National Talent Search Exam: રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા, નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેંનીંગ , ન્યુ દિલ્લી દ્વારા આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા દર વર્ષે ધોરણ-10 માં ભણતા વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે. આ પરીક્ષા બે તબક્કા માં લેવામાં આવે છે.
Table of Contents
National Talent Search Exam માટેની તારીખો :
Sr.No. | વિગત | તારીખ |
---|---|---|
1 | જાહેરનામું બહાર પડ્યું | 17/09/2021 |
2 | ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળો | 29/09/2021 થી 22/10/2021 |
3 | પરીક્ષા માટે ફી ભરવાનો સમયગાળો | 29/09/2021 થી 25/10/2021 |
4 | શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો DEO કચેરીમાં જમા કરાવવાની અંતિમ તારીખ | 03/11/2021 |
5 | DEO કચેરી દ્વારા અરજી અપ્રુવ કરવાની અંતિમ તારીખ | 15/11/2021 |
6 | DEO કચેરી દ્વારા શાળામાંથી આવેલ આવેદનપત્રો રા.પ.બોર્ડ માં જમા કરાવવાની અંતિમ તારીખ | 22/11/2021 |
7 | પ્રથમ તબક્કાની પરીક્ષાની તારીખ | 16/01/2022 |
8 | બીજા તબક્કા ની પરીક્ષાની તારીખ | 12/06/2022 |
આ પરીક્ષા ના લાભો :
આ પરીક્ષા બે તબક્કા માં લેવામાં આવે છે. પ્રથમ તબક્કા (Stage-1) ની પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે અને બીજા તબક્કા (Stage-2) ની પરીક્ષા NCERT, ન્યુ દિલ્લી દ્વારા લેવામાં આવે છે. જેમાં
સ્ટેજ -1 માં મેન્ટલ એબિલિટી ટેસ્ટ (MAT) જેમાં વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતાનું મૂલ્યાંકન કરવા માટેની બૌદ્ધિક યોગ્યતા કસોટી છે.
સ્ટેજ -2 માં સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT) – શૈક્ષણિક યોગ્યતા કસોટી લેવામાં આવે છે.
જેના આધારે શિષ્યવૃતિ મેળવવા પાત્ર ઉમેદવારો ને નીચે મુજબ શિષ્યવૃતિ મળે છે.
- ધોરણ- 11 અને ધોરણ- 12 માં દરવર્ષે 15,000/- ની શિષ્યવૃતિ આપવામાં આવે છે.
- બેચલર ડિગ્રી -B.E ( અંડર ગ્રેજ્યુએશન ) અને માસ્ટર ડિગ્રી -M.E ( પોસ્ટ ગ્રેજ્યુએશન ) માટે દરવર્ષે 24,000/- શિષ્યવૃતિ મળે છે.
- Ph.d અભ્યાસ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ( UGC ) ના નિયમ અનુસાર શિષ્યવૃતિ મળવા પાત્ર રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ નું લિસ્ટ :
ઓનલાઈન ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢી તેની સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
- ઓનલાઈન ફી ભર્યા ની રસીદ ની ઝેરોક્ષ
- જાતિના દાખલા ની પ્રમાણિત ઝેરોક્ષ ( જો લાગુ પડતું હોય તો )
OBC કેટેગરી વાળા વિદ્યાર્થીઓ નોન-ક્રિમિલેયરની પ્રમાણિત ઝેરોક્ષ આપવાની રહે છે - વિકલાંગતા અંગેના પ્રમાણિત ઝેરોક્ષ ( જો લાગુ પડતું હોય તો )
રાષ્ટ્રીય પ્રતિભા શોધ પરીક્ષા ના પ્રશ્નપત્ર વિશે :
પ્રકાર | પ્રશ્નો | માર્કસ (ગુણ) | સમય |
---|---|---|---|
સ્ટેજ -1, મેન્ટલ એબિલિટી ટેસ્ટ (MAT) | 100 | 100 | 120 મિનિટ ( 2 કલાક ) |
સ્ટેજ -2,સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT) ગણિત-20, વિજ્ઞાન-40, સામાજિક વિજ્ઞાન-40 | 100 | 100 | 120 મિનિટ ( 2 કલાક ) |
- આ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ (Open), ઓબીસી (SEBC-OBC) અને EWS કેટેગરી ના વિદ્યાર્થીઓ એ 40% અને
એસ.સી (Schedule Cast-SC), એસ.ટી (Schedule Tribe-ST)અને ફિઝિકલી હેન્ડીકેપ (PH) કેટેગરી ના
વિદ્યાર્થીઓ એ પાસ થવા માટે 32% સાથે ઉતીર્ણ થવાનું રહેશે
- આ પરીક્ષા માટે વિદ્યાર્થી ગુજરાતી અથવા અંગ્રેજી માંથી કોઈ પણ એક ભાષા પસંદ કરી કરી પરીક્ષા આપી શકે છે.
- આ પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની ( MCQ ) રહેશે.
- આ પરીક્ષા માં દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. અને કોઈપણ ખોટા જવાબ ના માર્ક્સ બાદ કરવામાં આવશે નહિ
- અંધ વિદ્યાર્થીઓને બંને કસોટીમાં 30-30 મિનિટ નો વધારાનો સમય આપવામાં આવશે.
- આ પરીક્ષાનું કેન્દ્ર સામાન્ય રીતે જિલ્લા કક્ષાએ રાખવામાં આવે છે.
