December 21, 2024
jati no dakhlo

jati no dakhlo

આ ઉપયોગી માહિતી શેર કરો.

જાતિ ના દાખલા વિશે..

Jati no dakhlo : આ દાખલો સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ લેવા સૌથી ઉપયોગી થતો હોય છે. જાતિ નો દાખલો સરકાર દ્વારા કેટેગરી પ્રમાણે આપવામાં આવે છે.ઘણી સરકારી યોજનાનો લાભ જાતિ નો દાખલો હોવો જરૂરી હોય છે તેથી આ દાખલો તમારી પાસે હોવો જરૂરી હોય છે. માટે આ દાખલો કઢાવવા માટે ની તમામ માહિતી તમને અહીંથી મળી રહશે એવી આશા રાખીયે છીએ.

હવે, લગભગ વર્ષ 2010 થી કેટેગરી માં આવતા વિદ્યાર્થીઓ ને ધોરણ -10 પછી ઘણી સ્કૂલો દ્વારા જ જાતિ નો દાખલો કઢાવવા માટેની પ્રોસેસ કરી આપવામાં આવે છે. અને વિદ્યાર્થી ને આપવામાં આવે છે.

👉 જાતિ નો દાખલો કઢાવવા ની માહિતી માટે ક્લીક કરો.
👉 આવક નો દાખલો કઢાવવા વિશેની સંપૂર્ણ માહિતી
👉 વિવિધ સરકારી યોજના ની માહિતી માટે અહીંયા ક્લીક કરો.

જાતિનો દાખલો માટેના ડોક્યુમેન્ટનું લિસ્ટ:

  • ફોર્મ
  • અરજદાર ના બે ફોટા
  • અરજદાર ની આધારકાર્ડ / ડ્રાઈવિંગ લાયસન્સ ( જો આધારકાર્ડ ના હોય તો ) ની ઝેરોક્ષ
  • અરજી કરનાર નું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ( LC – શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ) ની ઝેરોક્ષ અને ઓરિજનલ ( અસલ ) બંને
  • પિતાના આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • અરજી કરનાર ના પિતાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ( LC – શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ), જો પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય તો કાકા, દાદા, ફોઈ માંથી કોઈ પણ એકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર રજૂ કરવું – ઝેરોક્ષ અને ઓરિજનલ ( અસલ ) બંને
  • લાઈટબીલ / વેરાબીલની / ભાડાકરાર
  • રેશનકાર્ડ ની ઝેરોક્ષ

ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ ભેગા કરી પુરાવાની ઝેરોક્ષ કરાવી ને નોટરી ના સહી સિક્કા કરાવવા( ટ્રુ કોપી – એટેસ્ટેડ કોપી કરાવવી ) તથા ઓરીજનલ પુરાવા સાથે લઈને જવા.

આવક નો દાખલો કઢાવવા વિશેની સંપૂર્ણ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

jati no dakhlo dokuments
જાતિ ના દાખલા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ

જાતિનો દાખલો કઢાવવા ની પ્રક્રિયા:

ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ્સ ને ટ્રુ કોપી કરાવી તમારા વિસ્તાર ને લગતી સમાજ કલ્યાણ ની કચેરી પર થી જાતિ ના દાખલા માટેનું ફોર્મ મેળવો અથવા ડીજીટલ ગુજરાત ની વેબસાઈટ www.digitalgujarat.gov.in પર જઈ ડાઉનલોડ કરો.

Sc/St જાતિ માટેનું ફોર્મ

Jati no dakhlo form pdf download gujarati
Jati no dakhlo online form

SEBC જાતિ માટેનું ફોર્મ / OBC જાતિનું ફોર્મ

Jati no dakhlo form pdf download gujarati
Jati no dakhlo online form

જે દિવસે તમે કચેરી પર જાવ ત્યારે ત્યાંથી જ જાતિ ના દાખલા નું ફોર્મ મેળવો અને ત્યાં જ ભરીને ઉપરોક્ત દર્શાવ્યા મુજબ તમામ ડોક્યુમેન્ટ જોડી ફોર્મ સાથે જમા કરવો અને ફોટો પડાવો.

ત્યારબાદ ત્યાંથી રસીદ અથવા પાવતી મેળવી લેવાની રહેશે અને એમાં દર્શાવ્યા મુજબ ની તારીખે જાતિ નો દાખલો મેળવી લેવો. તમે ફોર્મ ની સાથે જે ઓરિજનલ ડોક્યુમેન્ટ આપેલા હોય તે યાદ કરીને મેળવી લેવા.

