Pradhan Mantri Matru Vandana Yojana : અપૂરતા પોષણ ને કારણે તથા ગરીબી અને કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી ઘણી મહિલાઓને પ્રસુતિના સમય ગાળામાં આરામ મળતો નથી તેથી ભારત સરકાર દ્વારા દેશની મહિલાઓને તથા નવજાત શિશુ ને જરૂરી પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુ થી વર્ષ 2013 માં રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા હેઠળ દેશના તમામ જિલ્લાઓ માં ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ( PMMVY Scheme ) ની શરુઆત કરવામાં આવી.
હર ઘર તિરંગા અભિયાન નો ફોટો અપલોડ કરો અને ઈનામ જીતો અહીંયા ક્લિક કરો
Table of Contents
જાણો Pradhan Mantri Matru Vandana Yojana (મમતા કાર્ડ) ની નોંધણી કરવાની વિગત:
- આ યોજનાનો લાભ લેવા લાયક મહિલા ગર્ભાવસ્થા ના પહેલા થી ત્રીજા મહિના માં સરકારી હોસ્પિટલ, દવાખાના અથવા નજીક ના આરોગ્ય કેન્દ્ર માં મમતા કાર્ડ માટે નામ ની નોંધણી કરાવવી પડશે. સામાન્ય રીતે નજીક ના આરોગ્ય કેન્દ્ર પરથી જ ફોર્મ ભરવામાં આવે છે. આ ફોર્મ આરોગ્ય કેન્દ્ર પરથી ફ્રી માં આપવામાં આવે છે.
- આરોગ્ય કેન્દ્ર પર સગર્ભા ના ફ્રી માં અમુક (બ્લડ, યુરિન વગેરે..) ટેસ્ટ (રિપોર્ટ ) કરવામાં આવે છે.
- ત્યારબાદ આરોગ્ય કેન્દ્ર પરથી મમતા કાર્ડ આપવામાં આવશે.
- મમતા કાર્ડ મળ્યા બાદ લાગુ પડતા નજીક ના આંગણવાડી કેન્દ્ર પર જઈ નામ નોંધાવા નું રહેશે. આ માટે આંગણવાડી કેન્દ્ર પર થી ફોર્મ (ફોર્મ 1-એ ) મેળવી, ભરીને આપવાનું રહેશે.
નોંધણી માટે ના જરૂરી ડોક્યુમેન્ટ્સ:
પતિ અને પત્ની બંને ના આધારકાર્ડ , બેંક અથવા પોસ્ટ ઓફિસનો એકાઉન્ટ નંબર, પતિ-પત્ની બંને ની લેખિતમાં સંમતી, મોબાઈલ નંબર વગેરે આપવાનું રહેશે. આ ફોર્મ આંગણવાડી કેન્દ્ર પરથી ફ્રી માં આપવામાં આવે છે. - ફોર્મ જમા કરાવ્યા બાદ ત્યાંથી રસીદ કે રજીસ્ટ્રેશન નંબર મેળવવા નો રહેશે. રસીદ સાચવીને રાખવી જરૂરી છે. યોજનાના વિવિધ હપ્તા માટે રસીદ ની જરૂર પડી શકે છે. એ ઉપરાંત શિશુ સુરક્ષા કાર્ડ પણ મેળવી લેવું.
આ અરજી ONLINE પણ કરવામાં આવે છે તેથી નીચે આપેલી ONLINE અરજી કરવાની વિગતો વાંચવી.
સરકારશ્રી દ્વારા આ યોજનાનો લાભ નીચે મુજબ ફાળવણી કરવામાં આવે છે:
કુંવરબાઈ નું મામેરું યોજના જેમાં મેરેજ પછી કન્યાને 12,000/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે જાણો સંપૂર્ણ માહિતી, માહિતી માટે અહીંયા ક્લિક કરો
- પહેલો હપ્તો :- ગર્ભાવસ્થાના ત્રણ મહિના પછી 1000/- રૂપિયા આપવામાં આવશે. આ માટે ફોર્મ 1-એ ભરી જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- બીજો હપ્તો :- ગર્ભાવસ્થાના છ મહિના બાદ બાળકના જન્મ પૂર્વે 2000/- રૂપિયા આપવામાં આવશે.આ માટે ફોર્મ 1-બી ભરી જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
- ત્રીજો હપ્તો :- ડિલિવરી થયા પછી અને બાળકનું જરૂરી રસીકરણ થયા બાદ 2000/- રૂપિયા આપવામાં આવશે. આ ફોર્મ 1-સી ભરી જરૂરી ડોક્યુમેન્ટ આપવાના રહેશે. આ ઉપરાંત મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ ડિલિવરી કરવામાં આવી હોય તો બીજા 1000/- રૂપિયા આપવામાં આવશે.
આમ, ટોટલ 6000/- રૂપિયા આપવામાં આવશે.
મૂંઝવતા પ્રશ્નો: યોજના વિશેના કોઈપણ પ્રશ્નો હોય તો નીચેની વિગતો તમને મદદ કરી શકે છે.
Pradhan Mantri Matru Vandana Yojana અંતર્ગત જો કોઈપણ ગર્ભવતી મહિલા ને નોંધણી કરવાની બાકી રહી ગઈ હોય અને યોજનાનો લાભ મેળવવા લાયક હોવ, તો એવી મહિલાઓ ગર્ભધારણ ના સમયથી બે વર્ષ સુધીમાં એ આ યોજનાનો લાભ લેવા અરજી કરી શકશે.
