May 4, 2024
આ ઉપયોગી માહિતી શેર કરો.
paytm ipo

નવી દિલ્હી: ડિજિટલ પેમેન્ટ માટે સૌથી લોકપ્રિય બનેલ Paytm વિશે લોકો ને આશા હતી કે જયારે Paytm IPO લાવશે ત્યારે અવશ્ય આઇપીઓ ભરીશું. કેમકે જ્યારથી Paytm ની શરૂઆત થઇ ત્યારથી Paytm માં નવી નવી સુવિધાઓ નિરંતર વધતી રહી છે અને માર્કેટ માં પોતાની જગ્યા બનાવી રાખે છે.
આપને જણાવી દઈએ કે Paytm એ દેશ નો સૌથી મોટો આઈપીઓ લઇ આવ્યું છે. આ આઈપીઓ દ્વારા કંપની 18,300 કરોડ રૂપિયા એકઠા કરવાની છે. 2010માં કોલ ઈન્ડિયા ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ લાવ્યું હતું. 

કંપની 2080-2150 રૂપિયાની રેન્જમાં એક શેર ઓફર કરી રહી છે એક લોટ માં 6 શેર હશે અને 15 લોટ એટલે કે વધુ માં વધુ 90 શેર માટે આ IPO ભરી શકાશે. એટલે રોકાણ માટે 12,900/- રૂપિયા ની જરૂર પડે અને વધારે રોકાણ કરવું હોય તો 1,93,500/- રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય.

તારીખ- 08 નવેમ્બરથી શરુ થયેલો Paytm નો આઈપીઓ 10 નવેમ્બર સુધી ખૂલ્લો રહેશે. 15 નવેમ્બરે શેરનું એલોટમેન્ટ કરવામાં આવશે અને જેમને શેર નથી લાગ્યા તેમને16 નવેમ્બરથી રિફંડ આપવાની શરુઆત કરવામાં આવશે અને જેમને શેર લાગ્યા હોય એમના શેરને 17મી નવેમ્બરે ડીમેટ માં ટ્રાન્સફર કરવામાં આવશે. 18 નવેમ્બરે શેરનું BSE તથા NSE એક્સચેન્જ પર લિસ્ટિંગ થશે.

આ આઈપીઓમાં રિટેલ ઇન્વેસ્ટરો માટે એક્સપર્ટ્સના મત મુજબ, જેમને લાંબા ગાળા માટે રોકાણ કરવું હોય તેમજ ડિજિટલ પેમેન્ટ્સ, ઈન્વેસ્ટમેન્ટ્સ તેમજ ફાઈનાન્શિયલ સોલ્યૂશન જેવા ક્ષેત્રમાં કાર્યરત કંપનીમાં રોકાણ કરવા માંગતા હોય તથા શરૂઆત માં ખોટ પણ સહન કરવાની થાય તો કરી શકાય એમ હોય તેમણે આ આઈપીઓ ભરવો જોઈએ.

Paytm IPO ની વિગત:

IPO શરુ થયા ની તારીખ 8 નવેમ્બર 2021
IPO ભરવાની ની છેલ્લી તારીખ 10 નવેમ્બર 2021
શેરનું એલોટમેન્ટની તારીખ 15 નવેમ્બર 2021
રિફંડ આપવાની તારીખ 16 નવેમ્બર 2021
શેર ડીમેટ માં ટ્રાન્સફર કરવાની તારીખ17 નવેમ્બર 2021
BSE તથા NSE પર લિસ્ટિંગ 18 નવેમ્બર 2021
IPO Price ₹2080 થી ₹2150 પ્રતિ શેર
લોટ સાઈઝ 6 શેર
ફેસ વેલ્યુ ₹1 પ્રતિ શેર
મિનિમમ ઓર્ડર કવોન્ટિટી 6 શેર ( 1લોટ )
મેક્સિમમ ઓર્ડર કવોન્ટિટી 90 શેર ( 15 લોટ )
Paytm IPO ઈશ્યુ ની સાઈઝ ₹18,300.00 Cr
Paytm IPO

હવે મેળવો ઘણી વસ્તુઓ ફ્રીમાં, ઓફર વિશે જાણવા અહીંયા Click કરો.

Paytm IPO વિશે વધુ જાણવા અહીંયા Click કરો

 BHIM UPI Registration નો Youtube પર વિડિઓ જોવા અહીંયા Click કરો

Aavak no dakhlo aavak no dakhlo document anubandham gov in registration anubandham gujarat anubandham portal anubandham registration anubandham registration online anubandham rojgar anubandham rojgar portal anubandham rojgar portal gujarat daily offers daily offer zone digital gujarat scholarship Diploma freshers job e samaj kalyan manav Garima yojana ikhedut ikhedut portal i khedut portal i khedut registartion ITI freshers job ITI Job ITI Job Gujarat jati no dakhlo Lose weight manav garima yojana manav garima yojana 2021 manav garima yojana gujarat manav garima yojana in gujarati manav garima yojana kit list Manav Garima Yojana Online apply Mukhyamantri Bal Seva Yojana form Pragati Scholarship Pragati Scholarship Eligibility Pragati Scholarship Scheme rte admission last date rte form rte form last date rte form online rte gujarat rte gujarat school list rte news student loan for foreign study ગુજરાત સરકાર ખેડૂત સહાય યોજના જાતિ નો દાખલો રાષ્ટ્રીય પરીક્ષા બોર્ડ

આ ઉપયોગી માહિતી શેર કરો.

Leave a Reply