વિદેશ અભ્યાસ માટે રૂ. 15 લાખ સુધીની લોન મેળવો માત્ર 4% ના વ્યાજદરે
આ યોજના વિશે વધુ જાણવા અહીંયા ક્લીક કરો
શાળા એ કરવાની કાર્યવાહી :
વિદ્યાર્થીઓ ને આ પરીક્ષા માટેના આવેદનપત્રો ઓનલાઇન ભરી આપવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળા ની રહે છે તેથી વિદ્યાર્થી એ શાળામાં જ ફોર્મ ભરાવવું જોઈએ.
શાળાએ ભરેલા ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી તેના ઉપર આચાર્યશ્રી ના સહી સિક્કા કરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે નિયત તારીખ સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં જમા કરાવવા ના રહેશે.
સ્ટેજ-2 ની પરીક્ષા માટે નીચે મુજબની કવોલીફાઇડ અનામત નક્કી થયેલી છે :
- એસ.સી (Schedule Cast-SC) કેટેગરી માટે 15% બેઠક અનામત રહેશે.
- એસ.ટી (Schedule Tribe-ST) કેટેગરી માટે 7.5% બેઠક અનામત રહેશે.
- ઓબીસી (SEBC–OBC) કેટેગરી માટે 27% બેઠક અનામત રહેશે. આ અનામત નો લાભ લેવા કેન્દ્ર યાદી માં સમાવેશ થયેલો
હોવો જોઈએ અને નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ હોવું જોઈએ. - EWS કેટેગરી માટે 10% બેઠક અનામત રહેશે. આ માટે કુટુંબ ની વાર્ષિક આવક 8 લાખ કરતા ઓછી હોવી જોઈએ.
- ફિઝિકલી હેન્ડીકેપ (PH) કેટેગરી માટે 4% અનામત રાખવામાં આવી છે.
ધોરણ 10 પછી મફત માં ભણી શકાય એવા કોર્સ ની માહિતી
અહીંયા Click કરી ને જાણો
ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી :
મહત્વની સૂચનાઓ :
ઓનલાઇન ભરેલા આવેદનપત્રો જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં જમા કરાવવા ના રહેશે અને જો સીધા રાજ્ય પરીક્ષા બોર્ડ માં મોકલવામાં આવશે તો અરજી રદ ગણવામાં આવશે.
આ ફોર્મ શાળા દ્વારા ભરવામાં આવે છે.
ફોર્મ ચોક્કસાઈ પૂર્વક ઓનલાઇન ભરવાનું રહેશે કેમકે પછીથી કોઈ સુધારો કરી શકતો નથી.
OBC કેટેગરીના વિદ્યાર્થીઓ એ જાતિ નો દાખલો અને નોન-ક્રિમિલેયર સર્ટિફિકેટ તથા SC, ST, EWS અને PH કેટેગરીના વિદ્યાર્થીઓ એ લાગુ પડતું સર્ટિફિકેટ ઓનલાઇન અપલોડ (Upload) કરવા ફરજીયાત છે.
આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને NCERT, ન્યુ દિલ્લી દ્વારા ગાઈડ લાઈન મુજબ શિષ્યવૃતિ આપવામાં આવે છે. વધુ માહિતી માટે NCERT ની અધિકૃત વેબસાઈટ પર જાણકારી મેળવી શકો છો.
ધોરણ 10 પછી મફત માં ભણી શકાય એવા કોર્સ ની માહિતી
અહીંયા Click કરી ને જાણો
પરીક્ષા ફી :
- જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ એ માત્ર 70/-રૂ. પરીક્ષા ફી ભરવાની રહે છે. અને અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ એ માત્ર 50/-રૂ. પરીક્ષા ફી ભરવાની રહે છે.
- ઓનલાઇન પેમેન્ટ કરવામાં સર્વિસ ચાર્જ લાગી શકે છે જે અલગથી ભરવાનું રહે છે.
- કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત મળી શકશે નહિ.
ઈમ્પોર્ટન્ટ લિંક :
NTSE પરીક્ષા જાહેરનામું | Click Here |
ઓનલાઇન ફોર્મ ભરવાની વેબસાઈટ | Apply Here |
ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી | Click Here |
NCERT ની અધિકૃત વેબસાઈટ | Click Here |
NTSE ની માહિતી નું બ્રોશર | Click Here |
Helplines :
રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (state Examination Board) , ગાંધીનગર
Technical Help Line :
079 – 23256592
Administrative Help Line:
079- 232 48461
(10:30 am to 6:00 pm
Working days only)
યોજના વિશે વધુ વિગતો માટે નીચેની લિંક ની મુલાકાત લો
1. રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ (state Examination Board) , ગાંધીનગર – http://sebexam.org/
2. નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ અને ટ્રેંનીંગ , ન્યુ દિલ્લી – https://ncert.nic.in/national-talent-examination.php?ln=
Aavak no dakhlo aavak no dakhlo document anubandham gov in registration anubandham gujarat anubandham portal anubandham registration anubandham registration online anubandham rojgar anubandham rojgar portal anubandham rojgar portal gujarat daily offers daily offer zone digital gujarat scholarship Diploma freshers job e samaj kalyan manav Garima yojana ikhedut ikhedut portal i khedut portal i khedut registartion ITI freshers job ITI Job ITI Job Gujarat jati no dakhlo Lose weight manav garima yojana manav garima yojana 2021 manav garima yojana gujarat manav garima yojana in gujarati manav garima yojana kit list Manav Garima Yojana Online apply Mukhyamantri Bal Seva Yojana form Pragati Scholarship Pragati Scholarship Eligibility Pragati Scholarship Scheme rte admission last date rte form rte form last date rte form online rte gujarat rte gujarat school list rte news student loan for foreign study ગુજરાત સરકાર ખેડૂત સહાય યોજના જાતિ નો દાખલો રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