જે મહિલા ને મમતા અને શિશુ સુરક્ષા કાર્ડ માં છેલ્લા માસિકની તારીખ નોંધવવા ની બાકી હોય અને યોજનાનો ત્રીજો હપ્તો મેળવવો હોય તો બાળકના જન્મ પછી વધુમાં વધુ 460 દિવસ સુધીમાં અરજી કરી શકો છો.
જો મહિલા ને પહેલો હપ્તો મળી ગયો હોય અને ગર્ભપાત થઇ જાય તો બીજી ગર્ભાવસ્થા વખતે બીજો અને ત્રીજો હપ્તો મળી શકે છે. અને આવી જ રીતે પહેલો અને બીજો હપ્તો મળ્યો હોય તો ત્રીજો હપ્તો મળી શકે છે.
જો ગર્ભપાત થાય અથવા તો જન્મેલ બાળક મૃત હોય તો તેવા સંજોગોમાં તો બીજી ગર્ભાવસ્થા વખતે આ યોજનાનો લાભ મેળવી શકશે.
Pradhan Mantri Matru Vandana Yojana યોજના નો લાભ ફક્ત એક વાર જ લઇ શકાય છે.
Online અરજી કરવાની વિગતો નીચે મુજબ છે.
- ભારત સરકાર દ્વારા આ યોજના ને વધુ અસરકાર બનાવવા પ્રધાન મંત્રી માતૃ વંદના યોજના હેઠળ વધુ લાભાર્થીઓ લાભ લઈ શકે એ હેતુ થી અરજી પ્રક્રિયા ઓનલાઈન કરી છે જેથી કોઈ પણ લાભાર્થી ઘરે બેઠા સરળતાથી અરજી કરી લાભ લઇ શકે.
- લાભ લેનારે ઓનલાઈન અરજી માટે સૌ પ્રથમ www.Pmmvy-cas.nic.in પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ પ્રક્રિયા ઓનલાઈન છે તેથી તમે ઘરે બેઠા ઇન્ટરનેટ દ્વારા સરળતાથી કરી શકશો. પરંતુ તમારે ઉપર મુજબ મમતા કાર્ડ અથવા MCP કાર્ડ માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
- રજીસ્ટ્રેશન માટે Beneficiary Login પર ક્લિક કરો.
- For Registering New User ની બાજુ માં Click Here પર ક્લિક કરો.
- જે નવું પેજ ઓપન થાય છે એમાં તમારૂ નામ, મોબાઇલ નંબર લખો તથા Email ID માં તમારું ઇમેઇલ આઈડી લખી, નીચે આપેલ Send Email OTP પર ક્લિક કરો હવે તમને એક મેઇલ મળ્યો હશે. હવે તેને Email OTP માં લખો.
- ત્યારબાદ Hint Question માં Mother અથવા Father વગેરે લખી શકો છો. જો Mother લખો તો માતા નું નામ અને Father લખો તો પિતા નું નામ Hint Answer માં લખો જેથી ભવિષ્ય માં વેરિફિકેશન માં તકલીફ ના પડે.
- હવે તમને યાદ રહે એવો પાસવર્ડ લખી રજીસ્ટર પર ક્લિક કરો.
હવે તમારું રજીસ્ટ્રેશન થઇ ગયું છે. - રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ ફરીથી www.Pmmvy-cas.nic.in પર ક્લીક કરી Beneficiary Login પર ક્લિક કરી તમારું Email ID, Password અને Captcha Code લખી Login કરો.
- Login કર્યા બાદ New Beneficiary પર ક્લિક કરી.
- તમામ વિગતો ભરી Verify પર ક્લિક કરી વેરીફાય કરો.
- વેરીફાય થઇ જાય એટલે તમારું ફોર્મ ભરાઈ ગયું છે.
- ફોર્મ ભરવા માં વધારે કોઈપણ મુશ્કેલી જણાતી હોય તો નજીક ના આંગણવાડી કેન્દ્ર પર જઈ માહિતી મેળવી શકો છો.
- અમને આશા છે કે તમને Pradhan Mantri Matru Vandana Yojana ને લગતા સવાલો નો હલ મળી ગયો હશે.
- આમ છતાં Pradhan Mantri Matru Vandana Yojana વિશે કોઈ પણ સવાલ હોય તો નીચે Comment માં લખી શકો છો.
અથવા અમારો સીધો સંપર્ક કરી મદદ મેળવી શકો છો.સંપર્ક કરવા નીચે Contact Us પર કલિક કરો.
Mare vaif ni delevri thai gai che 1mant 25 Devas thaya che mane lab malshe hu reksha valo chu
તમારા નજીક ના આંગણવાડી પર જઈને તાપસ કરો
મમતા કાર્ડ ખોવાયેલ હોય તો શું કરવું ?
તમારા નજીકના આરોગ્ય કેન્દ્ર પર વાત કરો
બેંક અને આધારકાર્ડ માં જે નંબર લિંક હોય અને મારી વાઇફ પાસે જુદો નંબર હોઈ તો ચાલશે?
હાલમાં કોનો નંબર લિંક થયેલો છે જો તમારી પાસે એ નંબર હોય તો ચાલે
હાલ મા મારી વાઇફ ના પપ્પા ની નંબર લિંક છે અને એ ગામડે રેછૅ…
હાલ માં મારી વાઇફ ના પપ્પા નો નંબર લિંક છે પણ એના પપ્પા ગામડે રેછે…..
મમતા કાડ કેટલા વખત ગરભપાત ની સહાય આપે છે?
બૅન્ક મા નેમ હજુ ફેરફાર ના કર્યો હોય તો ચાલે ને …
આધારકાર્ડ મુજબ કરાવી લેવું જોઈએ