જાતિ નો દાખલો લાઈફટાઈમ માન્ય રહેતો હોવાથી સાચવીને રાખવો. અને શક્ય હોય તો પ્લાસ્ટિક ના કવર માં સાચવીને રાખવો અને 2 – 5 ઝેરોક્ષ કરાવીને રાખો.

Jati no dakhlo online form Gujarat:

તમે Jati no dakhlo ની ઓનલાઇન અરજી ઘરે બેઠા પણ કરી શકો છો પરંતુ ઓનલાઇન અરજી કર્યાબાદ ઘણી બધી મુશ્કેલીઓ આવે છે તેથી તમારી લાગુ પડતી કચેરી એ જઈ ફોર્મ ભરવું હિતાવહ રહેશે.

Caste List: દાખલો જાતિ લિસ્ટ

obc caste list in Gujarat

SC, ST caste list in gujarat

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવા માટેની વિગતો:

જો તમારા જિલ્લા માં આ સર્વિસ લાગુ પડતી હોય તો જ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહે છે.

સૌ પ્રથમ ડીજીટલ ગુજરાત ની વેબસાઈટ ( www.digitalgujarat.gov.in ) પર જઈ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
અથવા રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. જેમાં તમારો મોબાઈલ નંબર, Email Id, પાસવર્ડ લખી Save પર ક્લિક કરી પ્રોફાઈલ માં તમારી વિગતો ભરવાની રહેશે અને આવી રીતે પ્રોફાઈલ બનાવવા ની રહેશે.

ત્યારબાદ જાતિ નો દાખલો ની સર્વિસમાં જઈ અપોઈન્ટમેન્ટ મેળવવી અને અપોઈન્ટમેન્ટ ની રસીદ ડાઉનલોડ કરવી.

રસીદ ની પ્રિન્ટ કરાવી ને લાગુ પડતી કચેરી પર જઈ ઉપરોક્ત જણાવેલ પ્રક્રિયા ને અનુસરો.

ડીજીટલ ગુજરાત ની આ ( www.digitalgujarat.gov.in ) વેબસાઈટપર થી ઘણા બધા કામો ( સર્વિસો ) જેવા કે આવક નો દાખલો, રેશન કાર્ડ માટેની તમામ સર્વિસો, ડોમિસાઇલ સર્ટિફિકેટ, નોન ક્રિમીલિયર સર્ટિફિકેટવગેરે ની અરજી ઓનલાઇન કરી શકાય છે. પરંતુ ઓનલાઇન અરજી કરતા પહેલા લાગુ પડતી કચેરી પર જઈ જે તે સર્વિસ માટે ઓનલાઇન અરજી સ્વીકારે છે કે નહિ તે ચકાસી લેવું જોઈએ કારણ કે જો તમે ઓનલાઇન અરજી કરો અને કામ ના થાય તો તમારો ટાઈમ બગડશે અને કચેરી પર જઈ ઓફલાઈન અરજી કરવી પડશે.

નીચેની યોજનાઓ વિશે જાણો:

આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા તમામ મિત્રો, સગા વહાલા સુધી શેર કરો.

“અમારા દ્વારા સરકાર ની વિવિધ યોજનાઓ, સરકારી યોજનાઓ ના ફોર્મ કઈ રીતે ભરવા, શિક્ષણ ને લગતી માહિતી વગેરે માહિતી સરળ અને સમજી શકાય એવી ભાષામાં લોકો ને મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે.”

Jati no dakhlo વિશે કોઈપણ પ્રશ્ન હોય તો અહીંયા ક્લિક કરી અમારો સંપર્ક કરો અથવા નીચે Comment માં લખો.
Thank You.

આ ઉપયોગી માહિતી શેર કરો.

8 thoughts on “Jati no dakhlo : જાતિ નો દાખલો ક્યાંથી કઢાવવો, શું શું ડોક્યુમેન્ટ જોઈએ તથા ફોર્મ Free માં મેળવવા જાણો માત્ર 5 મિનિટ માં….

    1. ના નીકળે છતાં એકવાર નજીકના સમાજ કલ્યાણની કચેરીમાં સંપર્ક કરી જાણી શકો છો.

    1. જે જાતિ હોય ત્યાંની સમાજ કલ્યાણ ની ઓફિસે જવું પડે.
      અમારા નંબર 9664509229 પર મેસેજ કરી શકો છો.

    2. તમારા જીલ્લાના સેવા સદનમાં જઈને તપાસ કરો.

Leave a Reply