આપણે જેના પર ગુસ્સો કરીયે તો સામે વાળા ની સરખામણીમાં આપણું વધારે નુકશાન થતું હોય છે. ક્રોધ અને ગુસ્સો આપણા સૌથી મોટા ક્ષત્રુ છે તેથી આપણે જો કોઈને માફ કરી શકીયે તો આપણે જિંદગીમાં કંઈપણ મેળવી શકીયે છીએ કેમકે માફ કરવું એ એક શક્તિ છે.

ગાંધીજી કહેતા હતા, આંખના બદલામાં આંખ આખી દુનિયાને આંધળી બનાવી નાખશે. બીજાને માફ કરીને પોતે આનંદ અનુભવશો કારણકે કમજોર લોકો ક્યારેય બીજા માફ નથી કરી શકતા. ક્ષમાએ મજબૂત લોકોની વિશેષતા છે

7. બીજાને દોષ આપવાનું છોડો :

ક્યારેય પણ આપણા ખરાબ મૂડ અથવા વ્યવહાર માટે બીજાને દોષ ના દેવો જોઈએ. કારણ કે જો તમે આવું કરતા હશો તો તમે જિંદગીમાં કશું મેળવી શકશો નહીં. તેથી જિંદગીમાં આગળ વધવું હોય તો આપણી ભૂલ હોય તો ભૂલ સ્વીકારી લેવી જોઈએ. આવી સારી ટેવ પાડશો તો તમે આત્મવિશ્વાસ અને સકારાત્મક બની જશો.

8. ભૌતિક ચીજ-વસ્તુઓ પાછળ બોવ ન દોડો :

ગાંધીજી ની વાતો માં જ્યારે ગાંધી બાપુનું મૃત્યુ થયું ત્યારે એમની પાસેથી ખૂબ જ ઓછી ભૌતિક સુખ સુવિધાની વસ્તુઓ મળી હતી. ભૌતિક ચીજ વસ્તુઓ ભેગી કરવાની હોડમાં આપણે હંમેશા એ ભૂલી જઈએ છીએ કે જ્યારે આપણે ભગવાન પાસે જવાનું થશે ત્યારે આ ભેગી કરેલી તમામ ભૌતિક ચીજ વસ્તુઓ અહીં છોડી ને જવું પડશે. તેથી જીવન જીવવા માટે જે જરૂરી હોય એટલી જ વસ્તુ ભેગી કરવી જોઈએ. આનાં બદલામાં તમારો સમય અને પૈસા નવી નવી બાબતો શીખવા, જીવનના શોખ પુરા કરવામાં, યાત્રા કરવામાં વગેરે જગ્યાએ વાપરવા જોઈએ.

9. વધારે પડતું ભોજન ના લેવું :

ગાંધી બાપુ માત્ર એક નાના વાટકામાં જ જમતા હતા. એટલે એમને ખ્યાલ રહેતો કે એ કેટલું જમ્યા. તેઓ શાકાહારી અને સાત્વિક ખોરાક જ લેતા હતા. કોઈપણ જગ્યાએ જેટલા ભોજનની જરૂર હોય એટલું જ ભોજન લેવું જોઈએ. ભોજનનો બગાડ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમામ લોકો આ બાબત નું ધ્યાન રાખે તો દેશમાં તમામ ને ભોજન મળી શકે છે.

10. પહેલા ખુદને બદલો :

તમે પોતાની નિષફળતા માટે સરકાર, પાડોશીઓ, મિત્રો અને માતા-પિતાને દોષી ગણી શકો પણ આખરે માત્ર તમે જ પોતાની દુનિયા બદલી શકો છો. પોતાના વિચારો અને કાર્યો કરવાની રીતો બદલો અને મુશ્કેલીઓનો રસ્તો કાઢવા નવા નવા ઉપાયો શોધો. ધીરે ધીરે તમને આ દુનિયા સારી અને સુંદર લાગશે.

ઉપરોક્ત તમામ બાબતો માત્ર અમુક ઉદાહરણો છે. ગાંધીજી ની વાતો માટે ગાંધીજી ના જીવન આધારિત ઘણા પુસ્તકો મળી રહે છે જે આપણને સારું જીવન જીવવાનો રસ્તો બતાવી શકે છે.

આમ ગાંધી બાપુનું આખું જીવન જ પ્રેરણા નો સ્ત્રોત છે. તેથી એવું લાગે છે કે ગાંધીજી ની વાતો જો જીવનમાં ઉતારવામાં આવે તો જિંદગીમાં જે ધારીએ તે કરી શકીયે

ગાંધીજી ની વાતો તમને સારી લાગી હોય તો તમારા ખાસ મિત્રો, સગા વહાલા સુધી શેર કરી પહોંચાડશો એવી આશા રાખીયે છીએ.

Aavak no dakhlo aavak no dakhlo document anubandham gov in registration anubandham gujarat anubandham portal anubandham registration anubandham registration online anubandham rojgar anubandham rojgar portal anubandham rojgar portal gujarat daily offers daily offer zone digital gujarat scholarship Diploma freshers job e samaj kalyan manav Garima yojana ikhedut ikhedut portal i khedut portal i khedut registartion ITI freshers job ITI Job ITI Job Gujarat jati no dakhlo Lose weight manav garima yojana manav garima yojana 2021 manav garima yojana gujarat manav garima yojana in gujarati manav garima yojana kit list Manav Garima Yojana Online apply Mukhyamantri Bal Seva Yojana form Pragati Scholarship Pragati Scholarship Eligibility Pragati Scholarship Scheme rte admission last date rte form rte form last date rte form online rte gujarat rte gujarat school list rte news student loan for foreign study ગુજરાત સરકાર ખેડૂત સહાય યોજના જાતિ નો દાખલો રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply